________________
ભાષારહસ્ય પ્રકરણ ભાગ-૧ | સ્તબક-૧ | ગાથા-૧૪
૬૫ નથી; કેમ કે નિશ્ચયની સામગ્રી હોતે છતે સંશયનો અનુત્પાદ છે=પર્વતમાં અગ્નિ આદિના નિશ્ચયની સામગ્રીરૂપ ધૂમાદિનું દર્શન હોતે છતે અગ્નિના સંશયનો અનુત્પાદ છે અન્યથા નિશ્ચયની સામગ્રીથી પણ સંશયરૂપ સંભાવના થાય છે તેમ સ્વીકારવામાં આવે તો, વક્ર એવા કોટર આદિનું જ્ઞાન થયે છતે પણ દૂરથી વૃક્ષને જોઈને શંકા થયેલી હોય કે આ વૃક્ષ છે કે પુરુષ છે, ત્યારપછી નજીકમાં જવાથી દેખાય કે વક્ર એવા કોટર આદિ પુરોવર્તી વસ્તુમાં છે તેથી સ્થાણુ છે, છતાં ત્યાં પુરુષત્વના સંશયતા ઉત્પાદનો પ્રસંગ પ્રાપ્ત થાય.
ભાવ અંશમાં ઉત્કટ કોટિક સંશય જ સંભાવના છે અને ઉત્કટપણે નિષ્કપ પ્રવૃત્તિનું પ્રયોજક ધર્મવિશેષ છે અને તેના પ્રયોજકપણાથી-લિન્કંપપ્રવૃત્તિના પ્રયોજકપણાથી, ધૂમ દર્શનાદિનો આદર કરાય છે-સાધ્યના અર્થાતો તેના ઉપાયભૂત ધૂમદર્શનનો નિર્ણય કરીને અગ્નિ અર્થે પ્રવૃત્તિ કરાય છે અને ધૂમાદિનું અગ્નિ આદિના સંભાવનાના હેતુપણામાં ગૌરવ નથી; કેમ કે તદ્ અભાવ અપ્રકારકત્વ ઘટિત નિશ્ચયત્વની અપેક્ષાએ=સાધ્ય અભાવતા અપ્રકારકત્વ ઘટિત નિશ્ચયત્વની અપેક્ષાએ, તદ્ અભાવ પ્રકારકત્વ ઘટિત સંશયત્વનું સાધ્ય અભાવ પ્રકારકત્વ ઘટિત સંશયત્વનું, લઘુપણું છે. એ પ્રમાણે ‘અર્થથી નાસ્તિક કહે તો ગ્રંથકારશ્રી કહે છે – - નાસ્તિકનું તે વચન ઉચિત નથી; કેમ કે સંશયથી વ્યાવૃત અનુમિતિત્વનું જ વ્યાપ્તિજ્ઞાનાદિ જવ્યતા અવચ્છેદકપણું છે.
અહીં પ્રશ્ન થાય કે વ્યાપ્તિજ્ઞાનથી પદાર્થના નિશ્ચયવાળી અનુમિતિ થાય છે કે સંભાવનાની અનુમિતિ થાય છે તેમાં વિનિગમક કોણ છે? તેથી વ્યાપ્તિજ્ઞાનાદિથી સંભાવના સ્વીકારવામાં ગૌરવ છે તે બતાવવા અર્થે કહે છે –
સંભાવનાનું તજ્જવ્યત્વ હોતે છત=સંભાવનાનું વ્યાપ્તિજ્ઞાનથી જવ્યપણું હોતે છતે, તદું ઘટિત નિશ્ચયસામગ્રીની પ્રતિબધ્ધતા અવચ્છેદક કોટિમાં=વ્યાપ્તિજ્ઞાનાદિ ઘટિત અનુમિતિના નિશ્ચયની સામગ્રીની પ્રતિબધ્ધતા અવચ્છેદક કોટિમાં, અનુત્કટ કોટિકત્વ આદિના પ્રવેશમાં ગૌરવ હોવાથી સંભાવનાને વ્યાતિજ્ઞાનાદિ જન્યતા અવચ્છેદક સ્વીકારી શકાય નહિ એમ અવય છે. વળી યુક્તિથી પણ વ્યાપ્તિજ્ઞાન દ્વારા સંશય રહિત અનુમિતિ થાય છે તે બતાવવા અર્થે કહે છે –
આ આમ જ છે=ધૂમાદિની વ્યાપ્તિ દ્વારા પર્વતમાં અગ્નિનો નિર્ણય કર્યા પછી પર્વતમાં અગ્નિ છે જ, એ પ્રકારના અવધારણની અને હું સંદેહ કરતો નથી પરંતુ નિશ્ચય કરું છું, ઈત્યાદિ અનુવ્યવસાયની અનુપમતિ હોવાથી વ્યાપ્તિજ્ઞાનથી નિર્ણય થાય છે પરંતુ સંભાવના થતી નથી એમ સ્વીકારવું જોઈએ, એમ અત્રય છે. આ પ્રકારનો અવ્યત્ર=અન્ય ગ્રંથોમાં, વિસ્તાર છે.
તે આ અભિપ્રાયને સામે રાખીને ગાથામાં કહ્યું કે ભાષા નિર્ણાયિકા છે તે આ અભિપ્રાયને સામે રાખીને, ભગવાન શ્યામાચાર્ય દ્વારા પ્રજ્ઞાપનામાં કહેવાયું છે –
ખરેખર હે ભગવંત ! “હું માનું છું એ અવધારિણી ભાષા છે? હું ચિંતવન કરું છું એ અવધારિણી ભાષા છે?