________________
ભાષારહજ્ય પ્રકરણ ભાગ-૧ | તબક-૧ | ગાથા-૧૪
‘હવે માનું છું એ અવધારિણી ભાષા છે ? હવે હું ચિંતવન કરું છું એ અવધારિણી ભાષા છે ? તે પ્રમાણે હું માનું છું' એ અવધારિણી ભાષા છે ? તે પ્રમાણે હું ચિંતવન કરું છું એ અવધારિણી ભાષા છે ? તેને ભગવાન ઉત્તર આપતાં કહે છે – હે ગૌતમ ! ઢંતા–ખરેખર છે. શું છે ? તે કહે છે – ‘માનું છું એ અવધારિણી ભાષા છે. ‘ચિતવન કરું છું એ અવધારિણી ભાષા છે. હવે હું માનું છું એ અવધારિણી ભાષા છે. હવે હું ચિંતવન કરું છું’ એ અવધારિણી ભાષા છે. તે પ્રમાણે હું માનું છું એ અવધારિણી ભાષા છે. તે પ્રમાણે હું ચિંતવન કરું છું એ અવધારિણી ભાષા છે.” (પ્રજ્ઞાપતાસુત્ર ભાષાપદ સૂ. ૧૬૧)
ત્તિ' શબ્દ ઉદ્ધરણની સમાપ્તિ માટે છે. ૧૪ ભાવાર્થ -
પૂર્વમાં ગ્રંથકારશ્રીએ સ્થાપન કર્યું કે જે વક્તા તદર્થનો જ્ઞાતા હોય અને શ્રોતાને યથાર્થ જ્ઞાન થાય તે પ્રકારે ઉપયોગપૂર્વક બોલતો હોય તેની ભાષા પદાર્થનો યથાર્થ નિશ્ચય કરાવનાર છે. ત્યાં નાસ્તિકદર્શનવાદી કહે કે પ્રત્યક્ષથી અતિરિક્ત અનુમાન પણ પ્રમાણ નથી ત્યાં શબ્દ ક્યાંથી પ્રમાણ થઈ શકે ? અર્થાતુ અનુમાન પ્રમાણ નથી માટે શબ્દ પણ પ્રમાણ નથી.
ત્યાં પ્રશ્ન થાય કે લોકમાં પણ ધૂમાદિને જોઈને પર્વતમાં અગ્નિ આદિ છે એ પ્રકારનો વ્યવહાર થાય છે. તેથી અનુમાન પ્રમાણ નથી તેમ કેમ કહી શકાય ? તેના નિરાકરણ માટે નાસ્તિક યુક્તિ આપે છે –
મહાનસ આદિમાં ધૂમ અને અગ્નિનું સાહચર્ય દર્શન થાય છે તે સાહચર્ય દર્શનના કારણે પર્વતમાં ધૂમને જોઈને ત્યાં અગ્નિ હશે એ પ્રકારની સંભાવનાથી જ પર્વતમાં અગ્નિ છે ઇત્યાદિ વ્યવહારની સંગતિ છે તેથી અનુમાનમાં પણ સંભાવનાથી પ્રવૃત્તિ હોવાને કારણે અનુમાન પ્રમાણ નથી અર્થાત્ પદાર્થનો નિશ્ચય કરાવનાર નથી તેમ શબ્દ પણ પદાર્થનો નિશ્ચય કરાવનાર નથી આ પ્રકારની નાસ્તિકની શંકાના નિવારણ અર્થે ગાથાના ઉત્તરાર્ધમાં કહે છે –
નિર્ણયના હેતુથી સાધ્યની સંભાવના નથી એ પ્રમાણે જાણવું અર્થાત્ અનુમાનમાં વ્યાપ્તિજ્ઞાન નિર્ણયનો હેતુ છે તેનાથી સાધ્યની સંભાવના નથી પરંતુ નિશ્ચય છે તેમ તદર્થનો જ્ઞાતા અને ઉપયોગપૂર્વક બોલનાર વક્તાનું વચન પદાર્થના નિર્ણયનો હેતુ છે તેનાથી સંભાવના સાધ્ય નથી પરંતુ નિર્ણય જ સાધ્ય છે, માટે ભાષા નિર્ણાયક છે આથી જ આપ્ત એવા સર્વજ્ઞના વચનથી અતીન્દ્રિય પદાર્થનો યથાર્થ નિર્ણય થાય છે પરંતુ આ વચનાનુસાર અતીન્દ્રિય પદાર્થો હશે તેવી સંભાવના કરાતી નથી.
આ રીતે ગાથાના ઉત્તરાર્ધનો અર્થ કર્યા પછી નાસ્તિક જે કહે છે કે અનુમાન પ્રમાણ નથી પરંતુ વ્યવહારમાં જે અનુમાન કરાય છે ત્યાં પણ ધૂમાદિના દર્શનથી સંભાવનાથી જ પ્રવૃત્તિ થાય છે તેનું નિરાકરણ કરવા અર્થે ગ્રંથકારશ્રી કહે છે –
સંભાવના સંશયરૂપ જ છે અને તે સંભાવના પરામર્શ આદિ નિશ્ચયના હેતુથી સાધ્ય નથી; કેમ કે