________________
ભાષારહસ્ય પ્રકરણ ભાગ-૧ | સ્તબક-૧ | ગાથા-૧ મંગલાચરણથી જે શિષ્ટાચારનું પરિપાલન થાય છે તે વિઘ્નોનો નાશ કર્યા વગર અપૂર્વગ્રંથનું નિર્માણ કરે છે કે વિનોનો નાશ કરીને અપૂર્વગ્રંથનિર્માણ કરે છે ? એમ બે વિકલ્પ થાય છે. તેમાં પ્રથમ વિકલ્પ સુંદર નથી; કેમ કે મંગલાચરણ કરવાથી થયેલા શિષ્ટાચારના પરિપાલનથી વિઘ્નો નાશ ન થાય તો ગ્રંથનિર્માણમાં પ્રતિબંધક એવાં અંતરંગ વિના હોતે છતે અન્ય સર્વ હતુઓથી પણ ગ્રંથનિર્માણ થઈ શકે નહીં, તેથી શિષ્ટાચારના પરિપાલનથી અપૂર્વ ગ્રંથ થાય છે તેમ કહી શકાય નહીં.
અહીં એમ કહેવામાં આવે કે મંગલાચરણ કરવાથી જે શિષ્ટાચારનું પરિપાલન થાય છે તેનાથી વિજ્ઞધ્વંસ દ્વારા અપૂર્વગ્રંથનું નિર્માણ થાય છે તેના નિરાકરણ માટે પૂર્વપક્ષી કહે છે –
વિનવ્વસ જ મંગલનું ફળ છે, તેથી મંગલ શિષ્ટાચારના પરિપાલન દ્વારા અપૂર્વ ગ્રંથનું નિર્માણ કરે છે તેવી કલ્પના વ્યર્થ છે; કેમ કે મંગલ વિનāસ કરીને જ ચરિતાર્થ થાય છે, તેથી તે મંગલ શિષ્ટાચારના પરિપાલન દ્વારા અપૂર્વ ગ્રંથનિર્માણ કરે છે એમ સ્વીકારવામાં કોઈ યુક્તિ નથી.
પૂર્વપક્ષીની શંકાના ઉત્તરમાં ગ્રંથકારશ્રી કહે છે – મંગલ શિષ્ટાચારના પરિપાલન દ્વારા અપૂર્વ ગ્રંથનો જનક હોવા છતાં પણ મંગલને વિપ્નધ્વસનો હેતુ સ્વીકારવામાં વિરોધ નથી; કેમ કે મંગલાચરણ કરવાથી પુણ્યપ્રકૃતિનો બંધ અને પાપપ્રકૃતિના વિચ્છેદનો એક સાથે સદ્ભાવ છે.
આશય એ છે કે મંગલ એ ગુણસંપન્ન પુરુષને નમસ્કાર કરવાની ક્રિયારૂપ છે તેનાથી ગ્રંથનિર્માણમાં વિજ્ઞભૂત પાપપ્રકૃતિનો વિચ્છેદ થાય છે અર્થાત્ ગ્રંથનિર્માણને અનુકૂળ વિશિષ્ટ પ્રતિભાની બાધક જ્ઞાનાવરણ આદિ પાપપ્રકૃતિઓનો વિચ્છેદ થાય છે; કેમ કે મંગલાચરણથી થયેલ વિતરાગ પ્રત્યેનો પ્રવર્ધમાન રાગ તેમના વચનથી અન્યથા ગ્રંથનિર્માણ ન થાય તે પ્રકારના ઉપયોગને ઉલ્લસિત કરે છે. તેમ મંગલરૂપ મંગલાચરણની ક્રિયા તે શિષ્ટપુરુષોનો આચાર છે અને શિષ્ટોનો આચાર ઉચિત પ્રવૃત્તિરૂપ હોવાથી પુણ્યપ્રકૃતિના જનક બને છે તેથી મંગલાચરણની ક્રિયાથી બંધાયેલી પુણ્યપ્રકૃતિ મોક્ષને અનુકૂળ એવા વિશિષ્ટ ગ્રંથનિર્માણની અનુકૂળ શક્તિનું આધાન કરે છે, તેથી અપૂર્વગ્રંથનું નિર્માણ થાય છે.
અહીં પૂર્વપક્ષી કહે કે મંગલાચરણ દ્વારા વિધ્વધ્વંસ થવાથી જ ગ્રંથનિર્માણ થઈ શકે છે તેથી મંગલાચરણ શિષ્ટાચારના પરિપાલન દ્વારા અપૂર્વ ગ્રંથનું નિર્માણ કરે છે તે પ્રકારની કલ્પના કરવી વ્યર્થ છે. તેનું નિરાકરણ કરતાં ગ્રંથકારશ્રી કહે છે –
મંગલાચરણ કરવાનું શાસ્ત્રમાં વિહિત છે, તેથી શાસ્ત્રમાં જે વિહિત હોય તેનું પરિપાલન કરવું તે શિષ્ટોનો આચાર છે અને જે મહાત્મા શાસ્ત્રમાં વિહિત એવા શિષ્ટાચારનું પાલન કરે છે તેનાથી તે મહાત્માને વિશિષ્ટ પ્રકારના પુણ્યની પ્રાપ્તિ થાય છે અને તે વિશિષ્ટ પુણ્યના કારણે તે મહાત્માને અપૂર્વ ગ્રંથનિર્માણની પ્રતિભા મંગલાચરણથી પ્રાપ્ત થાય છે તેથી અપૂર્વ ગ્રંથનું નિર્માણ થાય છે. ગ્રંથનિર્માણનું પ્રયોજન :વળી ગાથાના પશ્ચાઈથી ગ્રંથકારશ્રી ગ્રંથનિર્માણનું પ્રયોજન કહે છે –