________________
૧૦
ભાષારહસ્ય પ્રકરણ ભાગ-૧ | તબક-૧ | ગાથા-૨ ज्ञशरीरभव्यशरीरव्यतिरिक्तद्रव्ये च विषये, त्रिविधा त्रिप्रकारा, भाषेत्यस्य पूर्वतो विपरिणतानुषङ्गः ।
कास्तिस्रो विधा इत्याह, ग्रहणं वचोयोगपरिणतेनात्मना गृहितान्यनिसृष्टानि भाषाद्रव्याणि, तथा चेति समुच्चये, निसरणं उरःकण्ठादिस्थानप्रयत्नाद् यथाविभागं निसृज्यमानानि तान्येव, पराघातश्च= तैरेव भाषाद्रव्यैर्निसृष्टैः प्रेर्यमाणानि भाषापरिणतिप्रायोग्याणि द्रव्यान्तराणि, आह च नियुक्तिकारः‘दव्वे तिविहा गहणे निसरणे तह भवे पराघाये' त्ति (द. वै. नि. गा. २७१) अत्र च विषये सप्तमी ग्रहणादिक्रियामाश्रित्य वृत्तौ च 'ग्रहणे च' (द. वै. अध्य. ७, नि. गाथा २७१ हा. वृ.) इत्यादि व्याख्यानात् । अन्यथा तु 'तिविहा भासा तं जहा गहणं निसिरणं पराघातो' त्ति (द.नि. श्लो. १७३, चू. पृ. १५९) चूर्णिदर्शनात् प्रथमाऽपि नानुपपन्नैवेति ध्येयम् ।।२।। ટીકાર્ચ -
મત્ર ..... ટ્રાન્તરણ . અહીં=નિરૂપણીય એવી ભાષાના વિષયમાં, નામાદિ ચાર વિક્ષેપાઓ ચતુર વડે અનુયોગ કુશળ વડે જ્ઞાતવ્ય છે. તે ચાર નિક્ષેપાઓ સ્પષ્ટ કરે છે – નામભાષા, સ્થાપનાભાષા, દ્રવ્યભાષા અને ભાવભાષા. ‘તિ' શબ્દ ચાર વિક્ષેપાના કથનની સમાપ્તિમાં છે. ગાથાના ઉત્તરાર્ધનું ઉત્થાન કરે છે –
ત્યાં=ભાષાના ચાર વિક્ષેપામાં, સુગમપણું હોવાના કારણે નામ, સ્થાપના, આગમથી જ્ઞાતા અને અનુપયુક્ત, નોઆગમથી જ્ઞશરીર અને ભવ્ય શરીરરૂપ દ્રવ્યભાષાના નિક્ષેપની ઉપેક્ષા કરીને તથ્યતિરિક્ત= જ્ઞશરીર અને ભવ્ય શરીરથી વ્યતિરિક્ત, એવી દ્રવ્યભાષાના ભેદોને કહે છે – દ્રવ્યમાં=જ્ઞશરીર, ભવ્યશરીરથી વ્યતિરિક્ત દ્રવ્યના વિષયમાં, ત્રિવિધા–ત્રણ પ્રકારવાળી, ભાષા છે. ગાથામાં ભાષા શબ્દ નથી, તે ક્યાંથી આવ્યો ? તે સ્પષ્ટ કરવા અર્થે કહે છે –
ભાષા એ પ્રકારના આનું પૂર્વથી=પૂર્વની ગાથામાંથી વિપરિણતરૂપે અનુષંગ છે=પૂર્વની ગાથામાં ભાષારહસ્ય શબ્દ છે તેમાંથી રહસ્યરૂપ એક અંશનો ત્યાગ કરીને ભાષારૂપ અંશના ગ્રહણસ્વરૂપ વિપરિણતરૂપે ભાષાશબ્દનું પ્રસ્તુત ગાથામાં અનુસરણ છે, તેથી “ તિવિદા” પછી ભાષાનું યોજન છે. દ્રવ્યભાષા કઈ ત્રણ પ્રકારની છે ? એથી કહે છે –
ગ્રહણ વચનયોગથી પરિણત એવા આત્મા વડે ગ્રહણ કરાયેલાં અને નહીં ત્યાગ કરાયેલાં ભાષાદ્રવ્યો ગ્રહણદ્રવ્યભાષા છે. ગાથામાં તથા ' એ ત્રણ ભેદોના સમુચ્ચય માટે છે.