________________
ભાષારહસ્ય પ્રકરણ ભાગ-૧ | સ્તબક-૧ | ગાથા-૧૪
પલ
ટીકાર્ય :gષા .... વિન્ ! અને આ ભાષા અવધારિણી છે તિસ્થાયિકા છે= પદાર્થનો નિર્ણય કરાવનાર છે.
અહીં પ્રશ્ન થાય કે અવતરણિકામાં બૌદ્ધ મતાનુસાર કહેલ કે ભાષા નિર્ણાયિકા નથી તેથી ભાષા નિર્ણાયિકા છે, એમ કેમ કહી શકાય ? માટે બૌદ્ધ આપેલ હેતુનો કઈ રીતે નિરાસ થાય છે ? તે બતાવવા અર્થે કહે છે –
પદ અને પદાર્થના ઉચ્ચારણ કરાયેલાં ભાષાનાં પદો અને તેનાથી વાચ્ય અર્થરૂપ પદાર્થ તે બેના સંકેતરૂપ સંબંધના વ્યવસ્થાપનથી દેતુની અનુપપત્તિનો વિરાસ છે=ભાષા નિર્ણયનો હેતુ છે એ પ્રકારના હેતુની અનુપાતિનો નિરાસ છે અને અવાકાંક્ષાદિ પદોમાં અપ્રત્યાયકત્વનું દર્શન હોવાથી કોઈ વક્તા દ્વારા “ઇન પડ્ય' ઇત્યાદિ પ્રયોગ કરાય ત્યારે ‘પરથ'ની સાથે ‘ઇન’ શબ્દની આકાંક્ષાની પ્રાપ્તિ નથી તેવાં અનાકાંક્ષાદિ પદોમાં બોલાયેલી ભાષા અનિર્ણાયિકા છે તેવું દર્શન હોવાથી, અન્યત્ર પણ આકાંક્ષાદિવાળાં પદોમાં પણ, પ્રમાણત્વનો સંશય છે એમ ન કહેવું; કેમ કે પ્રત્યક્ષમાં પણ તેનો અનુદ્ધાર છે=પ્રત્યક્ષમાં પણ ચક્ષુદોષને કારણે કે પદાર્થની દૂરવર્તિતાને કારણે વિપરીત બોધ થાય છે તે દર્શનથી પ્રત્યક્ષમાં પણ પ્રમાણત્વનો સંશય અનુદ્ધાર છે અને શાસ્ત્રોક્ત અર્થોનો વિસંવાદ દેખાતો હોવાથી શાસ્ત્રોમાં જે પદાર્થો કહ્યા હોય તે પ્રમાણે પ્રવૃત્તિ કરવા છતાં એ પ્રમાણે ફળની અપ્રાપ્તિનું દર્શન થતું હોવાથી, તેનું શબ્દોનું, અપ્રામાણ્ય છે, એમ ન કહેવું; કેમ કે તેના વિસંવાદની જEશાસ્ત્રમાં કહેલા અર્થના વિસંવાદની જ અસિદ્ધિ છે.
અહીં પ્રશ્ન થાય કે શાસ્ત્રમાં કહેલ છે કે ધર્મના સેવનથી ધનાર્થીને ધનની પ્રાપ્તિ થાય છે, કામાર્થીને કામની પ્રાપ્તિ થાય છે અને પરંપરાએ તે ધર્મ મોક્ષનું સાધન છે. આ વચન અનુસાર શાસ્ત્રમાં વિહિત અનુષ્ઠાન કોઈ પુરુષ કરે છતાં ધનરૂપ ફળની પ્રાપ્તિ થતી દેખાતી નથી, તેથી શાસ્ત્રના વિસંવાદની અસિદ્ધિ નથી. તેના નિરાકરણ માટે બીજો હેતુ કહે છે --
ક્વચિત્ વિહિત કર્મના ફળાભાવનું અંગર્વકલ્યાદિને અધીનપણું છે, એ પ્રમાણે દિશા છે. ભાવાર્થ :
ઋજુસુત્રનયને અવલંબીને એકાંત દૃષ્ટિથી ચાલનાર બૌદ્ધદર્શન અનુસાર અવતરણિકામાં કહેલ કે ભાષા નિર્ણાયિકા નથી તેવું નિરાકરણ વ્યવહારનયની દૃષ્ટિથી કરતાં ગાથામાં કહ્યું કે આ ભાષાઋતદર્થનો જ્ઞાતા હોય અને તદર્થમાં ઉપયુક્ત હોય એવો વક્તા જે બોલે છે તે ભાવભાષા છે એમ ગાથા-૧૩માં કહેલ એ ભાષા, અવધારિણી છે=વક્તાના બોધ અનુસાર શ્રોતાને પદાર્થનો યથાર્થ નિર્ણય કરાવનારી છે.
અહીં પ્રશ્ન થાય કે અવતરણિકામાં કહેલ કે ભાષામાં અર્થની સાથે તાદાભ્ય અને તદુત્પત્તિસંબંધ નથી તેથી ભાષાથી અર્થનો બોધ થઈ શકે નહિ માટે ભાષા નિશ્ચાયિકા છે એ હેતુની અનુપપત્તિ છે. તેનું નિરાકરણ કરતાં કહે છે –