________________
૫૩
ભાષારહસ્ય પ્રકરણ ભાગ-૧ | સ્તબક-૧ | ગાથા-૧૩
ત્તિ' શબ્દ ઉદ્ધરણની સમાપ્તિ માટે છે.
અથ ..વિન્ II અથથી શંકા કરે છે કે અગ્નિના ઉપયોગનું ભાવ અગ્નિપણું છે તેમ ભાવભાષાપણું કહેવું જોઈએ=કઈ ભાષા શ્રોતાને બોધ કરવા માટે ઉપયોગી છે? તેના અર્થનો જ્ઞાતા હોય અને તે ભાષાના અર્થમાં ઉપયોગવાળો હોય તે પુરુષમાં ભાવભાષાપણું છે તેમ કહેવું જોઈએ, પરંતુ ઉપયોગના વિષયમાં વચનને નહિ શ્રોતાને બોધ કરાવવા માટે જે ઉપયોગ જોઈએ તે ઉપયોગના વિષયમાં વચનપ્રયોગ કરાતો હોય તે વચનપ્રયોગને ભાવભાષા કહેવી ઉચિત નથી. એ પ્રકારે અથથી પૂર્વપક્ષી કહે છે તેને ગ્રંથકારશ્રી કહે છે –
એમ ન કહેવું. ભાવ જ ભાષા છે એ પ્રકારના ભાષ્ય ઉક્ત અર્થની અનુપપત્તિ હોવા છતાં પણ ભાવથી ભાષા એ પ્રકારની ભંગીથી=એ પ્રકારના વિકલ્પથી, પ્રકૃતિની ઉપપત્તિ છે ઉપયુક્ત બોલનારની ભાષા ભાવભાષા છે એ વચનની સંગતિ છે.
અહીં શંકા થાય કે આગમથી ભાવનિક્ષેપો સ્વીકારવા અર્થે ભાષ્યકારશ્રીએ તદર્થનો જ્ઞાતા અને તદર્થમાં ઉપયુક્ત હોય તેને જ ભાવભાષા સ્વીકારે છે, તેથી ભાષાના પરમાર્થને જાણનાર પુરુષનો ભાષાના ઉપયોગરૂપ જે ભાવ છે તે જ ભાવભાષા છે એવો અર્થ ફલિત થાય, આમ છતાં ચૂર્ણિકારે ઉપયોગરૂપ ભાવને છોડીને ભાવભાષાનું લક્ષણ જેમાં પ્રાપ્ત ન થતું હોય તેવા ઉપયોગપૂર્વક બોલનારના વચનપ્રયોગને ભાવભાષા કહી. તેથી ભાષ્યકારને સંમત એવું પારમાર્થિક ભાવભાષાનું લક્ષણ ઉપયોગપૂર્વક બોલનારના વચનપ્રયોગરૂપ અલક્ષ્યમાં પ્રાપ્ત થાય છે, તેથી અતિપ્રસંગ દોષની પ્રાપ્તિ છે તેના નિવારણ માટે બીજો હેતુ કહે છે –
પરિભાષકની ઈચ્છાનું દશવૈકાલિકના ચૂણિકારરૂપ પરિભાષકની ઇચ્છાનું, અતિપ્રસંગભંજકપણું છે, એ પ્રમાણે દિશાસૂચક છે. ll૧૩ ભાવાર્થ
ગ્રંથકારશ્રીએ નોઆગમથી દ્રવ્યભાષા ગ્રહણ, નિઃસરણ અને પરાઘાતરૂપ છે એમ અત્યાર સુધી યુક્તિથી સ્થાપન કર્યું. વળી નિસર્ગકાળમાં ભાષાવર્ગણાના પુદ્ગલોમાં ભાષાપરિણામ હોય છે તે અપેક્ષાએ તે ભાવભાષા જ છે અને પરાઘાત પામેલા પુદ્ગલોમાં પણ ભાષાનો પરિણામ હોય છે તેથી તે ભાવભાષા જ છે, છતાં ભગવતીના વચનાનુસાર નિસર્ગકાળે જ ભાવભાષા છે. પરાઘાતકાળમાં નથી તે કઈ અપેક્ષાએ છે ? તેની સ્પષ્ટતા ગ્રંથકારશ્રીએ ગાથા-૧૨માં કરી અને વચનયોગપ્રભવ ભાષા છે અને એ સમયથી ભાષા બોલાય છે એ બે વચન અનુસાર નિસર્ગ અને પરાઘાતથી બોલાયેલી ભાષા ભાવભાષા છે, છતાં ગ્રહણ, નિસર્ગ અને પરાઘાતની ભાષાને દ્રવ્યભાષા કઈ રીતે સ્વીકારી શકાય ? તે નયદૃષ્ટિ ગ્રંથકારશ્રીએ ગાથા૧૧માં બતાવી અને તે દૃષ્ટિ અનુસાર ગ્રહણ આદિને દ્રવ્યભાષા સ્વીકારીએ તો ભાવભાષા કઈ છે ? તે બતાવવા અર્થે પ્રસ્તુત ગાથામાં કહે છે –