________________
ભાષારહસ્ય પ્રકરણ ભાગ-૧ | સ્તબક-૧ / ગાથા-૪ ઊર્ધ્વસ્થાનમાં રહેલાં ભાષાદ્રવ્યોને ગ્રહણ કરે છે, અધોભાગના આત્મપ્રદેશોથી અધોભાગમાં રહેલા ભાષાદ્રવ્યના પુદ્ગલોને ગ્રહણ કરે છે અને તિર્છાભાગમાં રહેલા આત્મપ્રદેશોથી તિń સ્થાનમાં રહેલા ભાષાવર્ગણાના પુદ્ગલોને ગ્રહણ કરે છે.
અને તે=પૂર્વમાં વર્ણન કરાયેલા પૃષ્ટાદ્દિપરિણામવાળા જે ભાષાવર્ગણાતા પુદ્ગલોને જીવ ગ્રહણ કરે છે તે, અંતર્મુહૂર્તિક ગ્રહણ ઉચિતકાળના આદિમાં પણ, મધ્યમાં પણ અને તિર્યક્ પણ ગ્રહણ કરે છે.
૨૨
અહીં પ્રશ્ન થાય કે બ્લોકના ઉત્તરાર્ધમાં આદિ વિષય વગેરે કહ્યું ત્યાં માત્ર ‘આદિ’ જ કહેલ છે છતાં ટીકામાં તે આદિનો અર્થ કરતાં આદિમાં, મધ્યમાં અને તિર્યંગ પણ ગ્રહણ કરે છે એમ કહ્યું તે પ્રકારનો અર્થ કઈ રીતે પ્રાપ્ત થાય ? તેથી હેતુ કહે છે
આદિ શબ્દનું ઉપલક્ષણપણું છે.
તે=પણ પ્રતિ સમય બોલનાર પુરુષ જે ભાષાવર્ગણાના પુદ્ગલો ગ્રહણ કરે છે તે પણ, સ્વવિષયને જ ગ્રહણ કરે છે=પૂર્વમાં કહેલા સ્પષ્ટ, અવગાઢ આદિ જે ગ્રહણને યોગ્ય વિષયો છે તે પુદ્ગલોને ગ્રહણ કરે છે પરંતુ પૃષ્ટાદિથી વ્યતિરિક્ત અવિષયોને ગ્રહણ કરતો નથી.
તે પણ=પ્રતિક્ષણ ગ્રહણ કરાતા ભાષાવર્ગણાના પુદ્ગલો પણ, આનુપૂર્વી કલિત ગ્રહણ કરે છે. આનુપૂર્વી એટલે ગ્રહણની અપેક્ષાએ યથા આસન્નપણું, તેનાથી યુક્ત એવા ભાષાપુદ્ગલોને જીવ ગ્રહણ કરે છે, પરંતુ અનીદશ=આનુપૂર્વી રહિત ભાષાપુદ્ગલોને ગ્રહણ કરતો નથી.
અને તેને=ભાષાવર્ગણાના પુદ્ગલોને, નિયમથી છ દિશાથી આવેલાને ગ્રહણ કરે છે પરંતુ ત્રણ અથવા ચાર દિશાથી આવેલાને નહિ; કેમ કે ભાષા બોલનાર જીવોનું નિયમથી ત્રસનાડીમાં અવસ્થાન હોવાને કારણે તેઓને=બોલનાર જીવોને, છ દિશામાંથી આવેલા જ પુદ્ગલોના ગ્રહણનો સંભવ છે અને અહીં=ટીકામાં અત્યાર સુધી સ્પષ્ટતા કરી એ વિષયમાં, પ્રજ્ઞાપનાનો જ આલાપક અનુસંધાન કરવો જોઈએ. ।।૪।।
ભાવાર્થ :
ગાથા-૩માં ગ્રંથકારશ્રીએ ભાષા બોલનાર જીવ સ્થિત ભાષાદ્રવ્યને ગ્રહણ કરે છે અને તે ગ્રહણ કરાતાં ભાષાદ્રવ્યોના દ્રવ્યાદિ ચા૨નો વિશેષ બતાવ્યો. ત્યાં પ્રશ્ન થાય કે જીવ જે ભાષાપુગલોને ગ્રહણ કરે છે તે પોતાના આત્મપ્રદેશો સાથે સ્પર્શેલા ગ્રહણ કરે છે કે નહિ સ્પર્શેલા પણ ગ્રહણ કરે છે ? જેમ ચક્ષુરિન્દ્રિય નહિ સ્પર્શેલા પણ વિષયને ગ્રહણ કરે છે અને સ્પર્શનેન્દ્રિય સ્પર્શેલા જ વિષયોને ગ્રહણ કરે છે. તેનો ઉત્તર આપતાં ગ્રંથકારશ્રી કહે છે -
જીવ સૃષ્ટ આદિ ભાષાદ્રવ્યોને જ ગ્રહણ કરે છે ઃ
ભાષા બોલનાર જીવ પોતાના આત્મપ્રદેશોને સ્પર્શેલાં જ ભાષાદ્રવ્યોને ગ્રહણ કરે છે, નહિ સ્પર્શેલાં ભાષાદ્રવ્યોને ગ્રહણ કરતો નથી.