________________
ભાષારહસ્ય પ્રકરણ ભાગ-૧ |
બક-૧ | ગાથા-૧૧
ટીકા :
द्रव्यस्य च प्राधान्यं तथैव क्रियाणां ग्रहणादिरूपाणां, भावस्य च भाषापरिणामलक्षणस्य, अप्राधान्यमालम्ब्य=विवक्षाविषयीकृत्य, ग्रहणादिषु द्रव्यव्यपदेशः, तथा चोक्तं दशवैकालिकवृत्तौ – “एषा त्रिप्रकाराऽपि क्रिया द्रव्ययोगस्य प्राधान्येन विवक्षितत्वात् द्रव्यभाषेति भाव ।” इति (दशवै. अध्य. ७, नि. IT. ર૭૨ તા. વૃત્ત) ા૨ા . ટીકાર્ચ - દ્રશ્ય .... દ્રવ્યપદેશ: દ્રવ્યતા અને તે પ્રકારે જ ગ્રહણાદિરૂપ ક્રિયાના પ્રાધાન્યનું અને ભાવના=ભાષાપરિણામરૂપ ભાવના, અપ્રાધાન્યનું આલંબન કરીને વિવક્ષાનો વિષય કરીને, ગ્રહણાદિમાં ગ્રણાદિ ત્રણ ક્રિયાઓમાં, દ્રવ્યનો વ્યપદેશ છે દ્રવ્યભાષાનો વ્યપદેશ છે.
તથા સશનિવૃત્ત – અને તે પ્રમાણે ગાથામાં કહ્યું તે પ્રમાણે, દશવૈકાલિકની વૃત્તિમાં કહેવાયું છે. - “ષા ....... કૃતિ | “આ ત્રણ પ્રકારની પણ ક્રિયા દ્રવ્યયોગના પ્રાધાન્યથી વિવક્ષિતપણું હોવાથી દ્રવ્યભાષા છે એ પ્રકારનો ભાવ છે.” (દશવૈકાલિકનિયુક્તિ અધ્યયન-૭, નિર્યુક્તિગાથા-૨૭૧, હરિભદ્રસૂરિ ટીકા)
‘ત્તિ' શબ્દ ઉદ્ધરણની સમાપ્તિ માટે છે. [૧૧] ભાવાર્થ :દ્રવ્યના પ્રાધાન્યની વિક્ષાથી ગ્રહણાદિ ભાષા દ્રવ્યભાષા :
સામાન્યથી ભાષાવર્ગણાના પુલો દ્રવ્યભાષા કહેવાય અને જીવના પ્રયત્નથી જ્યારે તે ભાષાવર્ગણાના પુદ્ગલોમાં ભાષાનો પરિણામ થાય ત્યારે તે ભાષાને ભાવભાષા કહેવાય; આમ છતાં પ્રસ્તુતમાં ગ્રંથકારશ્રીએ નામ, સ્થાપના આદિ ચાર નિક્ષેપ બતાવતી વખતે નોઆગમથી તવ્યતિરિક્તરૂપ દ્રવ્યભાષાના ત્રણ ભેદરૂપે ગ્રહણ, નિસરણ અને પરાઘાતને બતાવી છે. તેથી ભાષારૂપે પરિણામ પામેલા પુદ્ગલોને દ્રવ્યભાષા કઈ રીતે કહેવાય ? તેની સ્પષ્ટતા કરતાં ગ્રંથકારશ્રી કહે છે –
ભાષાવર્ગણાના પુદ્ગલોમાં વર્તતા ભાષાપરિણામરૂપ ભાવની વિવક્ષા કર્યા વગર તે ભાષાદ્રવ્યમાં વર્તતા દ્રવ્યપણાની પ્રધાનતા કરી અને ગ્રહણાદિ ત્રણ ક્રિયાની પ્રધાનતા કરીને ભાષારૂપે પરિણમન પામેલા પુદ્ગલોને દ્રવ્યભાષા ગ્રંથકારશ્રીએ કહેલ છે. જેમ સંયમની ક્રિયાઓથી નિષ્પન્ન થતો આત્માનો ચારિત્રનો પરિણામ તે ભાવચારિત્ર છે અને તેનું આચરણ ચારિત્રની બાહ્ય આચરણારૂપ ક્રિયા છે. તેથી ક્રિયાને દ્રવ્યચારિત્ર કહેવાય છે અને આત્મામાં નિષ્પન્ન થતા પરિણામને ભાવચારિત્ર કહેવાય છે. તેમ ભાષાદ્રવ્યમાં વર્તતા ગ્રહણ, નિઃસરણ અને પરાઘાતરૂપ ક્રિયાને પ્રધાન કરીને બોલાયેલ ભાષાને દ્રવ્યભાષા કહેલ છે અને તેનાથી ઉત્પન્ન થતા બોધરૂપ ભાષાને ભાવભાષા કહેલ છે. પરંતુ ભાષાપુદ્ગલમાં વર્તતા ભાષાપરિણામની વિવક્ષા કરી નથી.