________________
30
‘ત્તિ' શબ્દ ઉદ્ધરણની સમાપ્તિ માટે છે. ભાષ્ય પણ છે
भाष्यमपि
=
ભાષારહસ્ય પ્રકરણ ભાગ-૧ | સ્તબક-૧ / ગાથા-૬, ૭
“गंतुमसंखेज्जाओ તંતું ।।” “અસંખ્યાત અવગાહના વર્ગણા જઈને અભિન્ન એવાં ભાષાદ્રવ્યો ભેદને પામે છે અને સંખ્યાત યોજન જઈને ધ્વંસને પામે છે. ૩૮૧।।” (વિશેષાવશ્યકભાષ્ય ગાથા-૩૮૧) ॥૬॥ ભાવાર્થ :
અભિન્ન નિઃસરણ ભાષાદ્રવ્યનું સ્વરૂપ :
જે પુરુષ મંદ પ્રયત્નથી ભાષા બોલે છે તે ભાષાદ્રવ્ય ખંડ થયા વગર અભિન્ન જ મુખમાંથી નિઃસરણ પામે છે અને તે નીકળેલ ભાષાદ્રવ્યના આધારભૂત અસંખ્યાત પ્રદેશાત્મક ક્ષેત્રવિભાગરૂપ જે અવગાહના છે તેટલા ક્ષેત્રપ્રમાણ અસંખ્યાત અવગાહન વર્ગણાઓ પસાર કરીને તે ભાષાદ્રવ્ય ભેદને પામે છે–તેમાં વર્તતો શબ્દનો પરિણામ તે રીતે અત્યંત મંદ થાય છે કે તે રીતે સંભળાતો નથી.
આનાથી એ પ્રાપ્ત થાય કે અભિન્ન ભાષાદ્રવ્યને બોલનાર પુરુષના મુખમાંથી નીકળેલી ભાષાનું જે અસંખ્યાત પ્રદેશને અવગાહન કરનાર જે ક્ષેત્ર છે તે ક્ષેત્રને અસત્કલ્પનાએ એક ઇંચ પ્રમાણ ગણીએ તો તે ભાષાદ્રવ્યની અવગાહન વર્ગણા એક ઇંચ કહેવાય અને તેવા અસંખ્યાત ઇંચ પ્રમાણ અસંખ્યાત અવગાહન વર્ગણારૂપ ક્ષેત્રનું અતિક્રમ કરીને તે ભાષા શબ્દરૂપે સંભળાય નહિ તેવા પરિણામવાળી થાય છે, વળી વિશ૨ારુ પરિણામને પામેલા તે ભાષાદ્રવ્યના પુગલો સંખ્યાત યોજન ગયા પછી શબ્દપરિણામનો ત્યાગ કરે છે અર્થાત્ ભાષાવર્ગણારૂપે તે રહી શકે પરંતુ બોલનાર દ્વારા નિષ્પન્ન થયેલો શબ્દપરિણામ તે ભાષાદ્રવ્યમાંથી નાશ પામે છે. IIII
અવતરણિકા :
अथ योऽयं भाषाभेदः क्रियते स कतिविध इति प्रसङ्गादाह
અવતરણિકાર્થ :
હવે જે આ ભાષાનો ભેદ કરાય છે તે કેટલા પ્રકારનો છે ? એને=ભાષાના ભેદને, પ્રસંગથી કહે
છે
ભાવાર્થ:
ગાથા-૫માં ગ્રંથકારશ્રીએ કહેલ કે નિસર્જન કરાતી ભાષા ભિન્ન અને અભિન્ન બે પ્રકારની છે તેમાં અભિજ્ઞભાષા ક્યાં સુધી શબ્દપરિણામરૂપે રહે છે ? તેની સ્પષ્ટતા ગાથા-૬માં કરી. હવે તીવ્ર પ્રયત્નથી બોલનાર વક્તા દ્વારા જે ભાષાના ભેદો=ટુકડા, કરાય છે તે ભાષાના ભેદો કેટલા પ્રકારના છે ? તેને પ્રસંગથી કહે છે