________________
૪૪
ભાષારહસ્ય પ્રકરણ ભાગ-૧ | સ્તબક-૧ | ગાથા-૧૧, ૧૨ વળી દ્રવ્યસ્તવમાં શ્રાવક ઉત્તમ દ્રવ્યથી ભગવાનની ભક્તિ કરે છે તેની પ્રધાનતા કરીને અને દ્રવ્યસ્તવથી તત્કાળ જ નિષ્પન્ન થતા વીતરાગગામી એવા જીવના પરિણામરૂપ ભાવસ્તવને ગૌણ કરીને શ્રાવકની પૂજાની ક્રિયાને દ્રવ્યસ્તવ કહેવાય છે. તે પૂજાની ક્રિયા દ્વારા ક્રમસર વિશુદ્ધ પરિણામને પામેલા શ્રાવકને
જ્યારે સર્વવિરતિનો પરિણામ પ્રાપ્ત થાય છે તે સર્વવિરતિના પરિણામને દ્રવ્યસ્તવના કાર્યરૂપ ભાવસ્તવ કહેલ છે. તેમ પ્રસ્તુતમાં પણ ભાષાવર્ગણાના દ્રવ્યને પ્રધાન કરીને દ્રવ્યભાષા કહેલ છે અને તે ભાષાદ્રવ્યમાં તત્કાળ વર્તતા ભાષાપરિણામની વિવક્ષા કર્યા વગર ગૌણ કરીને, તે ભાષાદ્રવ્યથી શ્રોતાને જે શ્રુતજ્ઞાનની પ્રાપ્તિ થાય છે તેને ભાવભાષા કહેલ છે. તેથી એ ફલિત થાય કે વક્તા દ્વારા ભાષારૂપે પરિણમન પામેલા ભાષાપુદ્ગલોમાં ભાવભાષા કહી શકાય એવો ભાષાપરિણામ વિદ્યમાન હોવા છતાં તેની વિવક્ષા કર્યા વગર ભાષાપુદ્ગલો દ્રવ્યરૂપ છે, જીવના પરિણામરૂપ નથી અને ભાષાદ્રવ્યો ગ્રહણની, નિઃસરણની અને પરાઘાતની ક્રિયારૂપ છે, જીવના પરિણામરૂપ નથી તેને ગ્રહણ કરીને ગ્રહણ, નિઃસરણ અને પરાઘાતરૂપ ભાષાદ્રવ્યમાં દ્રવ્યભાષાનો વ્યપદેશ કરેલ છે. II૧૧ાા અવતરણિકા :
अन्यथाङ्गीकारे दोषमाह - અવતરણિકાર્ય :
અન્યથા સ્વીકારમાં=બોલાયેલી ભાષામાં ભાષાનો પરિણામ વિદ્યમાન છે તેને અપ્રધાન કર્યા વગર બોલાયેલી ભાષાને દ્રવ્યભાષા સ્વીકારવામાં, દોષને ગ્રંથકારશ્રી બતાવે છે –
ગાથા :
अण्णह विरुज्झए किर दोहि अ समएहि भासए भासं । वयजोगप्पभवा सा, भासा भासिज्जमाणि त्ति ।।१२।।
છાયા :
अन्यथा विरुध्यते किल द्वाभ्यां च समयाभ्यां भाषते भाषां ।
वचोयोगप्रभवा सा भाषा भाष्यमाणेति ।।१२।। અન્વયાર્થ :
UOTE=અન્યથા દ્રવ્યની પ્રધાનતા કરીને અથવા ક્રિયાની પ્રધાનતા કરીને ભાષાપરિણામરૂપ ભાષાને દ્રવ્યભાષા ન સ્વીકારવામાં આવે તો, વિર–ખરેખર, વોદિ સમાદિ મા માસ=બે સમયથી ભાષાને બોલે છે, વયનોrgવા સકવચનયોગપ્રભવ તે=ભાષા છે, માસિક્તમાન માસા=ભાષ્યમાણ ભાષા છે, ઉત્ત==એ ત્રણ વચનો, વિ =વિરુદ્ધ થાય. ૧૨ા