________________
૨
ભાષારહસ્ય પ્રકરણ ભાગ-૧ | તબક-૧, ગાથા-૧૪ પ્રામાણ્ય છે. અને શબ્દનું અર્થની સાથે અવ્યાપ્યપણું હોવાથી કેવી રીતે તેનાથી શબ્દથી, તેનું અનુમાન થાય અર્થનું અનુમાન થાય ? એ પ્રમાણે ન કહેવું; કેમ કે આ પદો અને આ અર્થો પરસ્પર સંસર્ગવાળા છે; કેમ કે આકાંક્ષા આદિ પદથી સ્મારિતપણું છે ઈત્યાદિ દિશાથી અનુમાન થાય છે એ પ્રમાણે કોઈ કહે શબ્દો અનુમાન દ્વારા બોધ કરાવે છે સ્વતન્ન નહિ એ પ્રમાણે કોઈ કહે, એમાં આ પ્રકારની શંકામાં, ગાથાના બીજા પાદથી કહે છે –
શ્રતથી આ જ્ઞાત છે એ પ્રકારનો વ્યવહાર હોવાથી શાસ્ત્રવચનોથી આ જ્ઞાત છે એ પ્રકારનો વ્યવહાર હોવાથી, અનુમાનથી અતિરિક્ત શબ્દનું પ્રમાણપણું છે એમ અવય છે. અનુમાનથી અતિરિક્ત શબ્દનું પ્રમાણપણું છે, એ કથન ‘ાથાદિથી સ્પષ્ટ કરે છે –
અનુમાન કરું છું એ પ્રકારની બુદ્ધિથી પ્રમાવિશેષની સિદ્ધિ હોવાને કારણે પ્રત્યક્ષબોધથી ભિન્ન પ્રકારના બોધની સિદ્ધિ હોવાને કારણે, પ્રમાણાત્તરની સિદ્ધિ છે=પ્રત્યક્ષ પ્રમાણ કરતાં અનુમાન પ્રમાણ ભિન્ન પ્રમાણ છે એ પ્રકારના પ્રમાણાત્તારની સિદ્ધિ છે. તે પ્રમાણે શબ્દથી હું જાણું છું એ પ્રકારની બુદ્ધિથી પ્રમાવિશેષની સિદ્ધિ હોવાને કારણે અનુમાનના બોધ કરતાં શબ્દથી થતા બોધતા ભેદની સિદ્ધિ હોવાને કારણે, ત્યાં પણ શબ્દથી થતા બોધમાં પણ, પ્રમાણાત્તરની સિદ્ધિ અપ્રત્યુહ જ છે=અનુમાન પ્રમાણ કરતાં ભિન્ન એવા આગમપ્રમાણની સિદ્ધિ અનિરાકૃત જ છે અને વ્યાપ્તિ આદિ જ્ઞાન વગર પણ પૂર્વમાં શંકાકારે કહ્યું કે આ પદો અને આ અથ પરસ્પર સંસર્ગવાળાં છે; કેમ કે આકાંક્ષાદિ પદથી સ્મારિતપણું છે એ પ્રકારના અનુમાનમાં બતાવાયેલ વ્યાપ્તિ આદિ જ્ઞાન વગર પણ, શબ્દથી તરત જ અર્થની પ્રતીતિ હોવાને કારણે તેનું શબ્દથી થતા બોધનું, અનુમાનપણું નથી એ પ્રકારે દિશા છે. ભાવાર્થ :
પૂર્વમાં એકાંત ક્ષણિકવાદ માનનાર ઋજુસૂત્રનય અનુસાર તાદાભ્ય અને તદુત્પત્તિસંબંધ સિવાય અન્ય સંબંધ નથી તેમ સ્વીકારીને ભાષા નિર્ણાયિકા નથી એમ જે કોઈક માને છે તેનું નિરાકરણ કરીને સ્થાપન કર્યું કે તદર્થનો જ્ઞાતા, તદર્થમાં ઉપયુક્ત એવો જે વક્તા ભાષા બોલે છે તે ભાષા નિશ્ચાયિકા છે આથી જ સર્વજ્ઞનાં વચનો અર્થનો નિશ્ચય કરાવનાર છે. ત્યાં કેટલાક તાર્કિકો કહે છે કે યથાર્થ વક્તાથી બોલાયેલા શબ્દોથી પ્રમાણભૂત બોધ થાય છે તેથી શબ્દો પ્રમાણ છે તોપણ તેનો અંતર્ભાવ અનુમાનમાં થઈ શકે છે તેથી અનુમાનથી અતિરિક્ત શબ્દને સ્વતંત્ર પ્રમાણ સ્વીકારવું ઉચિત નથી.
અહીં પ્રશ્ન થાય કે અનુમાન પ્રમાણમાં તો અગ્નિ સાથે ધૂમથી વ્યાપ્તિ પ્રાપ્ત થાય છે તે રીતે બોલાયેલા શબ્દોની અર્થની સાથે વ્યાપ્તિ નથી, તેથી બોલાયેલા શબ્દોના બળથી અર્થનું અનુમાન કઈ રીતે થઈ શકે ? તેનું સમાધાન કરતાં પૂર્વપક્ષી કહે છે –
આ પદો અને આ અર્થો પરસ્પર સંસર્ગવાળાં છે અર્થાત્ કોઈ પુરુષ કોઈ શબ્દ ઉચ્ચારણ કરે તે પદો અને તે પદોથી વાચ્ય અર્થ એ બેનો સંસર્ગ છે; કેમ કે બોલનાર પુરુષ આકાંક્ષા આદિવાળાં પદો બોલે છે તેનાથી