________________
પ૪
ભાષારહસ્ય પ્રકરણ ભાગ-૧ | સ્તબક-૧ | ગાથા-૧૩
ભાવભાષાનું પ્રતિપાદન :
શ્રોતાને આ વસ્તુનો બોધ કરાવવા અર્થે મારે આ શબ્દોથી કહેવું જોઈએ તેવો કોઈ પુરુષને બોધ હોય અને પોતાના બોધ અનુસાર તે વક્તા શ્રોતાને ઉચિત બોધ કરાવવા અર્થે જે ભાષા બોલે તે વક્તા તે પદાર્થ વિષયક સમ્યગુ ઉપયોગશાલી છે અને તેવો વક્તા જે ભાષા બોલે તે ભાવભાષા છે; કેમ કે ઉપયોગ એ ભાવ છે અને અનુપયોગ એ દ્રવ્ય છે એ પ્રકારનું વચન છે, તેથી પોતાને જે બોધ કરાવવો છે તે બોધ કરાવે તેવો ઉપયોગ જે વક્તાને વર્તતો હોય અને શ્રોતાને યથાર્થ બોધ કરાવે તે રીતે તે વચનપ્રયોગ કરે તે વચનપ્રયોગ ભાવભાષા છે અને શ્રોતાને જે બોધ કરાવવો છે તે બોધ માટે કયાં ઉચિત વચનો કહેવાં જોઈએ તેનો જેને બોધ નથી અથવા બોધ હોવા છતાં બોલતી વખતે તેવો ઉપયોગ નથી તે પ્રકારે બોલનારને બોલતી વખતે અનુપયોગ હોવાથી તેનું બોલાયેલું વચન દ્રવ્યભાષા છે.
આ કથનને દઢ કરવા અર્થે દશવૈકાલિકની વાક્યશુદ્ધિ અધ્યયનની ચૂર્ણિની ગ્રંથકારશ્રીએ સાક્ષી આપી તેનાથી ગાથાના પૂર્વાર્ધમાં કહેલ અર્થ પ્રાપ્ત થાય છે, કેમ કે ઉપયોગપૂર્વક બોલનારની ભાષા ભાવભાષા છે એ પ્રકારે ગ્રંથકારશ્રીએ જે કથન કર્યું છે તે જ કથન દશવૈકાલિકની ચૂર્ણિમાં છે પરંતુ ગ્રંથકારશ્રીએ ગાથાના ઉત્તરાર્ધમાં કહ્યું કે “ઉપયોગ ભાવ છે, અનુપયોગ દ્રવ્ય છે” એ વચન અનુસાર તો કોઈ પુરુષને અગ્નિનું જ્ઞાન હોય અને અગ્નિનો ઉપયોગ હોય તેના અગ્નિના ઉપયોગને ભાવઅગ્નિ કહી શકાય. તેમ કોઈ શ્રોતાને ઉચિત બોધ કરાવવા અર્થે કઈ ભાષા બોલવી જોઈએ કે જેથી તે ભાષા દ્વારા શ્રોતાને ઉચિત બોધ થાય તેવો વક્તા ઉપયોગપૂર્વક ભાષા બોલતો હોય તે વખતે શ્રોતાને ઉચિત બોધ કરાવવાને અનુકૂળ ભાષાનો ઉપયોગ છે તેને ભાવભાષા કહી શકાય, પરંતુ ઉપયોગપૂર્વક બોલાતી ભાષાનેaઉપયોગપૂર્વક બોલાતાં વચનોને, ભાવભાષા કઈ રીતે કહી શકાય ? અર્થાત્ કહી શકાય નહિ, એ પ્રકારની શંકાનું નિરાકરણ કરતાં ગ્રંથકારશ્રી કહે છે –
ઉપયોગ ભાવ છે એ પ્રકારના ગાથાના ઉત્તરાર્ધના કથન અનુસાર ભાવ જ ભાષા છે વક્તાનો યથાર્થ બોધ કરાવવાને અનુકૂળ ઉપયોગરૂપ ભાવ જ ભાષા છે, એ પ્રકારનો ભાષ્યકારે કરેલો અર્થ ચૂર્ણિકારના વચન અનુસાર ઘટતો નથી તોપણ ભાવથી ભાષા છે=શ્રોતાને યથાર્થ બોધ કરાવવાને અનુકૂળ ઉચિત ઉપયોગરૂપ ભાવથી બોલાયેલી ભાષા છે, એ પ્રકારે ભાવભાષાનો અર્થ કરીએ તો ગાથાના પૂર્વાર્ધમાં કહ્યું તે કથન સંગત થાય છે.
અહીં પ્રશ્ન થાય કે ભાષ્યકારે તો અગ્નિના ઉપયોગને ભાવ અગ્નિ સ્વીકારનાર દૃષ્ટિથી શ્રોતાને ઉચિત બોધ કરાવનાર વક્તાના ઉચિત ઉપયોગને ભાવભાષા કહેલ છે અને તે વચનાનુસાર ભાવભાષાનું લક્ષણ તેવા ઉપયોગથી બોલાતા વચનપ્રયોગમાં જવું જોઈએ નહિ પરંતુ ઉપયોગપૂર્વક બોલનાર વક્તાના ઉપયોગમાં જ ભાવભાષાનું લક્ષણ જવું જોઈએ, તેથી ઉપયોગપૂર્વક બોલાતા અલક્ષ્મરૂપ વચનમાં ગાથાના પૂર્વાર્ધમાં કરાયેલા ભાવભાષાના લક્ષણની અતિવ્યાપ્તિ છે, તેથી ગાથાના પૂર્વાર્ધમાં કરાયેલ લક્ષણ અતિવ્યાપ્તિના દોષવાળું છે. તેનું નિવારણ કરવા અર્થે ગ્રંથકારશ્રી કહે છે –