________________
ભાષારહસ્ય પ્રકરણ ભાગ-૧ | તબક-૧ | ગાથા-૧૪
પ૭
બોધ કરાવવાનો છે અને તે નિર્ણય કરીને તે ચોક્કસ અર્થના બોધ અર્થે તે શબ્દોનો ઉચ્ચાર કરે છે, તેથી ભાષા નિર્ણાયિકા નથી તેમ કહેવાથી લોકમાં દૃષ્ટ એવા વ્યવહારની અસંગતિ થાય. તે અસંગતિના નિવારણ માટે ઋજુસૂત્રનયની દૃષ્ટિનું અવલંબન લેનાર બૌદ્ધદર્શનવાદી કહે છે કે લોકમાં કોઈકને બોધ કરાવવા અર્થે જે વચનપ્રયોગ થાય છે તે વિકલ્પોથી જ થાય છે અર્થાત્ વક્તાના ચિત્તમાં વિકલ્પ થાય કે આ શ્રોતાને મારે ઘટરૂપ વસ્તુને લાવવાનું કહેવું છે, તેથી ઘટરૂપ વસ્તુને અને લાવવાની ક્રિયારૂપ અર્થને સ્મૃતિમાં રાખીને ‘પટમાનય' એ પ્રકારનો વિકલ્પ કરે છે અને તે વિકલ્પ સાંભળીને શ્રોતાને પણ તે શબ્દો દ્વારા તેવો જ વિકલ્પ થાય છે કે આ વક્તા મને ઘટ કર્મક આનયન ક્રિયા કરવાનું કહે છે, તેથી વક્તાના વિકલ્પથી શબ્દો ઉત્પન્ન થાય છે અને તે શબ્દોને સાંભળીને તે શ્રોતામાં પણ તેવા વિકલ્પો થાય છે તેથી લોકમાં શબ્દને આશ્રયીને શ્રોતાને બોધ કરાવવા અર્થે પ્રવૃત્તિ થાય છે તોપણ ઉચ્ચારણ કરાયેલા શબ્દો અને તે શબ્દોથી વાચ્ય એવા ઘટાદિ અર્થો વચ્ચે કોઈ સંબંધ નથી અને વિકલ્પથી જ શબ્દો દ્વારા બોધ કરાવવાનો વ્યવહાર પ્રવર્તે છે તેમાં બૌદ્ધદર્શનનાં વચનોની સાક્ષી આપે છે એ પ્રમાણે વક્તાના વિકલ્પની યોનિવાળા શબ્દો છે=વક્તાને અંદર થયેલો વિકલ્પ, અને તે વિકલ્પથી શબ્દો ઉત્પન્ન થયા છે અને તે વિકલ્પથી ઉત્પન્ન
થયેલા શબ્દોની યોનિવાળા વિકલ્પો શ્રોતાને થાય છે અર્થાત્ તે શબ્દોથી શ્રોતામાં તે પ્રકારના વિકલ્પો થાય . છે. તેથી શબ્દ અને વિકલ્પો વચ્ચે કાર્યકારણભાવ છે પરંતુ શબ્દો વાચ્ય અર્થને સ્પર્શતા નથી.
જેમ ચક્ષુનો દૃશ્ય પદાર્થ સાથે સન્મુખભાવરૂપે સંસર્ગ છે તેથી ચક્ષુથી દૃશ્ય એવા ઘટાદિનો બોધ થાય છે તેમ શબ્દો વાચ્ય અર્થને સ્પર્શતા નથી તેથી શબ્દોથી અર્થનો નિર્ણય થઈ શકે નહિ. વળી શબ્દો નિર્ણાયક નથી તેમ સ્વીકારવા છતાં શબ્દોથી થતો વ્યવહાર વિકલ્પો દ્વારા સંગત છે તેમ શબ્દોને સાંભળીને લોકવ્યવહારમાં પ્રવૃત્તિ પણ થાય છે તે સંગત થાય છે તે બતાવવા અર્થે બૌદ્ધદર્શનવાદી કહે છે –
કોઈ વક્તા કોઈ પુરુષને કહે કે ગાયને લઈ આવ તે વખતે વક્તાને ચિત્તમાં વિકલ્પો થયેલ કે ગાયરૂપ અર્થને લાવવાની ક્રિયા કરાવવા અર્થે હું આ પુરુષને આ શબ્દોથી બોધ કરાવું. એ પ્રકારનો વિકલ્પ કરીને ‘મન’ એ પ્રયોગ કરે છે અને તે શબ્દો સાંભળીને શ્રોતામાં પણ તે પ્રકારનો વિકલ્પ થાય છે કે આ પુરુષ મને ગાયરૂપ અર્થને લાવવાનું કહે છે અને તે વિકલ્પથી શ્રોતાની ગાયને લાવવારૂપ પ્રવૃત્તિ થાય છે માટે લોકમાં ભાષા દ્વારા પ્રવૃત્તિની અનુપપત્તિ નથી.
વળી જેમ બોલાયેલી ભાષા અને અર્થ વચ્ચે સંબંધ નથી તેથી ભાષા નિર્ણાયક નથી તોપણ ભાષાથી થતો લોકવ્યવહાર અને ભાષાથી થતી તે પ્રકારની પ્રવૃત્તિ સંગત થાય છે તેમ અનુમાનમાં પણ વ્યાપ્તિજ્ઞાન અને અનુમેય અર્થ વચ્ચે સંબંધ નહિ હોવાથી અનુમાનને પ્રમાણ સ્વીકારી શકાય નહિ, તોપણ લોકવ્યવહારમાં જે અનુમાનનો પ્રયોગ થાય છે તેનો ઉચ્છેદ થાય નહિ; કેમ કે અનુમાન કરનાર પુરુષને અનુભવસિદ્ધ એવા પર્વતમાં અગ્નિ છે એ પ્રકારના પ્રમાવિશેષના કારણ એવા ધૂમ અને વહ્નિ વચ્ચેના વ્યાપ્તિ આદિનો અબાધ છે તેથી લોકમાં પ્રસિદ્ધ અનુમાન વ્યવહારનો ઉચ્છેદ નથી.
અહીં પ્રશ્ન થાય કે જો શબ્દો દ્વારા થતો અર્થબોધ કરાવવાનો વ્યવહાર પ્રામાણિક હોય અને તે પ્રમાણે પ્રવૃત્તિ પણ થઈ શકતી હોય છતાં ભાષા નિર્ણાયક નથી તેમ બૌદ્ધદર્શનકાર કેમ કહે છે ? તેથી કહે છે –