________________
ભાષારહસ્ય પ્રકરણ ભાગ-૧ | સ્તબક-૧ | ગાથા-૮
૩૭ અન્ય દ્રવ્ય ઉત્પન્ન થયું છે એમ શાસ્ત્ર સ્વીકારતું નથી. શાસ્ત્રનું આ વચન ગ્રંથકારશ્રી યુક્તિથી બતાવતાં કહે
વિશિષ્ટ ઉત્પાદ બે પ્રકારનો છે. એક વિશિષ્ટ ઉત્પાદ વિશિષ્ટ ધ્વસને કરે છે અર્થાત્ દ્રવ્યનાશ થાય તેવા ધ્વસને કરે છે તેથી તે દ્રવ્ય અવિશિષ્ટરૂપે રહી શકતું નથી પરંતુ પૂર્વદ્રવ્ય કરતાં અન્ય દ્રવ્યરૂપ બને છે. જેમ ઘડાને તે રીતે ફોડી નાંખવામાં આવે કે તેના ઠીકરાની પ્રાપ્તિ થાય તે વખતે ઠીકરાનો વિશિષ્ટ ઉત્પાદ છે તે ઘટના ધ્વંસનું પ્રયોજક છે તેથી પૂર્વે જે ઘટ હતો તે સ્વરૂપે ઘટ અવસ્થિત રહેતો નથી.
વળી બીજો વિશિષ્ટ ઉત્પાદ વિશિષ્ટ ધ્વસનો પ્રયોજક છે. જેમ ઘટમાં છિદ્ર પડે ત્યારે છિદ્રવાળા ઘટનો જે ઉત્પાદ છે તે ઘટના એક દેશરૂપ વિશિષ્ટ ધ્વસનો પ્રયોજક છે, તેથી તે છિદ્રવાળા ઘટના ઉત્પાદ અવિશિષ્ટ એવા ઘટના અવસ્થાન પ્રત્યે વિરોધી નથી અર્થાત્ પૂર્વમાં પણ ઘટ હતો અને છિદ્ર પડ્યા પછી પણ ઘટ છે, તેથી ઘટનું અવિશિષ્ટ અવસ્થાન રહી શકે છે. તેમ ભાષાદ્રવ્યના ખંડાદિનો ઉત્પાદ પણ બીજા પ્રકારના વિશિષ્ટ ઉત્પાદ જેવો છે, તેથી અખંડ એવો ભાષાસ્કંધ ખંડરૂપે પ્રાપ્ત થાય તેવો વિશિષ્ટ ધ્વસ પ્રાપ્ત થવા છતાં તે ભાષાદ્રવ્યમાં ભાષાદ્રવ્યરૂપે વિશિષ્ટ અવસ્થાન પ્રાપ્ત થવામાં ખંડાદિનો ઉત્પાદ બાધક નથી. અને જો આવું ન માનીએ તો ઘટમાં છિદ્ર પડ્યા પછી દ્વિતીયાદિ સમયમાં અવસ્થિત ઘટનો દ્વિતીયાદિ સમયમાં વિશિષ્ટપણાથી ઉત્પાદ સ્વીકારવો પડે અર્થાત્ પૂર્વનો ઘટ નાશ પામ્યો અને છિદ્રાદિવાળો ઘટ ઉત્પન્ન થયો તેમ માનવું પડે અને તેમ સ્વીકારીએ તો છિદ્રાદિ પડ્યા પૂર્વનો ઘટ ધ્વંસ પામ્યો તેમ વ્યવહાર થવો જોઈએ. વસ્તુતઃ વ્યવહારમાં પણ કહેવાય છે કે પૂર્વે જે ઘટ હતો તે જ આ ઘટ છે ફક્ત તે ઘટમાં છિદ્ર પર્યાય ઉત્પન્ન થયો. તે રીતે તીવ્ર પ્રયત્નથી ઉચ્ચારણ કરાયેલી ભાષા પણ ખંડાદિભેદ પામે છે ત્યારે એમ જ કહેવું ઉચિત ગણાય કે પૂર્વે જે ભાષાદ્રવ્ય હતું તે જ આ ભાષાદ્રવ્ય છે, ફક્ત પૂર્વના ભાષાદ્રવ્યમાં ખંડપર્યાય ન હતો પરંતુ એક કંધપર્યાય હતો હવે તે ભાષાદ્રવ્યમાં ખંડાદિપર્યાયો ઉત્પન્ન થયા છે.
અહીં નૈયાયિક કહે કે ઘટમાં છિદ્ર પડે છે ત્યારે પૂર્વના ઘટનો નાશ થાય છે અને આ છિદ્રવાળો ઘટા તેનાથી ભિન્ન જ ઉત્પન્ન થાય છે માટે અવયવના સંયોગનો નાશ દ્રવ્યનો નાશક જ સ્વીકારવો જોઈએ. તેને ગ્રંથકારશ્રી કહે છે –
આ પ્રમાણે કહેવું ઉચિત નથી; કેમ કે ઘટની ઉત્પત્તિ પ્રત્યે દંડ, કુંભાર આદિનો વ્યાપાર કારણ છે. છિદ્રવાળા ઘટ પ્રત્યે દંડ, કુંભાર આદિનો વ્યાપાર દેખાતો નથી, તેથી છિદ્રવાળો ઘટ નવો ઉત્પન્ન થયો તેમ કહીએ તો દંડાદિ કારણસામગ્રી વગર આકસ્મિક ઘટ ઉત્પન્ન થયો છે તેમ માનવાની આપત્તિ આવે માટે પૂર્વનો ઘટ વિદ્યમાન છે, ફક્ત તેમાં ખંડપર્યાય ઉત્પન્ન થયો છે તેમ સ્વીકારવું ઉચિત છે. તેમ ભાષાદ્રવ્યમાં પણ ભાષાદ્રવ્યોના ખંડો થવા છતાં ભાષાદ્રવ્યોનો નાશ થયો નથી તેમ માનવું ઉચિત છે.
અહીં નૈયાયિક કહે કે ઘટવિશેષ પ્રત્યે જ દંડાદિ હેતુ છે, છિદ્રવાળા ઘટ પ્રત્યે દંડાદિ હેતુ નથી અર્થાત્ માટીમાંથી ઘટ નિષ્પન્ન કરવો હોય તે ઘટ પ્રત્યે દંડ, કુંભાર વગેરેનો વ્યાપાર હેતુ છે અને તે ઘટવિશેષ