________________
ઉ૩
ભાષારહસ્ય પ્રકરણ ભાગ-૧ | સ્તબક-૧ | ગાથા-૧૪ મારિતપણું અર્થોમાં છે. જેમ ધૂમથી ખારિતપણું અગ્નિમાં છે તેથી ધૂમને જોઈને અગ્નિનું અનુમાન થાય છે તેમ બોલનાર પુરુષ આકાંક્ષાદિવાળાં પદો બોલે છે તેનાથી સ્મારિતપણું તે પદોથી વાચ્ય અર્થમાં છે. તેથી શ્રોત્રેન્દ્રિય દ્વારા સંભળાયેલા શબ્દોથી વાચ્ય અર્થનું અનુમાન થાય છે. એ પ્રકારની પદ્ધતિથી શબ્દોથી થયેલા અર્થબોધમાં પણ અનુમાનનો પ્રયોગ થઈ શકે છે. માટે અનુમાનથી અતિરિક્ત શબ્દને પ્રમાણ સ્વીકારવું ઉચિત નથી પરંતુ અનુમાનમાં જ શબ્દપ્રમાણનો અંતર્ભાવ કરવો ઉચિત છે. આનું નિરાકરણ કરતાં ગ્રંથકારશ્રી કહે છે – શ્રતથી આ જ્ઞાત છે એ પ્રકારનો વ્યવહાર છે તેથી અનુમાનથી આ જ્ઞાત છે એ વ્યવહાર કરતાં શ્રતથી આ જ્ઞાત છે એ પ્રકારના વ્યવહારને પૃથક સ્વીકારવો જોઈએ માટે અનુમાન પ્રમાણથી અતિરિક્ત શબ્દપ્રમાણ છે તેમ માનવું જોઈએ.
ગાથાના આ કથનને જ ટીકાકારશ્રી “રા'થી સ્પષ્ટ કરે છે – કોઈ પુરુષ પર્વતમાં ધૂમને જોઈને અનુમાન કરે ત્યારે હું અનુમાન કરું છું એ પ્રકારની બુદ્ધિ થાય છે, તેથી ધૂમમાં જેમ પ્રત્યક્ષના બોધની સિદ્ધિ છે તેમ તેના કરતાં ભિન્ન એવી અનુમાનની સિદ્ધિ અગ્નિના બોધમાં છે, તેથી પ્રત્યક્ષથી ભિન્ન એવું અનુમાન પ્રમાણ સિદ્ધ થાય છે, તેમ કોઈ પુરુષને આપ્ત પુરુષના વચનથી કે શાસ્ત્રથી બોધ થાય છે ત્યારે તેને બુદ્ધિ થાય છે કે શાસ્ત્રવચનોના શબ્દોથી હું આ બોધ કરું છું તેથી તે બોધ અનુમાન કરતાં ભિન્ન પ્રકારનો છે તેમ સિદ્ધ થાય છે, તેથી તે બોધમાં પણ અનુમાનપ્રમાણ કરતાં પ્રમાણાન્તરની સિદ્ધિ દૂર કરી શકાય તેમ નથી.
આ રીતે અનુભવને અનુરૂપ વ્યવહારથી અનુમાનપ્રમાણ કરતાં શબ્દપ્રમાણ ભિન્ન છે તેમ સ્થાપન કર્યું. હવે પૂર્વમાં કોઈકે કહેલ કે આ પદો અને આ અર્થો પરસ્પર સંસર્ગવાળાં છે; કેમ કે આકાંક્ષા આદિવાળાં પદોથી અર્થોમાં સ્મારિતપણું છે તે કથન પણ ઉચિત નથી તે બતાવવા અર્થે કહે છે –
શબ્દોને સાંભળીને અર્થબોધ કરનાર પુરુષને શબ્દો અને અર્થો વચ્ચે વ્યાપ્તિનું જ્ઞાન અને પરામર્શ કર્યા વગર પણ તરત જ શબ્દોને સાંભળીને અર્થનો બોધ થાય છે એ પ્રકારની પણ લોકમાં પ્રતીતિ છે. તેથી શબ્દથી થતા બોધને અનુમાનમાં અંતર્ભાવ કરી શકાય નહિ; કેમ કે શબ્દને સાંભળ્યા પછી તેને આશ્રયીને અનુમાન કરવાની આકાંક્ષા જેને હોય તેવો પુરુષ પક્ષ કરે કે આ પદો અને આ અર્થો સંસર્ગવાળાં છે અને તે પદો સાથે અર્થનો સંસર્ગ સિદ્ધ કરવા માટે હેતુ કરે કે બોલાયેલાં પદો આકાંક્ષાવાળાં છે તેથી તે પદોથી તે અર્થો સ્મારિત થાય છે પરંતુ જે પુરુષને તે પ્રકારે અનુમાન કરવાની જિજ્ઞાસા નથી તે પુરુષ શબ્દને સાંભળીને તરત જ અર્થનો નિર્ણય કરે છે માટે અનુમાન પ્રમાણ કરતાં શબ્દપ્રમાણ સ્વતંત્ર પ્રમાણરૂપે સ્વીકારવું જોઈએ.
નાસ્તિક અનુમાન પ્રમાણ સ્વીકારતો નથી પરંતુ જ્યાં જ્યાં અનુમાન કરાય છે ત્યાં ત્યાં સંભાવનાથી જ પ્રવૃત્તિ છે એમ કહીને શબ્દને પણ અપ્રમાણ કહે છે, તે નાસ્તિકમતનું નિરાકરણ કરવા અર્થે ગાથાના ઉત્તરાર્ધથી કહે છે. તેનું ઉત્થાન કરતાં ટીકાકારશ્રી કહે છે –