________________
ભાષારહસ્ય પ્રકરણ ભાગ-૧ | સ્તબક-૧ / ગાથા-૧
કહે છે=ગ્રંથનિર્માણના પ્રયોજનને કહે છે, જેને=ભાષારહસ્યને, જાણીને સુવિહિતો=સદાચારવાળા મહાત્માઓ, ચરણવિશુદ્ધિને=ચારિત્રના નૈર્મત્યને, પ્રાપ્ત કરે છે. ૧||
ભાવાર્થ:
૭
ગ્રંથનું મંગલાચરણ :
ગ્રંથકારશ્રીએ ગાથાના પૂર્વાર્ધથી પાર્શ્વનાથ ભગવાનને નમસ્કાર કરીને સંક્ષેપથી ભાષારહસ્ય કરવાની પ્રતિજ્ઞા કરી છે. જે પ્રતિજ્ઞાને સાંભળીને ભાષાના રહસ્યને જાણવાની ઇચ્છાવાળા યોગ્યજીવોને તે સાંભળવાને અભિમુખ ભાવ થાય છે.
વળી પાર્શ્વનાથ ભગવાનને પ્રણામ કર્યા તેનાથી બે કાર્ય થાય છે. (૧) મંગલ થાય છે અને (૨) શિષ્ટાચારનું પરિપાલન થાય છે. મંગલ કરવાથી ગ્રંથનિર્માણમાં આવતાં વિઘ્નોનો નાશ થાય છે અને શિષ્ટાચારના પરિપાલનથી અપૂર્વ ગ્રંથનું નિર્માણ થાય છે; કેમ કે મંગલ તે ગુણસંપન્ન એવા તીર્થંકરોને નમસ્કાર કરવારૂપ છે તેથી ગ્રંથનિર્માણમાં પ્રતિબંધક એવા કર્મનો નાશ થાય છે. વળી સર્વ પ્રવૃત્તિ મંગલપૂર્વક ક૨વી જોઈએ એ પ્રકારનો શિષ્યોનો આચાર છે. તે આચારનું પરિપાલન મંગલ કરવાથી થાય છે. તે શિષ્ટાચારના પરિપાલનની ક્રિયા ગ્રંથનિર્માણની પ્રવૃત્તિમાં અપૂર્વ શક્તિનું આધાન કરનાર છે, તેથી ગ્રંથનિર્માણની ક્રિયા વિશેષ પ્રકારે થાય છે; કેમ કે શિષ્ટાચારના પરિપાલનના અધ્યવસાયથી ગ્રંથનિર્માણને અનુકૂળ એવી અપૂર્વ ક્રિયાને નિષ્પન્ન કરનાર પુણ્યપ્રકૃતિ જાગૃત થાય છે, તેથી અપૂર્વ કોટિના ગ્રંથનું નિર્માણ થાય છે અર્થાત્ ભગવાનની આજ્ઞાના પાલનરૂપ શિષ્ટાચારની પાલનની ક્રિયા હોવાથી ગ્રંથનિર્માણકાળમાં પણ ભગવાનના વચનથી અન્યથા ન થાય તેવો નિર્મળ અધ્યવસાય વર્તે છે. જેનાથી સર્વજ્ઞના વચન અનુસાર જ ગ્રંથનિર્માણ થઈ શકે તેવો દૃઢ યત્ન થાય છે.
અહીં શિષ્ટાચારના પરિપાલનનું કોઈ ફળ નથી એ પ્રકારની શંકા કરતાં કોઈ કહે છે
શિષ્ટાચારનું પરિપાલન સુખરૂપ નથી કે દુઃખના અભાવરૂપ નથી, તેથી તેનું કોઈ સ્વતઃ પ્રયોજન નથી; કેમ કે સુખમાં કે દુઃખના અભાવમાં જીવની સ્વતઃ પ્રવૃત્તિ થાય છે. તે સિવાય કોઈ વિષયમાં જીવની સ્વતઃ પ્રવૃત્તિ નથી; પરંતુ સુખના કે દુ:ખના અભાવના પ્રયોજનથી તે નૃત્યમાં પ્રવૃત્તિ થાય છે. જેમ મોક્ષ પૂર્ણ સુખમય છે અથવા સંસારના દુઃખના અભાવરૂપ છે, તેથી મોક્ષ માટે જીવની સ્વતઃ પ્રવૃત્તિ થાય છે અને મોક્ષના ઉપાયરૂપ શાસ્ત્રશ્રવણમાં કે સંયમની ક્રિયામાં જીવને મોક્ષની ઇચ્છાને આધીન પ્રવૃત્તિ થાય છે, તેથી શાસ્ત્રશ્રવણમાં કે શાસ્ત્રાનુસારી ક્રિયામાં સ્વતઃ પ્રવૃત્તિ નથી માટે જેમ શાસ્ત્રશ્રવણ કે શાસ્ત્રાનુસારી ક્રિયા સ્વતઃ પ્રવૃત્તિવાળાં નથી તેમ શિષ્ટાચારનું પરિપાલન સ્વતઃ પ્રવૃત્તિવાળું નથી. તેના ઉત્તર તરીકે કહેવામાં આવે કે શિષ્ટાચારનું પરિપાલન અપૂર્વ ગ્રંથનિર્માણનો હેતુ છે માટે મોક્ષના અર્થી એવા મહાત્મા મોક્ષના ઉપાયરૂપ અપૂર્વ ગ્રંથનિર્માણના આશયથી શિષ્ટાચારના પરિપાલનમાં યત્ન કરશે. ત્યાં પૂર્વપક્ષી શંકા કરતાં કહે છે –