________________
ભાષારહસ્ય પ્રકરણ ભાગ-૧ | બક-૧ | ગાથા-૧ પ્રાધાન્ય હોવાથી જિનેન્દ્ર છે. પાર્શ્વ એવા આ જિનેન્દ્ર તે પાર્શ્વ જિનેન્દ્ર છે. તેને પ્રણામ કરીને હું કહીશ એમ અવય છે. આના દ્વારા="પાર્શ્વ જિનેન્દ્રને નમસ્કાર કરીને” એમ કહ્યું એના દ્વારા, સમુચિત દેવતાના નમસ્કારરૂપ=નમસ્કારને ઉચિત એવા દેવતાના નમસ્કારરૂપ, મંગલ કરાયું અને તેના વડે=સમુચિત દેવતાના નમસ્કાર વડે, શિષ્ટાચાર પરિપાલિત થાય છે.
પૂર્વમાં કહ્યું કે દેવતાના નમસ્કાર કરવાથી શિષ્ટાચાર પરિપાલિત થાય છે. ત્યાં ‘૩ય થી શંકા કરે છે - શિષ્ટાચારનું પરિપાલન સ્વતઃ પ્રયોજનવાળું નથી; કેમ કે સુખના અભાવના અને દુઃખના અભાવના અન્યતરત્વનો અભાવ છે સુખ અને દુઃખના અભાવમાંથી અત્યતરત્વનું સ્વતઃ પ્રયોજનપણું હોવાથી શિષ્ટાચારનું પરિપાલન સુખરૂપ કે દુઃખના અભાવરૂપ નહીં હોવાથી સ્વતઃ પ્રયોજનવાળું નથી, એમ અવય છે. અને અપૂર્વજનકપણાથીeગ્રંથ અપૂર્વજનક બને તે સ્વરૂપથી, તેનું શિષ્ટાચારના પરિપાલનનું ફળહેતુપણું છે તેમ ન કહેવું.
કેમ ન કહેવું ? તેમાં યુક્તિ બતાવે છે –
તે અપૂર્વ વિધ્વનો વિનાશ કર્યા વગર ફળને પેદા કરે છે અથવા વિનાશ કરીને એમ બે વિકલ્પ છે. પ્રથમ વિકલ્પ બરાબર નથી=વિધ્ધનો વિનાશ કર્યા વગર શિષ્ટાચારનું પરિપાલન અપૂર્વ ગ્રંથને નિર્માણ કરે છે તે વિકલ્પ બરાબર નથી; કેમ કે પ્રતિબંધક હોતે છત=ગ્રંથનિર્માણમાં વિધ્વરૂપ પ્રતિબંધક હોતે છતે, હજાર હેતુથી પણ ફળની અનુત્પત્તિ છે અપૂર્વ ગ્રંથનિર્માણરૂપ ફળની અનુત્પત્તિ છે. અંત્ય નથી=બીજો વિકલ્પ બરાબર નથી શિષ્ટાચારનું પરિપાલન વિષ્કતો નાશ કરી અપૂર્વ ફળને પ્રાપ્ત કરે છે તે વિકલ્પ બરાબર નથી; કેમ કે મંગલના ફળપણામાં વિધ્વધ્વંસનું જ આવશ્યકપણું હોવાથી અપૂર્વકલ્પનાનું વૈયર્થ છે. એ પ્રમાણે પૂર્વપક્ષી કહે તો ગ્રંથકારશ્રી કહે છે –
તેમ ન કહેવું; કેમ કે શિષ્ટાચારના પરિપાલન દ્વારા મંગલનું અપૂર્વજનકપણું હોવા છતાં પણ વિતધ્વંસના હેતુત્વનો અવિરોધ છે મંગલ વિધ્ધધ્વંસનો હેતુ છે અને મંગલ શિષ્ટાચારના પરિપાલન દ્વારા ગ્રંથના અપૂર્વ નિર્માણનો હેતુ છે, એમ સ્વીકારવામાં વિરોધ નથી.
મંગલનાં બે કાર્ય સ્વીકારવામાં કેમ વિરોધ નથી ? તેમાં હેતુ કહે છે – પુણ્યપ્રકૃતિના બંધનો અને પાપપ્રકૃતિના ઉચ્છેદનો યુગપદ્ ભાવ છે=મંગલ કરવાથી શિષ્ટાચારના પરિપાલન દ્વારા પુણ્યપ્રકૃતિનો બંધ થાય છે અને મંગલના અધ્યવસાયથી પાપપ્રકૃતિનો ઉચ્છેદ થાય છે, તેથી મંગલાચરણનાં બે કાર્ય સ્વીકારવામાં વિરોધ નથી અને વિધ્ધધ્વસથી જ ફળની ઉપપત્તિ થયે છd=મંગલાચરણ દ્વારા ગ્રંથનિર્માણના વિધ્યતા ધ્વસથી જ ગ્રંથનિર્માણરૂપ ફળની ઉપપત્તિ થયે છતે, અપૂર્વની કલ્પના વેયર્થ છેઃશિણચારના પરિપાલન દ્વારા ગ્રંથનું અપૂર્વ નિર્માણ થાય છે એ પ્રકારની કલ્પના વૈયર્થ છે, એમ ન કહેવું; કેમ કે વિહિતપણું હોવાથી સર્વ કૃત્યો મંગલપૂર્વક કરવાં જોઈએ એ પ્રકારે વિહિતપણું હોવાના કારણે, તેનું મંગલાચરણનું, અવશ્ય પુણ્ય જનકપણું છે એ પ્રમાણે ગ્રંથકારશ્રી કૃત મંગળવાદમાં અધિક કથન છે. પચ્ચાઈથી=ગાથાના પચ્ચાઈથી, પ્રયોજનને