________________
ભાષારહસ્ય પ્રકરણ ભાગ-૧ | સ્તબક-૧ | ગાથા-૪
૨૫ તેથી એ પ્રાપ્ત થાય કે જીવ જે આકાશપ્રદેશ ઉપર રહેલો છે તે આકાશપ્રદેશમાં રહેલી અનંતી ભાષાવર્ગણામાંથી જે વર્ગણાઓમાં તે જીવથી ગ્રહણને અનુકૂળ આસન્નભાવ છે તે વર્ગણાઓને તે જીવા પ્રથમ ગ્રહણ કરે છે, ત્યારપછી બીજા સમયે તે જીવથી ગ્રહણને અનુકૂળ જે ભાષાવર્ગણામાં આસન્નભાવ થાય છે, તે સમયે તે જીવ તે વર્ગણાઓ ગ્રહણ કરે છે. આ રીતે બોલવા સુધીના કાળમાં જે જે વર્ગણામાં આસન્નભાવ થાય છે તે તે સમયે તે તે વર્ગણાઓ ગ્રહણ કરે છે અને જે વર્ગણાઓમાં ગ્રહણને અનુકૂળ આસન્નભાવ થયો નથી તે વર્ગણાને તે આકાશપ્રદેશમાં રહેલી હોવા છતાં તે જીવ ગ્રહણ કરતો નથી. જેમ એક આકાશપ્રદેશ પર અનંતા પરમાણુઓ રહેલા છે તેમાંથી જે પરમાણમાં અન્ય પરમાણ સાથે સંયુક્ત થઈને સ્કંધ થવાનો આસત્ર પરિણામ થાય તે પરમાણુઓ તે આકાશમાં રહીને અંધ બની જાય છે. અન્ય પરમાણુઓ તે આકાશપ્રદેશ ઉપર હોવા છતાં સ્કંધ બનતા નથી, તેથી જેમ જે પરમાણુમાં સ્કંધ થવાનો આસન્નપરિણામ થાય છે તે પરમાણુઓથી અંધ બને છે. તેમ જે ભાષાવર્ગણાના પુદ્ગલોમાં જીવથી ગ્રહણને અનુકૂળ આસન્નભાવ થાય છે તે સમયે ગ્રહણના આસન્નપરિણામવાળી વર્ગણાઓને તે જીવ ગ્રહણ કરે છે. અને જેમ તે આકાશમાં રહેલા અન્ય પરમાણુઓમાં સ્કંધનો આસન્નભાવ નહિ હોવાથી અંધ થતો નથી તેમ જીવપ્રદેશ સાથે એકપ્રદેશમાં અવગાઢ પણ જે ભાષાવર્ગણામાં ગ્રહણને અનુકૂળ આસન્નભાવ થતો નથી તે ભાષાવર્ગણા જીવથી ગ્રહણ થતી નથી.
વળી જે આકાશપ્રદેશ ઉપર જીવ રહેલો છે તે પ્રદેશ ઉપર અવસ્થિતપરિણામવાળી ભાષાવર્ગણાને ગ્રહણ કરે છે તો પણ તે આકાશપ્રદેશ ઉપર કેટલીક વર્ગણાઓ પૂર્વથી જ અવસ્થિત છે તેમ છએ દિશામાંથી નવી નવી ભાષાવર્ગણાઓ ગતિપરિણામવાળી થઈને તે જ સમયે તે આકાશપ્રદેશ ઉપર અવસ્થિતપરિણામવાળી પણ થાય છે, તેથી છએ દિશાઓમાંથી આવતી અને તે આકાશપ્રદેશ ઉપર રહેલી અવસ્થિતપરિણામવાળી વર્ગણાઓમાંથી જે આસન્નપરિણામવાળી હોય તેને ભાષા બોલનાર જીવ ગ્રહણ કરે છે તે બતાવવા માટે ગ્રંથકારશ્રી કહે છે કે ત્રણ, ચાર દિશામાંથી આવેલી નહિ પરંતુ નિયમથી છએ દિશામાંથી આવેલી ભાષાવર્ગણાને બોલનાર જીવ ગ્રહણ કરે છે.
અહીં છએ દિશામાંથી આવેલી ભાષાવર્ગણાને કેમ ગ્રહણ કરે છે અને ત્રણ ચાર દિશામાંથી આવેલીને કેમ ગ્રહણ કરતો નથી ? તેની સ્પષ્ટતા કરતાં ગ્રંથકારશ્રી કહે છે –
બોલનાર જીવ નિયમથી ત્રસનાડીમાં જ હોય છે, તેથી ત્રસનાડીના છેડે રહેલો પણ જીવ જ્યારે બોલે છે ત્યારે ત્રસનાડીના બહારથી તે દિશામાંથી આવતી પણ ભાષાવર્ગણા તે સ્થાનમાં અવશ્ય પ્રાપ્ત થાય છે, તેથી છએ દિશાથી ભાષાવર્ગણાના પુદ્ગલોના આગમનની પ્રાપ્તિ છે. ફક્ત લોકના છેડે કોઈ જીવ હોય તો જ તે દિશામાંથી ભાષાવર્ગણાના આગમનની અપ્રાપ્તિ થાય, પરંતુ બોલનાર ક્યારેય ત્રસનાડીથી બહાર જઈ શકતો નથી અને એ દિશાઓમાંથી વર્ગણાઓનું ગમન, આગમન સતત બહુપ્રમાણમાં ચાલુ છે, તેથી કોઈ એવો સમય નથી કે જેથી છએ દિશામાંથી તે તે સ્થાનમાં ભાષાદ્રવ્યોના આગમનની અને અવસ્થિતિની પ્રાપ્તિ ન થાય.