________________
ભાષારહસ્ય પ્રકરણ ભાગ-૧ | સ્તબક-૧ | ગાથા-૧૨
ભાવભાષા છે તેમ સ્વીકારવું જોઈએ; કેમ કે ભગવતીસૂત્રમાં કહ્યું છે કે બોલાયા પૂર્વે ભાવભાષા નથી અને બોલાયા પછી ભાવભાષા નથી પરંતુ બોલતી વખતે જ ભાવભાષા છે. તેથી એ પ્રાપ્ત થાય કે ઘટ નિષ્પન્ન પૂર્વે માટી દ્રવ્યઘટ હોવા છતાં ભાવઘટ નથી અને ઘટ ફૂટ્યા પછી ઠીકરાં ભાવઘટ નથી પરંતુ ઘટઅવસ્થાનકાળમાં ભાવઘટ છે, તેમ ભાષા બોલ્યા પૂર્વે ભાવભાષા નથી અને બોલ્યા પછી ભાવભાષા નથી, પરંતુ નિસર્ગકાળમાં જ ભાવભાષા છે, તેથી ભગવતીના વચન સાથે પણ ગ્રહણ, નિસર્ગ અને પરાઘાતને દ્રવ્યભાષા સ્વીકારવાથી વિરોધ આવે તે વિરોધના પરિહાર અર્થે ગાથા-૧૧માં કહેલ યુક્તિ અનુસાર ગ્રહણાદિને દ્રવ્યભાષા સ્વીકારવી જોઈએ, જેથી વિરોધની પ્રાપ્તિ થાય નહીં.
આ રીતે નિસર્ગભાષાને ભાવભાષા કહેનારાં ત્રણ વચનોનો પરિહાર ગાથા-૧૧ અનુસાર કરવો જોઈએ તે બતાવ્યા પછી ભગવતીસૂત્રમાં કહ્યું કે ભાષ્યમાણ ભાષા છે તે વચન કઈ રીતે સંગત થાય ? તેમ પૂલથી જોનારને શંકા થાય; કેમ કે ભાષ્યમાણ ભાષાનો અર્થ બોલાતી ભાષા તેવો થાય. વસ્તુતઃ ભાષા બોલાતી નથી, પરંતુ ભાષા દ્વારા ભાષાના વિષયભૂત પદાર્થો બોલાયા છે, તેથી ભાષ્યમાણ ભાષા એ વચન સંગત થાય નહિ. તેને ગ્રંથકારશ્રી કહે છે –
સ્થૂલથી શંકાકાર કહે છે તે તેમ જ છે તેથી શંકાકારનું વચન સત્ય છે, તોપણ ભાષ્યમાણ ભાષામાં રહેલ ભાષાપદ તેની સાથે સંબંધિત રહેલ જે ભાષ્યમાણ શબ્દ તે વચનાર્થને કહેનાર ધાતુ છે તેથી તેનો અર્થ યત્નવિશેષ કરાય છે. તેથી બોલવાને અનુકૂળ યત્નવિશેષથી કરાતી ભાષા તે ભાવભાષા છે તેમ કહેવાય છે. જેમ ૩ઘતિ ધાતુ ઉચ્ચાર કરે છે તે અર્થને બતાવે છે, તેની સાથે સંબંધિત વારંનો યોગ હોય તો વારં ૩ષ્યતિ એ પ્રયોગમાં વાણીને કરે છે તેવો અર્થ કરાય છે. તેમ યત્નવિશેષથી જે બોલાતી હોય તે ભાષા છે તેવો અર્થ ભાષ્યમાણ ભાષાનો થઈ શકે છે.
અહીં શંકા કરે છે કે ભગવતીમાં ભાષ્યમાણ ભાષા કરીને બોલાયા પૂર્વે ભાષા નથી અને પશ્ચાતું પણ નથી તેથી માત્ર નિસર્ગકાળમાં જ ભાવભાષા છે, પૂર્વ અને પશ્ચાતું ભાવભા મા નથી એ વચન કઈ રીતે સંગત થાય ? અર્થાત્ થઈ શકે નહિ.
કેમ સંગત થઈ શકે નહિ ? તેમાં યુક્તિ બતાવે છે – જેઓ મંદ પ્રયત્નથી જ ભાષા બોલે છે તેઓના ભાષાદ્રવ્યમાં નિસર્ગ પછી તરત જ શબ્દપરિણામનો ત્યાગ થાય છે તેથી તે સ્થાનમાં કહી શકાય કે નિસર્ગ પછી ભાવભાષા નથી પરંતુ જેઓ તીવ્ર પ્રયત્નથી ભાષા બોલે છે તે ભાષામાં પૂર્વમાં કહ્યું તે પ્રમાણે ખંડો થાય છે અને તે ભાષાખંડો ચૌદ રાજલોકમાં વ્યાપ્ત થાય છે અને નિસર્ગ પછી પણ તેમાં કેટલાક કાળ શબ્દ પરિણામ રહી શકે છે માટે નિસર્ગ પછી પણ તે ભાષાને ભાવભાષા સ્વીકારવી જોઈએ, તેથી ભગવતીના વચન અનુસાર નિસર્ગ પછી ભાષા નથી એ વચન સંગત થાય નહિ.
અહીં કોઈ ભગવતીનું વચન સંગત કરવા અર્થે કહે કે નિસર્ગ પછી બોલાયેલી ભાષાથી વાસિત થયેલા પુદ્ગલો ભાષાપરિણામરૂપે રહે છે, તેથી નિસર્ગ સમયની જે ભાષા હતી તે ભાષામાં બોલાયા પછી