________________
૩૬
ભાષારહસ્ય પ્રકરણ ભાગ-૧ | તબક-૧ | ગાથા-૮
આદિ પ્રાપ્ત થાય એમ ત્રણ લોકને કેવળજ્ઞાનથી પ્રત્યક્ષ જોનારા તીર્થકરોએ જોયું છે તેથી તે પ્રમાણે પ્રજ્ઞાપના સૂત્રમાં કહેવાયું છે.
પ્રજ્ઞાપના સૂત્રમાં કહ્યું છે તેમ સ્વીકારવાથી ખંડભેદાદિનું લક્ષણ શું પ્રાપ્ત થાય છે ? તે ટીકાકારશ્રી સ્પષ્ટ કરે છે –
જેમ લોખંડના ખંડાદિનો ભેદ છે તેના જેવો જ ખંડાદિનો ભેદ છે આમ છતાં જે ભેદથી વસ્તુ દ્રવ્યાન્તરને પામે તેનાથી ભેદની અપેક્ષાવાળું એવું ભેદનિષ્ઠ વૈલક્ષણ્ય ખંડભેદાદિમાં છે અર્થાત્ દ્રવ્યના નાશમાં જે પ્રકારનો ભેદ છે તેના કરતાં દ્રવ્યનો નાશ ન થાય તેવો વિલક્ષણ ભેદ ખંડભેદાદિમાં છે તેથી ભેદનિષ્ઠ વિલક્ષણપણું જ ખંડભેદાદિનું લક્ષણ છે.
વળી આ ખંડભેદાદિ વિલક્ષણ પ્રકારના ભેદો છે તે ભેદોમાં ખંડત્વ આદિ જાતિ છે કે ખંડત્વ આદિ ઉપાધિ છે ? એ પ્રકારનો તૈયાયિકની નિયષ્ટિથી જોનાર કોઈ પ્રશ્ન કરે તો ગ્રંથકારશ્રી કહે છે –
જાતિરૂપ હોય કે ઉપાધિરૂપ હોય તે જુદી વસ્તુ છે પરંતુ તે ભેદ દ્રવ્યનો નાશક નથી તે જ અમને પ્રસ્તુત છે; કેમ કે કોઈક નયદૃષ્ટિથી તે તે ખંડાદિમાં રહેલ વિલક્ષણપણાને જાતિરૂપે સ્વીકારવામાં ગ્રંથકારશ્રીને કોઈ વિરોધ નથી તો અન્ય નયદૃષ્ટિથી તે ભેદમાં રહેલ વિલક્ષણપણાને ઉપાધિરૂપ સ્વીકારવામાં પણ વિરોધ નથી. આ પાંચ ભેદને સ્વીકારવા માટે ગ્રંથકારશ્રીએ પ્રજ્ઞાપના સૂત્રની સાક્ષી આપી તેથી ગ્રંથકારશ્રીએ આ પાંચભેદોને પ્રજ્ઞાપના સૂત્રના વચનથી સ્થાપન કરેલ છે તેમ સિદ્ધ થાય છે.
હવે ભાષાદ્રવ્યમાં રહેલા ખંડાદિ ભેદો દ્રવ્યના નાશક નથી તે કથનને યુક્તિથી સ્થાપન કરતાં ગ્રંથકારશ્રી કહે છે –
અહીં પૂર્વપક્ષી શંકા કરે કે ભાષા બોલનાર પુરુષ તીવ્ર પ્રયત્નથી બોલે ત્યારે તે ઉચ્ચારણ કરાયેલી ભાષા ખંડાદિ ભેદને પ્રાપ્ત કરતી હોય તો તે ભાષાદ્રવ્યોના નાશની પ્રાપ્તિ થાય; કેમ કે બોલાયેલી ભાષા ભાષાદ્રવ્યરૂપે હોવા છતાં પ્રયત્નને કારણે તેના ખંડાદિ ભેદો થાય તો જેમ ઘટના ખંડાદિ ટુકડા થાય તો ઘટ નાશ પામે તેમ ભાષાદ્રવ્યના પણ ખંડાદિ ટુકડા થવાથી ભાષાદ્રવ્યના નાશની પ્રાપ્તિ થાય. તેમાં પૂર્વપક્ષી યુક્તિ આપે છે કે જેમ ઘટના ટુકડા કરવામાં આવે ત્યારે તેના અવયવના વિભાગથી ઘટદ્રવ્યના અસમવાયીકારણભૂત વિજાતીય અવયવસંયોગનો નાશ થાય છે તેથી ઘટ નાશ થાય છે તેમ ભાષાદ્રવ્યના વિભાગથી ભાષાદ્રવ્યના અસમવાયીકારણભૂત વિજાતીય અવયવસંયોગનો નાશ થવાથી ભાષાદ્રવ્યના નાશની પ્રાપ્તિ છે. તેને ગ્રંથકારશ્રી કહે છે –
એમ ન કહેવું; કેમ કે ઘટમાં કોઈ છિદ્ર પડે ત્યારે તે ઘટમાં પૂર્વે છિદ્ર પર્યાય ન હતો અને છિદ્ર પડે ત્યારે છિદ્રપર્યાય ઉત્પન્ન થાય છે, તેથી તે છિદ્ર પર્યાયવાળો ઘટ નાશ પામ્યો તેમ કહેવાતું નથી, તેમ તીવ્ર પ્રયત્નથી બોલાયેલી ભાષામાં ખંડાદિ ભેદો થવાને કારણે ભેદપર્યાયનો ઉત્પાદ થવા છતાં પણ શાસ્ત્રમાં તે ભાષાદ્રવ્ય દ્રવ્યાન્તરરૂપે ઉત્પન્ન થયું છે તેમ સ્વીકાર્યું નથી, પરંતુ પૂર્વમાં ટુકડા વગરનું ભાષાદ્રવ્ય હતું અને તીવ્ર પ્રયત્નને કારણે તે ભાષાદ્રવ્ય જે ખંડાદિ પર્યાયવાળું ભાષાદ્રવ્ય ઉત્પન્ન થયું છે, પરંતુ ભાષાદ્રવ્ય નાશ પામીને