________________
૪૬
ભાષારહસ્ય પ્રકરણ ભાગ-૧ | સબક-૧ | ગાથા-૧૨ ગાથામાં કહ્યું તેમ ન સ્વીકારવામાં આવે તો, ખરેખર બે સમયથી ભાષા બોલે છે એ પ્રકારના શાસ્ત્રવચનનો વિરોધ થાય. કેમ વિરોધ થાય ? તે સ્પષ્ટ કરે છે –
આ=બે સમયમાં ભાષા બોલે છે એ કથન, પ્રથમ સમયમાં ભાષાદ્રવ્યને ગ્રહણ કરીને બીજા સમયમાં ભાષારૂપે પરિણમત પમાડીને નિસર્ગ અભિપ્રાયથી સંગત થાય છે બીજા સમયે નિસર્ગ કરે છે એ પ્રકારે સ્વીકારવાથી સંગત થાય છે, અને એ રીતે બીજા સમયે ભાષારૂપે પરિણમત પમાડીને નિસર્ગ કરે છે એ રીતે, નિસર્ગ સમયે ભાષાદ્રવ્યોનું ભાવભાષાપણું જ છે, એથી ગ્રહણ જ દ્રવ્ય ભાષા થાય, નિસર્ગાદિ=નિસર્ગ અને પરાઘાત ન થાય દ્રવ્યભાષા ન થાય, એથી ઉક્ત વિવક્ષા જ=ગાથા-૧૧માં કહ્યું કે દ્રવ્યની અને ક્રિયાની પ્રધાનતાથી દ્રવ્યભાષા કહેલ છે એ વિવફા જ, આદરણીય છે.
આ રીતે=જેમ બે સમયથી ભાષા બોલે છે એ વચન વિરોધી છે એ રીતે, વચનયોગપ્રભવ ભાષા છે એ પણ નિસર્ગકાલમાં ભાવભાષા ન સ્વીકારવામાં વિરોધ પામે છે. હિન્જ કારણથી, વચનયોગ નિસર્ગ અનુકૂલ કાયસંરંભ છે=કાયવ્યાપાર છે, અથવા કાયયોગથી ગ્રહણ કરાયેલા વાદ્રવ્યના સમૂહથી યુક્ત જીવવ્યાપાર છે એ અવ્ય છે. બન્ને રીતે પણ વચનયોગનો બે પ્રકારે અર્થ કર્યો એ બન્ને રીતે પણ, તજ્જવ્ય વાગ્યોગજન્ય, ભાવભાષા સ્વીકારવી જોઈએ; કેમ કે અવ્યથા=વચનયોગજન્ય ભાષાને ભાવભાષા સ્વીકારવામાં ન આવે તો, ભાષાપરિણતિ અનુકૂળ એવા વાગ્યોગનું વિફળપણું થાય. વધારે શું કહેવું? આ રીતે વચનયોગપ્રભવ ભાષા છે એ વચનનો જેમ વિરોધ થાય એ રીતે, ભાષ્યમાણ ભાષા એ પ્રકારનું ભગવતીનું વચન પણ વિરુદ્ધ થાય; કેમ કે અહીં ભાષ્યમાણ એવી ભાષા એ પ્રકારના ભગવતીના વચનમાં, ભાવભાષાનું જ વિધેયપણું છે. કેમ ભગવતીના વચનમાં ભાવભાષાનું જ વિધેયપણું છે ? એમાં હેતુ કહે છે –
અન્યથા=ભગવતીના વચનમાં ભાવભાષાને વિઘેય ન સ્વીકારવામાં આવે તો, પૂર્વમાં નહિ અને પશ્ચાત્ પણ નહિ એ પ્રકારના અવધારણાર્થ અનુપપત્તિ છે=ભગવતીસૂત્રમાં પૂર્વમાં પણ નહિ પશ્ચાતુ પણ નહિ એ પ્રકારનું અવધારણ કરેલ છે તે સંગત થાય નહિ=બોલાયેલી ભાષાને ભાવભાષા સ્વીકાર્યા વગર સંગત થાય નહીં.
ગ'થી શંકા કરે છે – ભાષ્યમાણ ભાષા એ કઈ રીતે કહી શકાય ? અર્થાત્ કહી શકાય નહિ. દિ જે કારણથી, ભાષા જ બોલાતી નથી, પરંતુ વિષય બોલાય છે એ પ્રમાણે પૂર્વપક્ષી કહે તો ગ્રંથકારશ્રી કહે છે કે તારી વાત સાચી છે.
છતાં ભાષ્યમાણ ભાષા છે એમ કેમ કહ્યું ? એમાં હેતુ બતાવે છે – ભાષાપદ સમભિવ્યાહાર વચનાર્થક ધાતુનું યત્નવિશેષપરપણું છે=ભાષમાણ ભાષા એ શબ્દમાં ભાષાપદની સાથે સમાન અર્થનો વાચક ભાષ્યમાણ ધાતુ છે તેથી ભાષ્યમાણ ધાતુનો અર્થ થ7વિશેષ