________________
૪૮
ભાષારહસ્ય પ્રકરણ ભાગ-૧ | સ્તબક-૧ | ગાથા-૧૨
ભાષ્યમાણ ભાષા એ પ્રકારનું ભગવતીનું વચન બતાવીને તેમાં હેત કહેલ કે ત્યાં ભાવભાષાનું ગ્રહણ છે અન્યથા પૂર્વમાં નહિ અને પશ્ચાત્ નહિ એ પ્રકારના ભગવતીના વચનના અવધારણની અનુપપત્તિ છે એ રૂપ હેતુનું અભિધાન હોવાથી, ભાષાપરિણામના ઉત્તરકાળમાં પણનિસર્ગના ઉત્તરકાળમાં પણ, અપ્રત્યુહ છેઃઉત્તરકાળમાં ભાષાપરિણામનું અનિરાકરણ છે. આનાથી શું ફલિત થાય ? તે સ્પષ્ટ કરતાં ગ્રંથકારશ્રી કહે છે –
શાર્થવિયો’ એ રૂપ હેતુથી–નિસર્ગની ક્રિયારૂપ ભાવભાષા ગ્રહણ કરવામાં આવે તો ઉત્તરની ભાવભાષામાં ક્રિયારૂપ ભાવભાષાનો વિયોગ છે એ હેતુથી, ત્યારે=નિસર્ગ કર્યા પછી, ક્રિયારૂપ ભાવભાષાનો જ નિષેધ છે એ પ્રમાણે અમે જાણીએ છીએ. II૧૨ાા ભાવાર્થ :
ગાથા-૧૧માં ગ્રંથકારશ્રીએ કહ્યું કે ગ્રહણ, નિસર્ગ અને પરાઘાત ભાષામાં દ્રવ્યભાષાપણું અપેક્ષાએ છે અને તે અપેક્ષા ન સ્વીકારીએ તો શાસ્ત્રનાં ત્રણ વચનો સાથે વિરોધ આવે.
(૧) શાસ્ત્રમાં કહેલ છે કે બે સમય દ્વારા ભાષાને બોલનાર પુરુષ બોલે છે તે કથન અનુસાર બોલનાર પુરુષ પ્રથમ સમયમાં ભાષાદ્રવ્યને ગ્રહણ કરે છે અને બીજા સમયમાં ભાષારૂપે પરિણમન પમાડીને નિસર્ગ કરે છે, તેથી તે બોલાયેલી ભાષા નિસર્ગ સમયે ભાવભાષા છે; કેમ કે ભાષાનો પરિણામ વર્તે છે અને ગ્રહણ સમયે દ્રવ્યભાષા છે; કેમ કે ભાષાનો પરિણામ પ્રગટ થયો નથી. જેમ માટીમાં ઘટનો પરિણામ પ્રગટ ન થયો હોય ત્યારે માટી દ્રવ્યઘટ કહેવાય, તેમ જે ભાષાવર્ગણામાં ભાષાપરિણામ પ્રગટ ન થયો હોય તે ભાષાવર્ગણા દ્રવ્યભાષા કહેવાય અને જે માટીમાં ઘટનો પરિણામ પ્રગટ થયો હોય તે ભાવઘટ કહેવાય તેમ જે ભાષાવર્ગણામાં નિસર્ગને કારણે ભાષાપરિણામ પ્રગટ થયો હોય તે ભાવભાષા કહેવાય. તેથી નિસર્ગ સમયે ભાવભાષા હોવા છતાં તે કથનના વિરોધના પરિવાર અર્થે ગ્રહણ, નિસર્ગ અને પરાઘાતને દ્રવ્યભાષા સ્વીકારવા માટે ગ્રંથકારશ્રીએ ગાથા-૧૧માં આપેલ યુક્તિનું જ ગ્રહણ કરવું જોઈએ, જેથી પ્રસ્તુત કથન સાથે વિરોધ થાય નહીં.
વળી શાસ્ત્રમાં કહેલ છે કે વચનયોગપ્રભવ ભાષા છે તે વચન અનુસાર નિસર્ગકાળમાં બોલાયેલી ભાષા ભાવભાષા છે તેમ સ્વીકારવું પડે; કેમ કે વચનયોગ નિસર્ગને અનુકૂળ કાય આરંભ છે અથવા કાયયોગથી ગ્રહણ કરાયેલા ભાષાદ્રવ્યના પુદ્ગલોથી યુક્ત જીવવ્યાપાર છે એ પ્રકારે વચનયોગનો અર્થ થઈ શકે છે અને તે બન્ને અર્થ અનુસાર વાગ્યોગથી પ્રભવ ભાષા ભાવભાષા માનવી પડે; કેમ કે ભાષા પરિણતિને અનુકૂળ વચનનો વ્યાપાર તે વાગ્યોગ છે તે સ્વીકારવાથી તે વચનયોગથી થયેલી ભાષા ભાષાપરિણામરૂપ છે માટે ભાવભાષા છે. પ્રસ્તુત શાસ્ત્રવચન સાથે નિસર્ગ કરાયેલી ભાષાને દ્રવ્યભાષા કહેવામાં વિરોધ હોવાથી ગાથા-૧૧માં બતાવ્યું તે યુક્તિથી નિસર્ગ કરાયેલી ભાષાને દ્રવ્યભાષા સ્વીકારવી જોઈએ, જેથી અપેક્ષાભેદને કારણે પરસ્પર વિરોધ પ્રાપ્ત થાય નહીં. વળી ભગવતીસૂત્રના “બોલાતી હોય તે ભાષા છે' એ વચન અનુસાર પણ નિસર્ગ કરાયેલી ભાષા