________________
૨૬
ભાષારહસ્ય પ્રકરણ ભાગ-૧ | સ્તબક-૧ | ગાથા-૪, ૫
આ સર્વ કથન ગ્રંથકારશ્રીએ પ્રજ્ઞાપનાના વચન અનુસાર કરેલ છે તેથી પ્રજ્ઞાપનાના શાસ્ત્રવચન, યુક્તિ અને અનુભવ અનુસાર ભાષાવર્ગણાના ગ્રહણવિષય વિચારણા કરવી જોઈએ જેથી યથાર્થ પદાર્થનો બોધ થાય.IIII અવતરણિકા :
तदेवमुक्तं कीदृशानि गृह्णातीति, अथ कीदृशानि निसृजतीत्याह - અવતરણિકા :
પૂર્વમાં વર્ણન કર્યું એ રીતે કેવા પ્રકારનાં ભાષાદ્રવ્યો ગ્રહણ કરે છે એ કહેવાયું, હવે કેવા પ્રકારનાં ભાષાદ્રવ્યોનો નિસર્ગ નિસરણ, કરે છે ? એને કહે છે – ગાથા :
भिनाइ कोइ निसिरइ तिव्वपयत्तो परो अभिनाई । भिन्नाइ जंति लोग, अणंतगुणवुडिजुत्ताइ ।।५।।
છાયા :
भिन्नानि कश्चित्रिसृजति तीव्रप्रयत्नः परोऽभिन्नानि ।
भिन्नानि यान्ति लोकमनन्तगुणवृद्धियुक्तानि ।।५।। અન્વયાર્થ:
તિવ્રાયો વો મિત્રારૂ નિસર તીવ્ર પ્રયત્નવાળો ભાષા બોલનાર કોઈ જીવ ભિન્ન ભિન્ન એવા ભાષાવર્ગણાતા પુગલોને, વિસર્જન કરે છે. પો મારૂં પર=મંદ પ્રયત્નવાળો કોઈ જીવ અભિન્ન ભાષાવર્ગણાના પુદ્ગલોનું વિસર્જન કરે છે. સવંત કુળવુદ્ધિનુત્તારૂં મિન્નાડુ નંતિ તો અનંતગુણવૃદ્ધિયુક્ત એવાં ભિન્ન ભાષાદ્રવ્યો લોકના અંત સુધી જાય છે. પા. ગાથાર્થ -
તીવ્ર પ્રયત્નવાળો ભાષા બોલનાર કોઈ જીવ ભિન્નને ભિન્ન એવા ભાષાવર્ગણાના પુદ્ગલોને, નિસર્જન કરે છે. પર=મંદ પ્રયત્નવાળો કોઈ જીવ અભિન્ન ભાષાવર્ગણાના પુદ્ગલોનું નિસર્જન કરે છે. અનંતગુણવૃદ્ધિયુક્ત એવાં ભિન્ન ભાષાદ્રવ્યો લોકના અંત સુધી જાય છે. આપા ટીકા - ___ कश्चित्रीरोगतादिगुणयुक्तस्तथाविधादरात् तीव्रप्रयत्नो वक्ता भिन्नानि-आदाननिसर्गप्रयत्नाभ्यां खण्डशः कृतानि भाषाद्रव्याणि, निसृजति, परो-व्याधिग्रस्ततयाऽनादरतो मन्दप्रयत्नः, अभिन्नानि तथाभूतस्थूलखण्डात्मकानि तानि निसृजति ।