________________
ભાષારહસ્ય પ્રકરણ ભાગ-૧ | તબક-૧ | ગાથા-૧૩, ૧૪
પપ
પરિભાષકની ઇચ્છાનું અતિપ્રસંગનું ભંજકપણું છે. આશય એ છે કે દશવૈકાલિકસૂત્રના વાક્યશુદ્ધિ અધ્યયનની ચૂર્ણિ છે તે ચૂર્ણિકારને કોઈ વક્તા શ્રોતાને યથાર્થ બોધ કરાવવાનું કારણ બને તે પ્રકારના ઉપયોગપૂર્વક વચનપ્રયોગ કરતો હોય તે વચનપ્રયોગને ભાવભાષા તરીકે સ્વીકારવાનો અભિપ્રાય છે તે અભિપ્રાયથી ચૂર્ણિકારે ભાવભાષાનું લક્ષણ વચનપ્રયોગમાં સંગત થાય તે રીતે કરેલ છે, તેથી પરિભાષા કરનાર ચૂર્ણિકારની ઇચ્છાથી તે વચનને ભાવભાષા સ્વીકારવામાં અતિપ્રસંગ દોષની પ્રાપ્તિ નથી.
અહીં વિશેષ એ છે કે ગ્રહણ, નિસરણ અને પરાઘાતને દ્રવ્યભાષા સ્વીકારી. કોઈ વક્તા અત્યંત ઉપયોગપૂર્વક શ્રોતાને બોધ થાય તે પ્રકારે જે ભાષા બોલે છે તે નિસરણ થયેલી ભાષાને કે પરાઘાત પામેલી ભાષાને ભાવભાષા છે તેવો બોધ કરાવવાનો ચૂર્ણિકારનો આશય છે, તેથી કોઈ વક્તા ઉપયોગ વગર ભાષા બોલે તેની નિઃસરણભાષાને અને પરાઘાતભાષાને ચૂર્ણિકારને દ્રવ્યભાષા કહેવી છે અને ઉપયોગપૂર્વક બોલાયેલી વક્તાની નિસરણભાષાને અને પરાઘાતભાષાને ભાવભાષા કહેવી છે, તેથી ચૂર્ણિકારે ભાવભાષાનું લક્ષણ તે પ્રકારે કરેલ છે કે જેથી વચનપ્રયોગમાં ભાવભાષાનું લક્ષણ જાય. જ્યારે ભાષ્યકાર તે સ્થાનના પ્રસ્તાવને અનુરૂપ ઉપયોગપૂર્વક બોલનાર વક્તાના ભાષાના ઉપયોગને જ ભાવભાષા કહે છે. ll૧૩ અવતરણિકા :
ननु भाषा न निर्णायिका, तादात्म्यतदुत्पत्तिविरहेण शब्दार्थयोरसम्बन्धात्प्रतिनियतबोधानुपपत्तेः । न चैवं शब्दानामेवानुत्पत्तिप्रसङ्गोऽर्थबोधकत्वं प्रतिसन्धायैव तदुच्चारादिति वाच्यम् विकल्पेभ्य एव तदुत्पत्तेस्तेषामपि विकल्पजननेनैव चरितार्थत्वात् । उक्तं च - “विकल्पयोनयः शब्दा विकल्पाः शब्दयोनयः । કાર્યકાળતા તેષાં નાર્થ શબ્દાઃ કૃશત્ત્વપ II” () તિ
एवं च न 'गामानये त्यतः प्रवृत्त्यनुपपत्तिरपि, न चैवमनुमानोच्छेदः, तत्रानुभवसिद्धप्रमाविशेषकारणस्य व्याप्त्यादेरबाधाद्, अत्र तु संगतिबाधस्योक्तत्वादित्यत आह - અવતરણિકાર્ય :
ભાષા નિર્ણાયિકા નથી=અર્થનો બોધ કરાવનાર નથી; કેમ કે તાદાભ્યનો અને તદુત્પત્તિનો વિરહ હોવાથી ભાષાદ્રવ્ય અને ભાષાદ્રવ્યથી વાચ્ય અર્થ તે બે વચ્ચે તાદાભ્યસંબંધનો વિરહ છે અને તદુત્પત્તિસંબંધનો વિરહ છે તેથી, શબ્દનો અને અર્થનો અસંબંધ હોવાને કારણે પ્રતિબિયત બોધની અનુપપત્તિ છે પ્રતિનિયત ભાષા દ્વારા પ્રતિનિયત અર્થના બોધની અનુપપત્તિ છે અને આ રીતે પૂર્વમાં શંકાકારે કહ્યું કે ભાષા નિર્ણાયક નથી એ રીતે, શબ્દોની અનુપપત્તિનો પ્રસંગ છેઃલોકમાં બોધ