________________
ભાષારહસ્ય પ્રકરણ ભાગ-૧ | સ્તબક-૧ | ગાથા-૪
૨૩ વળી પ્રશ્ન થાય કે ભાષાવર્ગણાના પુલો સ્પર્શેલા જ ગ્રહણ કરે છે તેમાંથી જીવપ્રદેશને અવગાઢ જ ભાષાવર્ગણાના પુદ્ગલો ગ્રહણ કરે છે કે અનવગાઢ પણ ભાષાવર્ગણાના પુલોને ગ્રહણ કરે છે ? જેમ પરમાણુ જે આકાશપ્રદેશ ઉપર રહેલો છે તે આકાશપ્રદેશને અવગાઢ છે અને તેના અનંતર છ દિશાના છે પ્રદેશોને સ્પર્શેલો છે અને અવગાઢ આકાશપ્રદેશને પણ સ્પર્શેલો છે તેથી પરમાણુને સ્પર્શ સાત આકાશપ્રદેશને છે અને અવગાઢ એક આકાશપ્રદેશને છે તેમ ભાષા બોલનાર જીવ જે આકાશપ્રદેશ પર છે તે આકાશપ્રદેશ ઉપર રહેલા ભાષાવર્ગણાના પુગલો જીવપ્રદેશની સાથે એકપ્રદેશમાં અવગાઢ છે અને તેની આજુબાજુના અનંતર આકાશપ્રદેશની સાથે જીવપ્રદેશનો અવગાઢ નથી પરંતુ જીવપ્રદેશનો સ્પર્શ છે અને જીવપ્રદેશ સાથે અનંતર રહેલા આકાશપ્રદેશ ઉપર સ્થિત ભાષાદ્રવ્યો સાથે પણ જીવપ્રદેશનો સ્પર્શ છે તેથી પ્રશ્ન થાય કે જીવપ્રદેશની સાથે સ્પષ્ટ બધા આકાશપ્રદેશ પર રહેલી ભાષાવર્ગણાના દ્રવ્યને બોલનાર જીવ ગ્રહણ કરે છે કે નહિ ? તેનો ઉત્તર આપ્યો કે સ્પષ્ટ બધા ભાષાવર્ગણાના પુદ્ગલોને જીવ ગ્રહણ કરતો નથી પરંતુ આત્મપ્રદેશ સાથે એક ક્ષેત્રમાં અવગાઢ જ ભાષાપુદ્ગલોને ભાષા બોલનાર જીવ ગ્રહણ કરે છે.
વળી જીવપ્રદેશની સાથે અવગાઢ પણ ભાષાદ્રવ્યોમાંથી જે અનંતર અવગાઢ ભાષાદ્રવ્યો છે તે જ ભાષાદ્રવ્યોને જીવ ગ્રહણ કરે છે, પરંપર અવગાઢ ભાષાદ્રવ્યને જીવ ગ્રહણ કરતો નથી. તેથી એ પ્રાપ્ત થાય કે ભાષા બોલનાર જીવ ભાષા બોલતી વખતે સર્વ આત્મપ્રદેશોથી ભાષા બોલવાને અનુકૂળ વ્યાપાર કરે છે અને જે આત્મપ્રદેશો જે આકાશપ્રદેશમાં રહેલા હોય તે આકાશપ્રદેશ પર રહેલી ભાષાવર્ગણાને જીવ તે જ આત્મપ્રદેશોથી ગ્રહણ કરે છે પરંતુ દૂરના આત્મપ્રદેશોથી અન્ય આત્મપ્રદેશો સાથે અવગાઢ ભાષાદ્રવ્યોને જીવ ગ્રહણ કરતો નથી.
વળી જે આકાશપ્રદેશ ઉપર પોતાના આત્મપ્રદેશો છે તે આકાશપ્રદેશમાં પણ જે અનંતર અવગાઢ ભાષાદ્રવ્યો જીવ ગ્રહણ કરે છે તેમાં કેટલાંક ભાષાદ્રવ્યો અણુપરિમાણવાળાં છે અને કેટલાંક બાદર પરિમાણવાળાં છે અને આ અણુપરિમાણ પણ ભાષાદ્રવ્યના સ્કંધના પ્રદેશની અલ્પતા અધિકતાને આશ્રયીને છે, અન્ય સ્કંધોને આશ્રયીને નથી. જેમ કોઈક ભાષાવર્ગણાનો સ્કંધ જઘન્ય અનંત પરમાણુઓનો બનેલો છે તેમ એક એક અધિક પરમાણુવાળા પણ ભાષાવર્ગણાના સ્કંધો જગતમાં છે. અને એક એકની વૃદ્ધિ અનંત પરમાણુ સુધી છે તેથી જઘન્ય અનંત પરમાણુની બનેલી ભાષાવર્ગણા કરતાં અનંત અધિક પરમાણુની ઉત્કૃષ્ટ ભાષાવર્ગણા છે અને બોલનાર જીવ જે ભાષાવર્ગણાના સ્કંધ ગ્રહણ કરે છે તે પ્રતિ સમય અનંતા ભાષાવર્ગણાના સ્કંધો ગ્રહણ કરે છે તેમાંથી કેટલાક ધો ભાષાવર્ગણાના હોવા છતાં અલ્પ પરમાણુવાળા છે તેથી અધિક પરમાણુવાળા ભાષા કંધોની અપેક્ષાએ તે ભાષાવર્ગણાના સ્કંધને અણુ કહેવાય છે અને તે અણુ સ્કંધની અપેક્ષાએ અધિક પરમાણુવાળા ભાષાવર્ગણાના સ્કંધને બાદર સ્કંધ કહેવાય છે. તેથી એ પ્રાપ્ત થાય કે ભાષા બોલનાર જીવ પ્રતિ સમય જે ભાષાવર્ગણાના પુદ્ગલોને ગ્રહણ કરે છે તેમાંથી કેટલાક સ્કંધો અણુ છે અને કેટલાક સ્કંધો બાદર છે.
વળી ભાષા બોલનાર જીવ જેટલા ક્ષેત્રમાં અવગાહીને રહેલો છે તે સર્વક્ષેત્રમાં રહેલાં ભાષાદ્રવ્યોને ગ્રહણ કરે છે તેથી પોતાના જીવપ્રદેશની અપેક્ષાએ ઊર્ધ્વથી પણ ગ્રહણ થાય છે, અધોથી પણ ગ્રહણ થાય