________________
ભાષારહસ્ય પ્રકરણ ભાગ-૧ | સ્તબક-૧ | ગાથા-૧૭
૭૯
કરવા માટે છે. નિશ્ચયથી બે પ્રકારની જ ભાષા છે. સત્યભાષા અને મૃષાભાષા. ‘ત્તિ' શબ્દ નિશ્ચયનયના ભાષાના ભેદોની સમાપ્તિ અર્થે છે.
અહીં પ્રશ્ન થાય કે નિશ્ચયનય અન્ય બે ભાષાને કઈ ભાષા કહે છે ? તે બતાવવા અર્થે હેતુ કહે છે --
સત્યામૃષાભાષાના તાત્પર્યનો બાધ હોવાથી=અશોકવન એ પ્રકારના વચનમાં ધવ આદિ વૃક્ષો હોવાને કારણે તાત્પર્યનો બાધ હોવાથી, અસત્યભાષામાં જ અંતર્ભાવ છે.
અહીં પ્રશ્ન થાય કે અશોકવન એ કથનમાં પણ અશોકવૃક્ષોની પ્રાપ્તિ છે જ તેથી તે ભાષાને અસત્યભાષા કઈ રીતે કહી શકાય ? તેમાં હેતુ કહે છે –
અબાધિત તાત્પર્યવાળા શબ્દોનું જ સત્યપણું છે. અન્યથા=અશોકવનમાં અશોક વૃક્ષને આશ્રયીને સત્યપણું હોવાને કારણે તે ભાષાને અસત્ય ન સ્વીકારવામાં આવે તો, ‘દ્રવ્ય રૂપવાળું છે એ પ્રકારના વચનનું દેશના અને કાર્ચના તાત્પર્યના ભેદથી પ્રામાણ્ય અપ્રામાણ્યના કૈવિધ્યની અનુપપત્તિ છે એ પ્રકારે અન્યત્ર વિસ્તાર છે અને અહીં અશોકવન એ પ્રકારના વચનપ્રયોગમાં, વૃક્ષના સમૂહરૂપ વતમાં અશોકના અભેદતા તાત્પર્યનો બાધ હોવાથી મૃષાપણાનું સ્પષ્ટપણું છે, તેથી નિશ્ચયનય મિશ્રભાષાનો અસત્યભાષામાં અંતર્ભાવ કરે છે એમ અત્રય છે.
અને પંચસંગ્રહની ટીકામાં કહે “અને વ્યવહારનયના મતની અપેક્ષાએ આ પ્રમાણે અશોકવન એ મિશ્રભાષા છે એ પ્રમાણે, કહેવાય છે. પરમાર્થથી વળી–નિશ્ચયનયથી વળી, આ અશોકવન એ પ્રકારનું વચન, અસત્ય જ છે; કેમ કે યથાવિકલ્પિત અર્થનો અયોગ છે અશોકવન એ વચન દ્વારા અશોકવૃક્ષના અભેદના તાત્પર્યથી વિકલ્પિત એવા અર્થનો અયોગ છે.” ) ‘ત્તિ' શબ્દ ઉદ્ધરણની સમાપ્તિ માટે છે.
અને સમૂહના દેશમાં જ અશોકના અભેદનો અવય હોવાથી બાધ નથી એમ ન કહેવું; કેમ કે તે પ્રકારે સમભિવ્યાહર હોતે છતે અશોકવન એ શબ્દમાં તે પ્રકારે વતની સાથે અશોકશબ્દનો સંબંધ હોતે છતે, દેશ અન્વયનું વૃક્ષના સમૂહના એક દેશમાં અશોકશબ્દના અવયનું, અવ્યુત્પન્નપણું છે.
વળી જ્યારે અશોકપ્રધાન વન એ પ્રકારની વિવક્ષાથી પ્રયોગ છે ત્યારે શ્રમણસંઘ=શ્રમણપ્રધાન સંઘ ઈત્યાદિની જેમ વ્યવહારસત્યતા પણ વિરોધી નથી એ પ્રકારે અમને ભાસે છે. વળી અસત્યામૃષાભાષા પણ નિશ્ચયનયથી ક્યાં અંતર્ભાવ પામે છે ? તે સ્પષ્ટ કરતાં કહે છે – અસત્યામૃષા પણ ઠગવાની ઈચ્છા આદિ પૂર્વક અસત્ય જ છે અને અન્ય=ઉચિત પ્રવૃત્તિ કરવાના