________________
ભાષારહસ્ય પ્રકરણ ભાગ-૧ | સ્તબક-૧ | ગાથા-૮
સર્વત્ર દંડાદિની સામગ્રીથી જ થાય છે અને જ્યારે નિષ્પન્ન થયેલા ઘટમાં છિદ્ર પડે છે ત્યારે પૂર્વનો ઘટ નાશ પામે છે અને નવો ઘટ ઉત્પન્ન થાય છે તે ઘટ પ્રત્યે દંડાદિ હેતુ નથી. તેને ગ્રંથકારશ્રી કહે છે –
વ્યવહારમાં સર્વત્ર ઘટ પ્રત્યે દંડાદિની હેતુતા પ્રસિદ્ધ હોવા છતાં ઘટવિશેષ પ્રત્યે જ દંડાદિ હેતુ છે એ પ્રકારની અપૂર્વ કલ્પના છે અર્થાત્ એ પ્રકારની કલ્પના કરવી ઉચિત નથી, પરંતુ પ્રસિદ્ધ વ્યવહાર અનુસાર ઘટસામાન્ય પ્રત્યે દંડાદિને હેતુ સ્વીકારવો ઉચિત છે.
વળી ગ્રંથકારશ્રી કોઈક નયદૃષ્ટિથી પૂર્વપક્ષીનું કથન સ્વીકારીને કહે છે કે ઘટવિશેષ પ્રત્યે દંડાદિ હેતુ છે તેમ હો, તોપણ ઘટમાં છિદ્ર ઉત્પન્ન થયું, ઘટ નાશ થયો નથી એ પ્રકારનો પ્રસિદ્ધ વ્યવહાર કેવી રીતે સંગત થાય ? તેથી તે વ્યવહારની સંગતિ કરવા માટે પૂર્વનો ઘટ અવસ્થિત છે ફક્ત પૂર્વે છિદ્રપર્યાયવગરનો તે ઘટ હતો હવે છિદ્રપર્યાયવાળો તે ઘટ થયો એમ સ્વીકારીએ તો જ ઘટમાં છિદ્ર ઉત્પન્ન થયું છે ઘટ નાશ પામ્યો નથી એ વ્યવહાર સંગત થાય, તેમ પ્રસ્તુત ભાષાદ્રવ્યમાં પણ માનવું જોઈએ કે અખંડપર્યાયવાળું ભાષાદ્રવ્ય તીવ્રપ્રયત્નથી ઉચ્ચારણને કારણે ખંડપર્યાયવાળું ઉત્પન્ન થયું છે; પરંતુ ભાષાદ્રવ્યનો ભાષાદ્રવ્યરૂપે વિનાશ થયો નથી. આ વિષયમાં અધિક ચર્ચા સંમતિની ટીકામાં છે.
આ રીતે તીવ્ર પ્રયત્નથી બોલાતી ભાષામાં ખંડાદિભેદોની પ્રાપ્તિ હોવા છતાં ભાષાદ્રવ્યનો નાશ નથી આથી તે ભાષાદ્રવ્ય લોકના અંત સુધી વ્યાપ્ત થાય છે તેમ સિદ્ધ કર્યું. હવે વસ્તુત:થી ગ્રંથકારશ્રી કહે છે કે સંયોગનો નાશ એ દ્રવ્યનો નાશક નથી, જેમ પટમાંથી એકાદ તંતુના સંયોગનો નાશ થાય તેટલા માત્રથી પટનો નાશ થતો નથી પરંતુ દ્રવ્યના નાશ માટે ભેદનું આવશ્યકપણું છે અર્થાત્ અનેક ભાષાદ્રવ્યના સમુદાયના સંયોગો છૂટા પડે એટલામાત્રથી ભાષાદ્રવ્યનો નાશ થતો નથી પરંતુ ભાષાવર્ગણાના સ્કંધમાં ભેદની પ્રાપ્તિ થાય તો જ ભાષાદ્રવ્યનો નાશ થાય અને તેનું દ્રવ્યનાશના કારણભૂત ભેદનું, ભેદવિશેષરૂપે દ્રવ્યનાશકપણું છે અને જે પુરુષ તીવ્ર પ્રયત્નથી ભાષાદ્રવ્ય બોલે છે તે વખતે અનેક ભાષા સ્કંધોનો પરસ્પર સંયોગ હોય છે અને તીવ્ર પ્રયત્નને કારણે તે ભાષાદ્રવ્યોના સંયોગોનો નાશ થાય છે તે ભેદરૂપ હોવા છતાં ભેદવિશેષ નથી અને જે ભેદવિશેષથી ભાષાદ્રવ્યનો સ્કંધ ભાષાદ્રવ્યમાં અપેક્ષિત પરમાણુની સંખ્યાથી ઓછા પરમાણુ પ્રમાણ સંખ્યાથી સ્કંધ નિષ્પન્ન કરે તે ભેદવિશેષથી ભાષાના સ્કંધનો નાશ થાય છે અને તે રીતે જે જીવો મંદ પ્રયત્નથી ઉચ્ચરિત ભાષાદ્રવ્ય બોલે છે તેઓની ભાષા મંદ ગતિથી ગમન કરે છે. અમુક ક્ષેત્ર ગયા પછી મંદગતિરૂ૫ ગતિવિશેષથી પ્રયુક્ત તે ભાષાદ્રવ્યનો ભેદ પ્રાપ્ત થાય છે અને તે ભેદ ભાષાદ્રવ્યના ધ્વંસનો જનક છે અને જેઓ તીવ્ર પ્રયત્નથી ભાષા બોલે છે તેઓના ગ્રહણ-નિસર્ગના પ્રયત્નથી જનિત જે ભેદ છે તે ભેદ ભાષાદ્રવ્યોના અનેક સ્કંધોના સમુદાયરૂપ એક મોટા સ્કંધસ્વરૂપ અખંડ ભાષાસ્કંધના નાશરૂપ છે પરંતુ ભાષાદ્રવ્યનો સ્કંધ ભાષાદ્રવ્યરૂપે ન રહે તેવા પ્રકારના સ્કંધના નાશરૂપ નથી તેથી તીવ્ર પ્રયત્નથી બોલાયેલી ભાષાના ખંડાદિ ભેદો ભાષાદ્રવ્યના નાશક નથી પરંતુ મોટા સ્કંધરૂપે રહેલ ભાષાદ્રવ્યના જ અનેક ભાષાદ્રવ્યના નાના નાના કંધો બનીને અન્ય અન્ય સ્કંધોને વાસિત કરીને ઉત્તર ઉત્તર નવા નવા ભાષાત્કંધોને ભાષારૂપે કરવાથી વૃદ્ધિ પામતા લોકના અંતને પામે છે. III