________________
પ૬
ભાષારહસ્ય પ્રકરણ ભાગ-૧ | તબક-૧ | ગાથા-૧૪ કરાવવા અર્થે જે શબ્દો બોલાય છે તે કોઈના દ્વારા બોલાવા જોઈએ નહિ તેમ સ્વીકારવાનો પ્રસંગ છે; કેમ કે અર્થબોધકત્વનું પ્રતિસંધાન કરીને જ બોલનાર પુરુષ મારાં વચનો શ્રોતાને પ્રતિનિયત અર્થનાં બોધક છે તેવું પ્રતિસંધાન કરીને જ, તેનો ઉચ્ચાર કરે છે=ભાષાનો ઉચ્ચાર કરે છે, એ પ્રમાણે ન કહેવું એ પ્રમાણે ન કહેવું, એમ ભાષા નિર્ણાયક નથી એમ કહેનાર પૂર્વપક્ષી કહે છે, કેમ કે વિકલ્પોથી જ=બોલનાર પુરુષના ચિત્તમાં વિકલ્પો થાય છે કે સામે રહેલા શ્રોતાને મારે બોધ કરાવવા અર્થે આ વસ્તુને આ શબ્દથી વાચ્ય કરીને કહેવું જોઈએ તે પ્રકારના વિકલ્પોથી જ, તેની ઉત્પત્તિ હોવાથી=વક્તાના શબ્દોની ઉત્પત્તિ હોવાથી, તેઓનું પણ=વક્તા દ્વારા વિકલ્પથી બોલાયેલા શબ્દોનું પણ, વિકલ્પના જનતથી જ ચરિતાર્થપણું છે તે શબ્દો વિકલ્પ કરીને વિશ્રાસ થાય છે. અને કહેવાયું છે.
“વિકલ્પયોનિ વાળા શબ્દો છે વક્તાના વિકલ્પરૂપ કારણથી શબ્દો ઉત્પન્ન થાય છે વિકલ્પો શબ્દયોનિવાળા છે=વક્તાના શબ્દો શ્રોતામાં તે પ્રકારના વિકલ્પોની ઉત્પત્તિનાં કારણ છે. તેઓની કાર્યકારણતા છે શબ્દો અને વિકલ્પો વચ્ચે ગાથાના પૂર્વાર્ધમાં કહ્યું તે પ્રકારની કાર્યકારણતા છે. શબ્દો અર્થને સ્પર્શતા પણ નથી.”
ઇતિ શબ્દ ઉદ્ધરણની સમાપ્તિ માટે છે.
અને આ રીતે=શબ્દો અને વિકલ્પો વચ્ચે કાર્યકારણતા છે એમ પૂર્વમાં સ્થાપન કર્યું એ રીતે, “ગાયને લઈ આવ” એ પ્રકારના વચનથી વક્તાના વચનથી, પ્રવૃત્તિની અનુપપત્તિ પણ નથી=શ્રોતાની ગાય લાવવા માટેની પ્રવૃત્તિની અઘટમાનતા પણ નથી. અને આ રીતે શબ્દો અને વિકલ્પો વચ્ચે કાર્ય કારણભાવ સ્વીકારીએ એ રીતે, અનુમાનનો ઉચ્છેદ નથી; કેમ કે ત્યાં=અનુમાનપ્રયોગમાં, અનુભવસિદ્ધ પ્રમાવિશેષતા કારણ એવા વ્યાપ્તિ આદિનો અબાધ છે, વળી આમાં=ભાષા નિર્ણાયિકા નથી એ કથનમાં, સંગતિબાધતું જ ઉક્તપણું હોવાથી ભાષા નિર્ણાયિકા નથી એ કથનમાં દોષ નથી, એ પ્રકારે અધ્યાહાર છે. એથી ગ્રંથકારશ્રી કહે છે – ભાવાર્થ -
ઋજુસૂત્રાદિ પર્યાયાસ્તિકનય તાદાભ્ય અને તદુત્પત્તિ બે સંબંધ સ્વીકારે છે અને તેને સ્વીકારનાર બૌદ્ધદર્શનવાદી છે. તે કહે છે કે વસ્તુનો પોતાના સ્વરૂપ સાથે તાદાભ્યસંબંધ છે અને વસ્તુ ક્ષણિક હોવાથી પૂર્વ ક્ષણની વસ્તુનો ઉત્તર ક્ષણની વસ્તુ પ્રત્યે તદુત્પત્તિસંબંધ છે. એ સિવાય જગતમાં કોઈ વસ્તુનો પરસ્પર સંબંધ નથી અને ભાષા બોલનાર પુરુષની ભાષા અને ભાષાથી વાચ્ય અર્થ એ બે વચ્ચે તાદાભ્ય અને તદુત્પત્તિસંબંધ નથી, તેથી પુરુષ દ્વારા બોલાતા શબ્દો અને તે શબ્દોથી વાચ્ય અર્થ તે બે વચ્ચે અસંબંધ હોવાથી બોલાયેલા શબ્દોથી પ્રતિનિયત એવા અર્થનો બોધ થઈ શકે નહિ. માટે ભાષા અર્થની નિર્ણાયિકા નથી તેથી ભાષાને પ્રમાણભૂત સ્વીકારી શકાય નહિ.
આ પ્રકારે ઋજુસૂત્રનયની સૂક્ષ્મદ્રષ્ટિથી એકાંતે કહેનારને કોઈ કહે કે જો ભાષાથી નિર્ણય થતો ન હોય તો ભાષા બોલનાર પુરુષ શબ્દોને જ બોલે નહિ; કેમ કે બોલનાર પુરુષનો આશય સામે વ્યક્તિને અર્થનો