________________
ભાષારહસ્ય પ્રકરણ ભાગ-૧ | સ્તબક-૧ | ગાથા-૮
૩૫
દ્વિતીયાદિ સમયમાં અવસ્થિત જ ઘટનું દ્વિતીયાદિ સમયમાં વિશિષ્ટપણાથી ઉત્પાદનને કારણે=પેલા ઘટ કરતાં ભિન્ન પ્રકારના ઘટપણારૂપે ઉત્પાદનને કારણે, ધ્વસવ્યવહારનો પ્રસંગ આવશેકછિદ્રવાળા ઘટને ઘટનાશ થયો એ પ્રકારે કહેવાનો પ્રસંગ આવશે.
અહીં પૂર્વપક્ષી કહે કે છિદ્રઘટ પણ તે ઘટથી ભિન્ન જ ઉત્પન્ન થયો છે, માટે ઘટધ્વંસનો વ્યવહાર સંગત થશે. તેને ગ્રંથકારશ્રી કહે છે –
એ પ્રમાણે ન કહેવું; કેમ કે દંડાદિના અવ્યાપારથી તદ્ ઉત્પાદનું છિદ્રવાળા અન્ય ઘટના ઉત્પાદનું આકસ્મિકપણું છે.
દંડાદિ હેતુ ઘટવિશેષમાં જ છે પરંતુ અહીં પણ નથી છિદ્ર પડવાને કારણે નવો ઘટ ઉત્પન્ન થયો તેમાં પણ દંડાદિ હેતુ નથી, એ પ્રમાણે “'થી પૂર્વપક્ષી કહે તો તેને ગ્રંથકારશ્રી કહે છે –
આ અપૂર્વ કલ્પના છે-ઘટ માત્ર પ્રત્યે દંડાદિ વ્યાપાર હેતુ હોવા છતાં છિદ્ર ઘટ દંડાદિ વ્યાપાર વગર ન ઉત્પન્ન થયો એ અપૂર્વ કલ્પના છે.
અથવા તે પ્રમાણે હો પૂર્વપક્ષી કહે છે તેમ ઘટવિશેષમાં જ દંડાદિ હેતુ હો, તોપણ ઘટમાં છિદ્ર ઉત્પન્ન થયું છે ઘટ નાશ થયો નથી' એ પ્રકારનો વ્યવહાર કેવી રીતે ઉપપાદન થઈ શકે ? અર્થાત્ થઈ શકે નહિ. આ પ્રમાણે આ વિષયમાં અધિક કથન સમ્મતિટીકામાં છે.
વસ્તુતઃ સંયોગનાશનું દ્રવ્યનાશકપણું નથી પરંતુ ભેદનું જ આવશ્યકપણું છે દ્રવ્યનાશમાં અવયવના ભેદનું જ આવશ્યકપણું છે. અને તેનું ભેદવું, ભેદત્યેન તથાપણું નથી દ્રવ્યનાશકપણું નથી, પરંતુ ભેદવિશેષપણાથી દ્રવ્યનાશકપણું છે અને તે રીતે=ભેદવિશેષનું દ્રવ્યનાશકપણું છે તે રીતે, મંદપ્રયત્નઉચ્ચરિત ભાષાદ્રવ્યોના ગતિવિશેષથી પ્રયુક્ત ભેદનું મંદ ઉચ્ચારણને કારણે મંદગતિથી અમુક ક્ષેત્રના ગમનસ્વરૂપ ગતિવિશેષથી પ્રયુક્ત ભાષાઢંધોના ભેદવું, તäસજનકપણું હોવા છતાં પણ=ભાષાસ્કંધના ભાષાપરિણામનું ધ્વંસજનકપણું હોવા છતાં પણ, આદાન, નિસર્ગ પ્રયત્ન જનિતભેદનું તીવ્ર પ્રયત્નથી બોલનાર પુરુષના ભાષાદ્રવ્યના ગ્રહણ અને નિસર્ગના પ્રયત્નથી જવિત ખંડાદિ ભેદવું, તથાપણું તથી ભાષાસ્કંધના ભાષાપરિણામનો વિનાશ થાય તે પ્રકારના ભેદનું જનકપણું નથી, એ પ્રમાણે યથાસૂત્ર જે પ્રમાણે પ્રજ્ઞાપના સૂત્રમાં કહ્યું એ સૂત્ર અનુસાર, અમે યુક્ત જોઈએ છીએ. liટા ભાવાર્થખંડભેદાદિનું લક્ષણ -
પૂર્વમાં ગ્રંથકારશ્રીએ ખંડ, પ્રહર આદિ પાંચ ભેદો છે એમ કહ્યું એ પાંચ પ્રકારના ભેદો તીવ્ર પ્રયત્નથી બોલનાર પુરુષના ભાષાદ્રવ્યમાં પ્રાપ્ત થાય છે. જેમ લોખંડ આદિ દ્રવ્યોના ખંડભેદો પ્રાપ્ત થાય તેમ તીવ્રપ્રયત્નથી ઉચ્ચારણ કરીને બોલાયેલી ભાષામાં પણ લોખંડના ટુકડા આદિ જેવા જ ભાષાદ્રવ્યોના ટુકડા