________________
ભાષારહસ્ય પ્રકરણ ભાગ-૧ | સ્તબક-૧ | ગાથા-૧૫
.
૭૧
શ્રતવિષયક અને ચારિત્રવિષયક ત્રણ પ્રકારની ભાષા છે, રન્ને દ્રવ્યમાં દ્રવ્યવિષયક ભાષામાં, વડ=ચાર ભેદો છે. સવાલવા નીસા મજુમા ય સત્ય, અસત્ય, મિશ્ર અને અનુભય. ૧૫ા. ગાથાર્થ :
ભાવમાં પણ=ભાવનિક્ષેપામાં પણ, દ્રવ્યવિષયક, શ્રતવિષયક અને ચારિત્રવિષયક ત્રણ પ્રકારની ભાષા છે. દ્રવ્યમાં દ્રવ્યવિષયક ભાષામાં, ચાર ભેદો છેઃ સત્ય, અસત્ય, મિશ્ર અને અનુભય. ll૧૫ા. ટીકા - __ भावेऽपि भावनिक्षेपेऽपि, भवति त्रिविधा त्रिप्रकारा भाषा, द्रव्ये च श्रुते तथा चरित्रे च-द्रव्यं प्रतीत्य भावभाषा, श्रुतं प्रतीत्य, चारित्रं प्रतीत्य च सेत्यर्थः, द्रव्ये चतुर्द्धा सत्याऽसत्या मिश्राऽनुभया રા પતાસાં તક્ષvi (ન્યા-ર૦૦ નો) યથાવસરં વામ: પારકા ટીકાર્ચ - | માડપિ .. વસ્યા: ભાવમાં પણ=ભાવનિક્ષેપામાં પણ, ત્રણ પ્રકારની ભાષા છે. એ ત્રણ પ્રકાર સ્પષ્ટ કરે છે. દ્રવ્યમાં, શ્રતમાં અને ચારિત્રમાં દ્રવ્યને આશ્રયીને ભાવભાષા, શ્રતને આશ્રયીને અને ચારિત્રને આશ્રયીને, તે ભાવભાષા છે એ પ્રકારનો અર્થ છે. દ્રવ્યમાં દ્રવ્યને આશ્રયીને ચાર પ્રકારની છે. સત્ય, અસત્ય, મિશ્ર અને અનુભય. આમનાં લક્ષણ=ભાવભાષાના જે ત્રણ ભેદ કર્યા તેનાં લક્ષણ, યથાઅવસર અમે કહીશું. ૧૫ ભાવાર્થ :ભાવભાષાના ત્રણ ભેદો :
પૂર્વમાં ગ્રંથકારશ્રીએ નોઆગમથી તદુવ્યતિરિક્ત દ્રવ્યભાષાના ત્રણ ભેદો બતાવ્યા. ત્યારપછી ભાવનિપામાં ઉપયુક્તની ભાવભાષા હોય છે એમ ગાથા-૧૩માં કહ્યું અને તે ભાષા નિશ્ચયિકા હોય છે એમ ગાથા૧૪માં કહ્યું. હવે ઉપયુક્ત બોલનાર પુરુષની જે ભાવભાષા છે તે પણ દ્રવ્યભાષાની જેમ ત્રણ પ્રકારની છે અર્થાત્ દ્રવ્યભાષા ગ્રહણ, નિઃસરણ અને પરાઘાતરૂપ ત્રણ ભેદવાળી છે તેમ ભાવભાષા બોલાયેલા ભાષાદ્રવ્યને આશ્રયીને, શ્રતને આશ્રયીને અને ચારિત્રને આશ્રયીને છે તેથી ભાવભાષાના પણ ત્રણ ભેદોની પ્રાપ્તિ છે. ભાષાદ્રવ્યને આશ્રયીને ચાર પ્રકારની ભાવભાષા :વળી ઉપયોગપૂર્વક બોલાયેલા ભાષાદ્રવ્યને આશ્રયીને જે ભાવભાષા છે તે ચાર પ્રકારની છે – (૧) સત્યભાષા, (૨) અસત્યભાષા, (૩) મિશ્ર સત્યાસત્યભાષા, (૪) અનુભય અસત્યામૃષાભાષા. વળી આ ત્રણ પ્રકારની ભાવભાષાનું લક્ષણ યથાઅવસર ગ્રંથકારશ્રી આગળ કહેશે. ll૧પ