________________
૨૮
ભાષારહસ્ય પ્રકરણ ભાગ-૧ | સ્તબક-૧ | ગાથા-૫, ૬ ‘ારું.... તારું I” “કોઈ મંદ પ્રયત્નવાળો સકળ જ દ્રવ્યોને=ભેદ કર્યા વગર સકલ જ દ્રવ્યોને, નિઃસરણ કરે છે. તીવ્ર પ્રયત્નવાળો અન્ય એવો તે=ભાષા બોલનાર જીવ, ભેદીને બોલાયેલા ભાષાવર્ગણાનો ભેદ કરીને, તેઓને ભાષાદ્રવ્યોને, મૂકે છે.” li૩૮૦ (વિશેષાવશ્યકભાષ્ય ગાથા-૩૮૦)
મન્નારૂં ..... નોri ” “ભેદાયેલાં એવાં ભાષાદ્રવ્યો સૂક્ષ્મપણું હોવાથી અનંતગુણપરિવૃદ્ધિવાળા લોકના અંતને પ્રાપ્ત કરે છે અને ભાષાદ્રવ્યો નિરન્તર લોકને પૂરે છે. ll૩૮૨ા” (વિશેષાવશ્યકભાષ્ય ગાથા-૩૮૨) પા ભાવાર્થ
તવ્યતિરિક્ત દ્રવ્યભાષાના ત્રણ ભેદો ગાથા-રમાં બતાવેલા તેમાંથી ગ્રહણનું સ્વરૂપ કંઈક ગ્રંથકારશ્રીએ પૂર્વમાં બતાવ્યું. હવે નિસર્ગનું સ્વરૂપ બતાવે છે – ભિન્ન નિસરણ ભાષાદ્રવ્યની લોકવ્યાપિતા -
કોઈ પુરુષ રોગ રહિત હોય, ભાષા બોલવાની ઉત્કટ શક્તિ યુક્ત હોય તેવો પુરુષ ઉત્કટ પ્રયત્નપૂર્વક ભાષા બોલે છે ત્યારે ભાષાદ્રવ્યના ગ્રહણ અને નિસરણના પ્રયત્ન દ્વારા ખંડ કરેલાં ભાષાદ્રવ્યોનું નિઃસરણ કરે છે, જે અભિઘાતથી ભાષાદ્રવ્યનું નિઃસરણ છે. તે ભાષાદ્રવ્યો ગ્રહણ અને નિઃસરણના પ્રયત્નથી ઘણા ખંડો થયેલા હોવાથી સૂમ બને છે અને સંખ્યામાં ઘણાં થાય છે. વચમાં આવતાં ભાષાદ્રવ્યોને પોતાના પરિણામથી વાસિત કરીને પોતાના જેવા જ ભાષાપરિણામરૂપે કરવો તે ભાષાદ્રવ્યોનો સ્વભાવ છે, તેથી તે ભાષાદ્રવ્યો સતત અનંતગુણવૃદ્ધિયુક્ત બને છે અને એ દિશામાં લોકના અંત સુધી વ્યાપ્ત બને છે.
વળી અન્ય કોઈ પુરુષ વ્યાધિગ્રસ્ત હોય અને તેના કારણે તેવા દૃઢ પ્રયત્ન ન કરે પરંતુ મંદ પ્રયત્નથી જ બોલે તો જે ભાષાવર્ગણાના પુગલોને તે ગ્રહણ કરે છે, તે સ્થૂલભાષાદ્રવ્યોના ખંડોને ભેદ્યા વગર વિસર્જન કરે છે, તેથી તે પુરુષથી મુકાયેલાં અભિન્ન ભાષાદ્રવ્યો લોકત સુધી જતાં નથી. પII અવતરણિકા -
अथाऽभिन्नानि कथं भवन्तीत्याह - અવતરણિકાર્ય :હવે અભિન્ન ભાષાદ્રવ્યો કેવી રીતે થાય છે ? એને કહે છે –
ગાથા :
भिज्जन्ति अभिनाई अवगाहणवग्गणा असंखिज्जा । गंतुं व जोयणाई संखिज्जाइं विलिज्जति ।।६।।
છાયા :
भिद्यन्तेऽभिन्नानि अवगाहनवर्गणा असंख्येयाः । गत्वा वा योजनानि संख्येयानि विलीयन्ते ।।६।।