________________
ભાષારહસ્ય પ્રકરણ ભાગ-૧ | સ્તબક-૧ | ગાથા-૧૪.
૬૧ પાંચને કરાયેલો નમસ્કાર સર્વ પાપોનો નાશ કરે છે અને સર્વમંગલોમાં પ્રથમ મંગલ છે અને તે વચનાનુસાર કોઈ નમસ્કારનું સ્મરણ કરીને સંસારની કોઈ ક્રિયા કરે તો મંગળના બળથી અવશ્ય કાર્યસિદ્ધિ થવી જોઈએ અને તેનાથી કાર્યસિદ્ધિરૂપ ફળનો અભાવ પણ પ્રત્યક્ષથી દેખાય છે તેથી શાસ્ત્રના વચનમાં વિસંવાદની સિદ્ધિ છે. એ પ્રકારે પૂર્વપક્ષી કહે તો તેને ગ્રંથકારશ્રી કહે છે –
ક્વચિત્ વિહિતકર્મથી ફળના અભાવની પ્રાપ્તિ દેખાય છે તે, તે ક્રિયાના કોઈક અંગવૈકલ્યાદિને આધીન છે અર્થાત્ નમસ્કાર કરનાર પુરુષ જે પ્રકારે નમસ્કાર માટેની શાસ્ત્રવિધિ છે તે વિધિમાં તે રીતે ઉપયુક્ત ન હોય તો તે વિધિના તે અંગના અભાવને કારણે ફળનો અભાવ થાય છે અને અંગવૈકલ્યાદિમાં આદિ પદથી બળવાન પ્રતિબંધક કર્મનું ગ્રહણ છે તેથી કોઈ પુરુષ વિહિત અનુષ્ઠાન અંગસાકલ્યથી કરે તોપણ તેટલા પ્રયત્નથી અનિવર્તનીય હોય એવાં બળવાન કર્મ વિદ્યમાન હોય તો ફળની વિકલતાની પ્રાપ્તિ થાય છે.
જેમ શાસ્ત્રમાં કહ્યું છે કે સાધુના સંયમના યોગથી જ સાધુને લાભાન્તરાય કર્મનો ક્ષયોપશમ થાય છે તેથી દુર્લભ પણ ભિક્ષા તેઓને યોગના માહાત્મથી સુખપૂર્વક પ્રાપ્ત થાય છે, આમ છતાં શાસ્ત્રવિધિ અનુસાર સંયમ પાળનાર ઢંઢણઋષિ કે શાસ્ત્રવિધિ અનુસાર યત્ન કરનાર ઋષભદેવ ભગવાન હતા છતાં પૂર્વભવમાં તે પ્રકારનાં વિશિષ્ટ અંતરાયકર્મો બાંધેલાં જેથી તેઓના સંયમના અનુષ્ઠાનથી પણ ભિક્ષાની પ્રાપ્તિ સુલભ થઈ નહિ. તોપણ જેઓનાં તેવાં વિશિષ્ટ કર્મો નથી તેઓ શાસ્ત્રમાં વિહિત ક્રિયાઓ ન કરે તો ફળની પ્રાપ્તિ થાય નહિ અને શાસ્ત્રમાં વિહિત ક્રિયાઓ અંગસાકલ્યથી કરે તો અવશ્ય ફળની પ્રાપ્તિ થાય છે માટે શાસ્ત્રમાં કહેલા અર્થોનો ક્યાંય વિસંવાદ નથી તેથી આપ્ત પુરુષોથી કહેવાયેલી ભાષા અવધારિણી છે, તેમ સિદ્ધ થાય છે.
‘નથ’થી ગાથાના આગળના ભાગનું ઉત્થાન કરતાં કહે છે – ટીકા -
अथास्तु शब्दप्रामाण्यं तथाऽपि न स्वतन्त्रतया किन्तु अनुमानविधया न च शब्दस्यार्थाऽव्याप्यत्वात्कथं ततस्तदनुमानमिति वाच्यम्, एते पदार्था मिथः संसर्गवन्तः, आकाङ्क्षादिमत्पदस्मारितत्वादित्यादिदिशाऽनुमानादिति चेत् ? अत्राह-श्रुतात् ज्ञातमेतदिति व्यवहारात् । यथाहि अनुमिनोमीति धिया प्रमाविशेषसिद्धेः प्रमाणान्तरसिद्धिस्तथा शब्दात्प्रत्येमीति धिया प्रमाविशेषसिद्धेः तत्राऽपि प्रमाणान्तरसिद्धिरप्रत्यूहैव, व्याप्त्यादिज्ञानं विनाऽपि शब्दादाहत्यार्थप्रतीतेश्च न तस्यानुमानत्वमिति વિ ા ટીકાર્ચ -
કથાસ્તુ ... વિI શબ્દનું પ્રામાણ્ય હો પૂર્વમાં કહ્યું કે ભાષા અવધારિણી છે તે વચનાનુસાર શબ્દનું પ્રામાણ્ય હો ! તોપણ સ્વતંત્રપણાથી શબ્દનું પ્રામાણ્ય નથી, અનુમાનપ્રકારથી શબ્દનું