________________
ભાષારહસ્ય પ્રકરણ ભાગ-૧ | સ્તબક-૧ | ગાથા-૧૨
૪૭
પર ગ્રહણ કરવાથી ભાષ્યમાણ ભાષા કહી શકાશે, આથી જ=ભાષ્યમાણ ભાષા એ પ્રયોગ ઉચિત છે આથી જ, વાણીનો ઉચ્ચાર કરે છે ઈત્યાદિ પ્રયોગ લોકમાં પણ થાય છે.
“નનુ'થી શંકા કરે છે – તોપણ આ કેવી રીતે થાય ?=ભાષ્યમાણ ભાષા છે, પૂર્વ અને ઉત્તરમાં તથી એ પ્રકારે જે ભગવતીમાં કહ્યું છે એ કેવી રીતે થાય ? અર્થાત્ થાય નહિ; કેમ કે અભિન્ન જ ભાષાદ્રવ્યોનું મંદ પ્રયત્નથી બોલાવાને કારણે અભિન્ન જ ભાષાદ્રવ્યોનું, આરંભથી શબ્દ પરિણામો ત્યાગ છેઃનિસર્ગના અનંતર તરત શબ્દ પરિણામનો ત્યાગ છે. વળી ભિન્ન એવા ભાષાદ્રવ્યનો લોક અભિવ્યાપ્તિ આદિથી પરથી પણ નિસર્ગના સમય પછી પણ, તત્પરિણામનું અવસ્થાન હોવાથી= ભાષાપરિણામનું અવસ્થાન હોવાથી, નિસર્ગ સમયમાં જ ભાષા છે=ભગવતીના કથનમાં કહ્યું તે. પ્રમાણે નિસર્ગના સમયમાં જ ભાષા છે, પૂર્વ ઉત્તરમાં નથી એ પ્રકારની પ્રતિજ્ઞાનો વિરોધ છે.
અહીં કોઈ પૂર્વપક્ષી કહે કે નિસર્ગ પછી વાસનાથી જ ભાષાપરિણામ હોવાને કારણે વિશેષ અભિધેય છેઃનિસર્ગ સમયમાં જ ઉચ્ચારણ કરાયેલી ભાવભાષા છે પછી વાસનાથી થયેલી ભાવભાષા છે માટે ઉચ્ચારણ કરાયેલી ભાવભાષારૂપ વિશેષ અભિધેય છે, એમ ન કહેવું કેમ કે તેના વડે ઉચ્ચારણ કરાયેલી ભાષા વડે, દ્રવ્યાન્તરોના ભાષાપરિણામના આધાનમાં પણ=અન્ય ભાષાપુદ્ગલોમાં વાસનાથી જ ભાષાપરિણામનું આધાર થવા છતાં પણ, નિસર્ગ કરાયેલાં દ્રવ્યોના=બોલનાર દ્વારા ભાષારૂપે મુકાયેલા ભાષારૂપે પરિણમન પામેલાં દ્રવ્યોના, તેનો અપરિત્યાગ છે=ભાષાપરિણામનો અત્યાગ છે.
અહીં કોઈ પૂર્વપક્ષી કહે કે ઋજુસૂત્રનયની દૃષ્ટિથી ઉપપતિ છેઃબોલાતા સમયમાં જ ભાવભાષા છે પછી નથી એની ઉપપતિ છે, એમ ન કહેવું; કેમ કે તે યદષ્ટિમાં પણ=ઋજુસૂત્રનયની દષ્ટિમાં પણ, પછી=બોલાયા પછી, તત્પરિણતિધારાનો અવિચ્છેદ છે નિસર્ગથી મુકાયેલા ભાષાદ્રવ્યમાં ભાષાપરિણતિની ધારાનો અવિચ્છેદ છે. વળી સ્થૂલકાળને ગ્રહણ કરીને=ભાગમાણ ભાષા એ કથનમાં નિસર્ગનો એકસમય ન ગ્રહણ કરતાં નિસર્ગનો સમય પૂલથી જયાં સુધી ભાષાપરિણામ રહે ત્યાં સુધી છે એ પ્રકારના પૂલકાળને ગ્રહણ કરીને, વર્તમાનત્વનો ઉપગ્રહ હોવાથી બોલાતી ભાષામાં નિસર્ગ સમયથી માંડીને ભાષાપરિણામ રહે ત્યાં સુધી નિસર્ગ_રૂપ વર્તમાનપણાનું ગ્રહણ થતું હોવાથી, દોષ નથી એમ ન કહેવું; કેમ કે વર્તમાન યત્નનો ઉપરમ હોવા છતાં પણ=બોલાતી ભાષામાં બોલાતા કાળમાં વર્તમાન યત્વ હોવા છતાં અને ત્યારપછી વર્તમાન યત્નનો ઉપરમ હોવા છતાં પણ, ભાષાપરિણામનો અનુપરમ છે (માટે ભાષ્યમાણ ભાષા એ પ્રકારના ભગવતીના વચનમાં પૂર્વ અને પશ્ચાત્ નથી એ કથન સંગત થાય નહિ) એ પ્રકારે ‘નથી શંકા કરનાર કહે તો ગ્રંથકારશ્રી કહે છે – તારું કથન બરાબર નથી; કેમ કે અહીં=ભાષ્યમાણ ભાષા છે એ પ્રકારના ભગવતીના વચનમાં, ક્રિયારૂપ ભાવભાષાનું જ=નિસર્ગની ક્રિયાકાળમાં પરિણમન પામેલી ક્રિયારૂપ ભાવભાષાનું જ, ગ્રહણ હોવાથી શબ્દાર્થની ઉપપત્તિ છે=ભાષ્યમાણ ભાષા એ કથનમાં પૂર્વ અને પશ્ચાત્ ભાવભાષા નથી એ કથનના શબ્દાર્થની ઉપપતિ છે, એથી હેતુનું અભિધાન હોવાને કારણે ગ્રંથકારશ્રીએ