________________
ભાષારહસ્ય પ્રકરણ ભાગ-૧ | સ્તબક-૧ | ગાથા-૧૪
૬૯
અનુમિતિમાં વસ્તુનો નિર્ણય થતો નથી પણ સંભાવનાથી પ્રવૃત્તિ થાય છે એમ જે નાસ્તિક કહે છે તે ઉચિત નથી. તેથી જેમ અનુમિતિમાં પણ પદાર્થનો નિર્ણય થાય છે તેમ શબ્દથી પણ પદાર્થનો નિર્ણય થાય છે. ફક્ત પ્રામાણિક વ્યાપ્તિજ્ઞાન થયું હોય તો તેનાથી યથાર્થ અનુમિતિ થાય છે તેમ પ્રામાણિક પુરુષના યથાર્થ વચનથી તેમના દ્વારા કહેવાયેલા અર્થનો નિર્ણય થાય છે પરંતુ સંશય થતો નથી.
ગાથામાં કહ્યું કે ઉપયોગપૂર્વક બોલાયેલી ભાષા અવધારિણી છે એ કથનને આશ્રયીને પ્રજ્ઞાપના સૂત્રમાં જે પૂ. શ્રી શ્યામાચાર્યે કહેલ છે તેનો અર્થ પૂ. આ. ભ. શ્રી મલયગિરિસૂરિ મહારાજાએ આ પ્રમાણે કરેલ
પ્રજ્ઞાપના સૂત્રમાં સે' શબ્દ ‘અથ' અર્થમાં છે અને તે વાક્યના ઉપન્યાસમાં છે, ‘નૂન' શબ્દ અવધારણમાં છે અને ‘મન્ત' શબ્દ આમંત્રણમાં છે. તેથી ગૌતમસ્વામી ભગવાનને કહે છે – હે ભગવંત ! આ રીતે હું માનું છું અવધારિણી ભાષા છે એ પ્રમાણે હું માનું છું. વળી આ વિચાર્યા વગર હું માનતો નથી પરંતુ આ અવધારિણી ભાષા છે એ પ્રમાણે હું ચિંતવન કરું છું.
આ રીતે પોતાનો અભિપ્રાય ભગવાનને બતાવ્યા પછી પોતાના અર્થનો નિશ્ચય કરવા માટે ભગવાનને આ રીતે પૂછે છે – “હું માનું છું એ અવધારિણી ભાષા છે ?”
અહીં ‘થ' શબ્દ પ્રશ્નના અર્થમાં છે. તેથી એ પ્રાપ્ત થાય કે ભગવંત આ પ્રમાણે હું માનું છું એ પ્રકારે ગૌતમસ્વામી ભગવાનને પ્રશ્ન કરે છે. વળી બીજો અભિપ્રાય બતાવવા માટે પ્રશ્ન કરે છે –
અથ' હું ચિંતવન કરું છું એ અવધારિણી ભાષા છે?=હે ભગવંત ! આ પ્રમાણે ચિંતવન કરું છું એ અવધારિણીભાષા છે ?”
આ રીતે ‘અથ' થી કહ્યા પછી ફરી ગૌતમસ્વામી ભગવાનને કહે છે –
તે પ્રકારે હું માનું છું કે અવધારિણી ભાષા છે=જે પ્રમાણે પૂર્વમાં મેં મનન અને ચિંતવન કરેલું કે આ અવધારિણી ભાષા છે તે પ્રમાણે પૃચ્છાસમયમાં પણ હું મનન અને ચિંતવન કરું છું કે આ અવધારિણી ભાષા છે ?” ભગવાનના જ્ઞાનથી સંવાદન કરવાની ઇચ્છાવાળા ગૌતમસ્વામી ભગવાનને તથા'થી પૂછે છે –
તે પ્રકારે માનું છું આ અવધારિણી ભાષા છે અને તે પ્રકારે હું ચિંતવન કરું છું. આ અવધારિણી ભાષા છે ?”
આ રીતે ગણધર શ્રી ગૌતમસ્વામીએ પોતાના અભિપ્રાયનું નિવેદન અને પ્રશ્ન કર્યો છતે વીરપ્રભુ ઉત્તર આપે છે --
દન્તા ! જોયમ મન્નમ' એ અવધારિણી ભાષા છે.”