________________
૧૫
ભાષારહસ્ય પ્રકરણ ભાગ-૧ | સ્તબક-૧ | ગાથા-૩ ભાષા-પરિણામની સ્થિતિનું વૈષમ્ય હોવાથી ભાષારૂપે પરિણમન કરીને મુકાયેલા પ્રથમ ભાષારૂપ જે પરિણામ પ્રાપ્ત થયો તેની સ્થિતિ એકસમય બે સમય આદિ સમયોની પ્રાપ્તિ થતી હોવાથી એકસમયની સ્થિતિવાળા પણ છે=મુકાયેલા ભાષાવર્ગણાના પુદ્ગલો એકસમય ભાષાના પરિણામરૂપે રહે તેવી સ્થિતિવાળા પણ છે, એ પ્રમાણે બીજા કહે છે.
વળી ભાવથી વર્ણવાળા પણ યાવત્ સ્પર્શવાળા પણ ભાષાવર્ગણાના પુદગલો જીવ ગ્રહણ કરે છે, એમ અત્રય છે.
વળી વર્ણ, ગંધ અને રસની સંખ્યાને આશ્રયીને સમુદાયની વિરક્ષામાંeભાષાવર્ગણાના સ્કંધના પુદગલોના સમુદાયની વિવક્ષામાં, નિયમથી પાંચ વર્ણવાળા, બે ગંધવાળા અને પાંચ રસવાળા જ છે.
વળી ગ્રહણ કરાયેલા દ્રવ્યને આશ્રયીને કેટલાક એક બે આદિ તવાળા પણ વર્ણ, ગંધ, રસવાળા પણ છે, એ પ્રમાણે ઊહ કરવો.
કાલાદિ પણ-શ્યામવર્ણ રક્તવર્ણ આદિ વર્ણો, તે તે રસ, તે તે ગંધ વગેરે પણ, એક ગુણ શ્યામવર્ણાદિ હોય યાવદ્ અનંતગુણ શ્યામવર્ણાદિ પણ હોય એ પ્રમાણે જાણવું અને સ્પર્શસંખ્યાને આશ્રયીને ગ્રહણ દ્રવ્યોને આશ્રયીને=ભાષારૂપે ગ્રહણ કરાયેલાં દ્રવ્યોને આશ્રયીને, કેટલાક ભાષાવર્ગણાતા પગલો બે સ્પર્શવાળા હોય છે પરંતુ એક સ્પર્શવાળા હોતા નથી; કેમ કે એકપણ પરમાણુના= ભાષાવર્ગણાતા સ્કંધમાં રહેલા એકપણ પરમાણુના, અવશ્ય સ્પર્શદ્વયનો સદ્ભાવ છે. કયા બે સ્પર્શનો સદ્ભાવ છે ? તે કહે છે – મૃદુ શીત અથવા મૃદુ ઉષ્ણ. એ બે સ્પર્શનો સદ્ભાવ છે. કેટલાંક ગ્રહણ દ્રવ્યો ત્રણ સ્પર્શવાળાં પણ છે.
કેટલાક સ્કંધ અંતવર્તી પરમાણુઓને મૃદુ-શીત સ્પર્શ છે. અને કેટલાક મૃદુ-સ્નિગ્ધ સ્પર્શવાળા છે ઈત્યાદિ દિશાથી મૃદુ સ્પર્શવાળા અવયવોના સ્પર્શાસ્તરના યોગમાં સમુદાયને આશ્રયીને ત્રિસ્પર્શપણું ભાવન કરવું, કેટલાક ચતુસ્પર્શવાળા પણ છે. વળી સમુદાયને આશ્રયીને=ભાષાસ્કંધના સમુદાયને આશ્રયીને ચાર સ્પર્શ જ છે. ત્યાં=ભાષાસ્કંધમાં, વર્તતા ચાર સ્પર્શીમાં, મૃદુ, લઘુરૂપ બે સ્પર્શી અવસ્થિત છે. વળી અન્ય બે સ્નિગ્ધ-ઉષ્ણ, સ્નિગ્ધ-શીત, રૂક્ષ-ઉષ્ણ, રૂક્ષ-શીત છે.
પૂર્વમાં કહ્યું કે ચતુસ્પર્શવાળા ભાષાવર્ગણાના સ્કંધમાં મૃદુ અને લઘુ સ્પર્શ અવસ્થિત છે. અને અન્ય બે બે સ્પર્શી કોઈક ભાગમાં સ્નિગ્ધ ઉષ્ણ હોય છે, કોઈક ભાગમાં સ્નિગ્ધ શીત હોય તો કોઈક વળી અન્યભાગમાં રૂક્ષ ઉષ્ણ હોય છે તો કોઈક વળી અન્યભાગમાં રૂક્ષ શીત હોય છે તેમ સ્વીકારવાથી આખા સ્કંધમાં બે અવસ્થિત સ્પર્શ, ત્રીજો શીત સ્પર્શ, ચોથો રૂક્ષ સ્પર્શ, પાંચમો સ્નિગ્ધ સ્પર્શ અને છઠ્ઠો ઉષ્ણ સ્પર્શ એમ છ સ્પર્શની પ્રાપ્તિ થાય. છતાં ભાષાસ્કંધને ચારસ્પર્શવાળો કેમ કહ્યો છે ? તેથી કહે છે –