________________
૭૪
ભાષારહસ્ય પ્રકરણ ભાગ-૧ | સબક-૧ | ગાથા-૧૬ બોલાયેલી તે ભાષાથી સત્યત્વ કે અસત્યત્વનો નિર્ણય થાય નહિ માટે અશોકવન ઇત્યાદિ વચનરૂપ મિશ્રભાષા અપર્યાપ્તભાષા છે.
વળી તું ઘટ લાવ, તું આમ કર ઇત્યાદિ ભાષા અનુભય ભાષા છે. તે ભાષાથી પણ આ વચન સત્ય છે કે આ વચન અસત્ય છે ? તેવો નિર્ણય કરવા માટે તે ભાષા પર્યાપ્ત નથી એથી અનુભય ભાષા પણ અપર્યાપ્ત ભાષા છે.
વળી ગ્રંથકારશ્રીએ અવધારિણીભાષાનું લક્ષણ કર્યું કે પર્યાપ્ત ભાષામાં જે અવધારણપણું છે તે સત્ય અસત્ય અન્યતરપ્રકારક પ્રમાવિષયપણું છે.
તેથી એ પ્રાપ્ત થાય કે કોઈ વક્તાએ સ્યાદ્વાદની મર્યાદા અનુસાર વચનપ્રયોગ કર્યો હોય તો તેમાં સત્ય પ્રકારક પ્રમાવિષયત્વ છે અર્થાત્ આ જ્ઞાન સત્ય છે એ પ્રકારના પ્રામાણિકજ્ઞાનનું વિષયપણું તે ભાષામાં છે. કોઈ વક્તાએ સ્યાદ્વાદની મર્યાદાથી વિપરીત વચનપ્રયોગ કર્યો હોય તો તે વચનપ્રયોગમાં અસત્ય પ્રકારક પ્રમાવિષયત્વ છે=આ વચન અસત્ય છે તેવો નિર્ણય કરાવી શકે તેવા જ્ઞાનનો તે વચન વિષય છે તેથી તે બન્ને પ્રયોગોમાં અવધારણીયપણું છે અને મિશ્રભાષામાં કે અનુભયભાષામાં સ્યાદ્વાદની મર્યાદા અનુસાર સત્યત્વનો નિર્ણય કે અસત્યત્વનો નિર્ણય કરી શકાય એવું વિષયપણું નથી, તેથી પ્રથમની બે ભાષા પર્યાપ્ત છે અને પાછળની બે ભાષા અપર્યાપ્ત છે અને ગ્રંથકારશ્રીએ વક્તા દ્વારા ઉપયોગપૂર્વક બોલાયેલી ભાષામાં અવધારણીયત્વ અને અનવધારણીયત્વરૂપ પર્યાપ્તત્વ અપર્યાપ્તત્વ છે એમ કહ્યું, તેથી કોઈ વક્તા અપર્યાપ્તભાષા બોલે અર્થાતુ પાછળની બે ભાષા બોલે અને કોઈ શ્રોતાને ભ્રમ થાય કે આ ભાષા સત્ય છે અથવા કોઈ શ્રોતાને ભ્રમ થાય કે આ ભાષા અસત્ય છે તોપણ તે અપર્યાપ્ત ભાષામાં પર્યાપ્તત્વની પ્રાપ્તિ નથી; કેમ કે વક્તા દ્વારા બોલાયેલી ભાષામાં અવધારણીયપણું નથી, ફક્ત મંદમતિને કારણે શ્રોતાને સત્ય કે અસત્ય અન્યરૂપે અવધારણનો ભ્રમ થયો છે.
વળી કોઈ વક્તા સત્યભાષા બોલે અથવા અસત્યભાષા બોલે અને તે ભાષામાં કોઈ શ્રોતાને સંશય થાય તોપણ તે ભાષા અપર્યાપ્ત છે તેમ કહી શકાય નહિ; કેમ કે વક્તા દ્વારા બોલાયેલી ભાષામાં સત્યત્વ અથવા અસત્યત્વમાંથી કોઈ પ્રકારક પ્રમાવિષયત્વ છે તેથી તેના દ્વારા બોલાયેલી ભાષા પર્યાપ્ત છેઃનિર્ણય કરવા માટે પૂરતી છે, ફક્ત શ્રોતાને મંદબુદ્ધિને કારણે તેના વચનથી સત્યનો કે અસત્યનો નિર્ણય થવાને બદલે સંશય થયો છે.
વળી પર્યાપ્ત ભાષાનું લક્ષણ અન્ય બીજું કરે છે. તેઓ કહે છે – સત્ય કે અસત્ય અન્યતર વ્યવહારનો વિષય એ જ અવધારણ છે.
આનાથી પણ પૂર્વના લક્ષણ સાથે સમાન જ અર્થ પ્રાપ્ત થાય છે. ફક્ત વક્તાની ભાષા સત્ય હોય ત્યારે પ્રજ્ઞાવાન શ્રોતા આ ભાષા સત્ય છે એ પ્રકારનો વ્યવહાર કરે છે અને વક્તાનું વચન અસત્ય હોય ત્યારે પ્રજ્ઞાવાન શ્રોતા આ ભાષા અસત્ય છે એવો વ્યવહાર કરે છે અને આ પ્રકારનો અન્યતરનો વ્યવહાર જ અવધારણ છે તેથી જ પ્રથમની બે ભાષા પર્યાપ્તભાષા છે.