________________
૧૬
ભાષારહસ્ય પ્રકરણ ભાગ-૧ | સ્તબક-૧ | ગાથા-૩ સત્ર ... પ્રજ્ઞાપનાયામનુસજ્જૈ: | અને આમાં ભાષાવર્ગણાતા સ્કંધમાં, અવસ્થિત એવા બે સ્પર્શનું અવસ્થિત એવા મૃદુ, લઘુ સ્પર્શનું, અવ્યભિચારીપણું હોવાથી=સ્કંધના સર્વ પરમાણુઓમાં તે બે સ્પર્શી અવશ્ય હોવાથી અવિરક્ષા કરેલ હોવાને કારણે વૈકલ્પિક સ્પર્શને આશ્રયી=અન્ય ચાર સ્પર્શી કોઈક અવયવમાં છે તે રૂપ વૈકલ્પિક સ્પર્શને આશ્રયીને, ચાર સ્પર્શવાળા છે=ભાષાવર્ગણાના પુદ્ગલો ચાર સ્પર્શવાળા છે એ પ્રમાણે નિર્દેશ છે=એ પ્રકારે શાસ્ત્રમાં કથન છે, એ પ્રમાણે સમ્પ્રદાય કહે છે.
અને આ ભાષાસ્કંધમાં છ સ્પર્શી હોવા છતાં ચાર સ્પર્શનું કથન શાસ્ત્રમાં કેમ કર્યું એ, પર્યનુયોજ્ય નથી=પ્રશ્ન કરવા યોગ્ય નથી; કેમ કે સૂત્રગતિનું સૂત્રને કઈ રીતે ગ્રહણ કરીને કથન કરવું તેનું, વિચિત્રપણું છે એ પ્રમાણે ભાવન કરવું અને શીતસ્પર્ધાદિ પણ=ભાષાવર્ગણાના રહેલા શીતસ્પર્શાદિ પણ, એકગુણ શીતસ્પર્ધાદિ વાવ અનંતગુણ શીતસ્પર્ધાદિ પણ છે એ પ્રકારે જાણવું અને આ વિષયમાંeભાષાવર્ગણાના પુદ્ગલના દ્રવ્યાદિ ચારનો જે ભેદ બતાવ્યો એ વિષયમાં, પ્રજ્ઞાપનાનો આલાપક અનુસંધાન કરવો=પ્રજ્ઞાપનાના આલાવા અનુસાર ગ્રંથકારશ્રીએ દ્રવ્યાદિ ચાર વિશેષ બતાવેલ છે તેનું યોજન કરવું. IaI ભાવાર્થ :
પૂર્વગાથામાં તવ્યતિરિક્ત દ્રવ્યભાષાના ગ્રહણ, નિસરણ અને પરાઘાત એ ત્રણ ભેદ છે એમ કહ્યું. ત્યાં પ્રશ્ન થાય કે ભાષાનો પ્રયોગ કરનાર જીવ જે ભાષાવર્ગણાના પુદ્ગલોને ગ્રહણ કરે છે તે સ્થિતપરિણામવાળા પુદ્ગલોને ગ્રહણ કરે છે કે અતિપરિણામવાળા પુદ્ગલોને ગ્રહણ કરે છે ? તેનો ઉત્તર આપતાં ગાથાના પૂર્વાર્ધથી કહે છે –
સ્થિતપરિણામવાળા ભાષાવર્ગણાના પુદ્ગલો જીવ ગ્રહણ કરે છે, પરંતુ ગમનપરિણામવાળા ભાષાવર્ગણાના પુદ્ગલોને જીવ ગ્રહણ કરતો નથી.
તેથી એ પ્રાપ્ત થાય કે લોકમાં કેટલાક ભાષાવર્ગણાના પુદ્ગલો એકસ્થાનમાંથી અન્ય સ્થાનમાં ગમનના પરિણામવાળા છે અને કેટલાક ભાષાવર્ગણાના પુદ્ગલો નિયત આકાશપ્રદેશમાં સ્થિત છે અને ગમનપરિણામવાળા ભાષાવર્ગણાના પુદ્ગલો પણ ક્યાંકથી ગમન કરીને નિયત આકાશપ્રદેશમાં સ્થિત થાય છે ત્યારે તે સ્થિતપરિણામવાળા છે. અને જે આકાશપ્રદેશ પર જીવ અવગાહીને રહેલો છે તે આકાશપ્રદેશ પર તે વખતે જે ભાષાવર્ગણાના પુદ્ગલો સ્થિતપરિણામવાળા છે તે જ ભાષાવર્ગણાના પુદ્ગલોને જીવ ગ્રહણ કરે છે. ગમનપરિણામવાળા ભાષાવર્ગણાના પુદ્ગલોને જીવ ગ્રહણ કરતો નથી.
આ રીતે ગાથામાં ગ્રહણનું સ્વરૂપ બતાવ્યા પછી તે ગ્રહણ કરાયેલા ભાષાવર્ગણાના પુદ્ગલોમાં દ્રવ્યાદિ ચારનો જે વિશેષ છે તેને બતાવવા અર્થે ટીકામાં ગાથાના ઉત્તરાર્ધનું ઉત્થાન કરતાં કહે છે – ભાષાદ્રવ્યવિષયક દ્રવ્યાદિચતુષ્કનો વિચાર :જે ભાષાવર્ગણાના સ્થિત પુદ્ગલો જીવ ગ્રહણ કરે છે તે દ્રવ્યથી શું એકપ્રદેશવાળા છે ? બે પ્રદેશવાળા