________________
ભાષારહસ્ય પ્રકરણ ભાગ-૧ | સ્તબક-૧ | ગાથા-૩ પુગલોનું અવસ્થાન હોવાને કારણે તેનું એકસમયનું સ્થિતિ પણું છે. તેથી એ પ્રાપ્ત થાય કે જે જીવો ભાષા બોલવા અર્થે ભાષાવર્ગણાના પુલો ગ્રહણ કર્યા પછી ભાષારૂપે પરિણમન પમાડીને મૂકે છે તે પુદ્ગલો નિસર્ગ સમયે તેના આત્મામાં અવસ્થાન પામતા નથી પરંતુ ગ્રહણ સમયમાં જ અવસ્થાન પામે છે અને બીજા સમયે મુખમાંથી નીકળીને બહાર જાય છે તેથી એકસમયનું સ્થિતિ પણું છે. •
વળી અન્ય આચાર્યના મતાનુસાર એક પ્રયત્નથી ગ્રહણ કરાયેલા પણ ભાષારૂપે પરિણમન પામેલા પગલો મુકાયા પછી તે ભાષાનો પરિણામ એકસમય રહી શકે છે. બે સમય રહી શકે છે અને અધિક સમય પણ રહી શકે છે તેથી બોલનાર પુરુષ દ્વારા ભાષારૂપે પરિણમન પામેલા પુદ્ગલો એકસમય ભાષાપરિણામરૂપે રહે અને પછી નાશ પામે તો તે એકસમયની સ્થિતિવાળા પુદ્ગલો કહેવાય અને પ્રથમ મતાનુસાર જે ભાષાવર્ગણાના પુદ્ગલો ગ્રહણ થાય છે તે ક્ષેત્રમાં તે સમયે જ આવેલા હોય, સ્થિતિ પરિણામવાળા હોય અને બોલનાર પુરુષ તેને ગ્રહણ કરીને બીજા સમયે તેને મૂકે તો એકસમયની સ્થિતિવાળા પ્રાપ્ત થાય, વળી તે ક્ષેત્રમાં બે, ચાર સમય પહેલાં આવેલા હોય અને ગ્રહણ પછી તરત જ તેનો નિસર્ગ કરે તો બે ત્રણ આદિ સમયની સ્થિતિવાળા પણ પ્રાપ્ત થાય.
વળી ભાવથી વર્ણવાળા પણ યાવત્ સ્પર્શવાળા પણ પુદ્ગલો પ્રાપ્ત થાય છે. તેથી એ પ્રાપ્ત થાય કે જે ભાષાવર્ગણાના પુદ્ગલો જીવ ગ્રહણ કરે છે તેમાં રૂપ, રસ, ગંધ અને સ્પર્શ અવશ્ય હોય છે.
વળી વર્ણ ગંધ અને રસની સંખ્યાને આશ્રયીને વિચારીએ તો ગ્રહણ કરાયેલા ભાષાવર્ગણાના પુદ્ગલોના સમુદાયમાં નિયમથી પાંચ વર્ણો, બે ગંધ અને પાંચ રસ અવશ્ય હોય છે.
વળી ગ્રહણ કરાયેલા તે સમુદાયમાંથી કોઈક ભાષાવર્ગણાના પુદ્ગલને આશ્રયીને વિચારીએ તો તે પુદ્ગલોમાં પાંચવર્ણમાંથી કોઈ એકવર્ણ પણ પ્રાપ્ત થાય; કેમ કે કોઈ ભાષાવર્ગણાના પુદ્ગલમાં કેવલ કૃષ્ણવર્ણ પણ પ્રાપ્ત થાય અથવા કોઈ અન્ય એક વર્ણ પણ પ્રાપ્ત થાય, તો વળી, ગ્રહણ કરાયેલા ભાષાવર્ગણાના તે પુદ્ગલોમાંથી કોઈ ભાગમાં તે પાંચ વર્ણોમાંથી કોઈક બે વર્ણ પ્રાપ્ત થાય કે કોઈક ભાગમાં કોઈક ત્રણ વર્ણ પ્રાપ્ત થાય પરંતુ આખા ભાષાવર્ગણાના સ્કંધને આશ્રયીને પાંચવર્ણી અવશ્ય પ્રાપ્ત થાય.
વળી તે ભાષાવર્ગણાના સ્કંધના કોઈક ભાગમાં એક બે આદિ વર્ણો પ્રાપ્ત થાય છે તેમાં એકગુણ કાળો, બેગણ કાળો યાવતું અનંતગુણ કાળો વર્ણ પણ પ્રાપ્ત થઈ શકે.
આ રીતે વર્ણમાં જેમ એક બે વર્ણની પ્રાપ્તિ છે તેમ ગંધમાં અને રસમાં પણ જાણવું અર્થાત્ કોઈક ભાગમાં એક જ ગંધ છે તો આખા સ્કંધમાં અવશ્ય બે ગંધો છે અને તે ગંધ પણ એક અંશ બે અંશ યાવત્ અનંત અંશ પણ કોઈક ભાગમાં પ્રાપ્ત થાય. તે રીતે રસને આશ્રયીને પણ આખા સ્કંધમાં અવશ્ય વાંચે રસોની પ્રાપ્તિ છે જ્યારે તે ભાષાસ્કંધના કોઈક દેશમાં એક રસ, બે રસ આદિની પણ પ્રાપ્તિ છે.
વળી તે રસ પણ એક અંશ, બે અંશ આદિની માત્રાથી પણ કોઈક ભાગમાં પ્રાપ્ત થાય છે તો કોઈક ભાગમાં અનંત રસાંશો પણ પ્રાપ્ત થાય છે.