________________
ભાષારહસ્ય પ્રકરણ ભાગ-૧ | સ્તબક-૧ | ગાથા-૩ છે ? યાવતું અનંતપ્રદેશવાળા છે ? આ પ્રકારની વિચારકને જિજ્ઞાસા થાય. દ્રવ્યથી ભાષાવર્ગણાના પુગલોના પ્રદેશો બતાવ્યા પછી જિજ્ઞાસા થાય કે તે ભાષાવર્ગણાના પુલો શું એકપ્રદેશમાં અવગાઢ છે ? બે પ્રદેશમાં અવગાઢ છે ? યાવત્ અસંખ્યાત પ્રદેશમાં અવગાઢ છે ? કેમ કે લોકાકાશના પ્રદેશો અસંખ્યાતથી અધિક નથી તેથી અસંખ્યાત સુધીની જિજ્ઞાસા થાય છે.
વળી કાળથી ગ્રહણ કરાયેલા તે ભાષાવર્ગણાના પગલો એકસમયની સ્થિતિવાળા છે ? બે સમયની સ્થિતિવાળા છે ? યાવત્ અસંખ્યાતસમયની સ્થિતિવાળા છે ? એ પ્રકારની જિજ્ઞાસા થાય; કેમ કે અસંખ્યાતસમયથી અધિક તે પુગલોનો તે પરિણામ પ્રાપ્ત થતો નથી તેથી અસંખ્યાતસમયથી અધિક સમયની જિજ્ઞાસા થતી નથી.
વળી વિચારકને જિજ્ઞાસા થાય કે ગ્રહણ કરાયેલા ભાષાવર્ગણાના પગલોમાં વર્ણ, ગંધ, રસ, સ્પર્શમાંથી શું છે અને શું નથી ? આ જિજ્ઞાસાનો ઉત્તર ગાથાના ઉત્તરાર્ધમાં આપતાં ગ્રંથકારશ્રી કહે છે –
દ્રવ્યાદિ ચારમાં જે વિશેષ છે તે સૂત્રમાં કહેલી નીતિથી યથાસંભવ ભાવન કરવો જોઈએ; કેમ કે જે વસ્તુ ઇન્દ્રિયગોચર ન હોય તે પદાર્થ અતીન્દ્રિય વસ્તુને કહેનાર શાસ્ત્રથી જ જાણી શકાય. - તે જિજ્ઞાસાની સ્પષ્ટતા ટીકામાં ગ્રંથકારશ્રી કરતાં કહે છે –
દ્રવ્યથી જે ભાષાવર્ગણાના પુદ્ગલો જીવ ગ્રહણ કરે છે તે અનંતપ્રદેશવાળા જ છે પરંતુ એક, બે પ્રદેશ આદિવાળા નથી; કેમ કે જીવથી ગ્રહણ કરવા યોગ્ય આઠ વર્ગણાઓ છે તે સર્વ વર્ગણાઓ અનંત પરમાણુઓની જ બનેલી છે. એક, બે પરમાણુ આદિ સ્વરૂપ પુદ્ગલોને સ્વભાવથી જ જીવ ગ્રહણ કરી શકતો નથી.
વળી જે ભાષાવર્ગણાના મુદ્દગલો જીવ ગ્રહણ કરે છે તે ક્ષેત્રથી અસંખ્યાત આકાશપ્રદેશોને જ અવગાહીને રહેલા છે; કેમ કે અસંખ્યાતથી ન્યૂન એકપ્રદેશ બે પ્રદેશ આદિ આકાશને અવગાહીને રહેલા યુગલોને જીવ ગ્રહણ કરી શકતો નથી.
વળી જે ભાષાવર્ગણાના પુલો જીવ ગ્રહણ કરે છે તે કાળથી એકસમયની સ્થિતિવાળા હોઈ શકે, બે સમયની સ્થિતિવાળા હોઈ શકે, યાવત્ અસંખ્યાતસમયની સ્થિતિવાળા પણ હોઈ શકે; કેમ કે પુદ્ગલો અવસ્થિતપરિણામવાળા અસંખ્યાતકાળ સુધી રહી શકે છે. તેથી એ પ્રાપ્ત થાય કે જે ભાષાવર્ગણાના પુદ્ગલો ગતિપરિણામથી વિરામ પામીને એકસમયની સ્થિતિવાળા છે અથવા ભાષાવર્ગણારૂપે પરિણમન પામીને એક જ સમય ભાષાપરિણામરૂપે રહેલા છે તેવા ભાષાપુદ્ગલોને જીવ ગ્રહણ કરે છે કે ગમનપરિણામથી વિરામ પામીને બે સમય, ત્રણ સમયથી માંડીને અસંખ્યાતસમય સુધી તે સ્થાનમાં રહેલા કે અસંખ્યાતસમયથી ભાષારૂપ પરિણમન પામેલા છે તેવા પુદ્ગલોને જીવ ભાષા બોલવા અર્થે ગ્રહણ કરે છે. વળી એકસમય સ્થિતિપણું કઈ રીતે પ્રાપ્ત થાય છે ? તે વિષયમાં બે મતો છે તે ટીકાકારશ્રી બતાવે છે - કોઈ જીવ ભાષાવર્ગણાના પુલો ગ્રહણ કરે અને તરત જ તેનો ત્યાગ કરે ત્યારે ગ્રહણ સમયમાં જ તે