________________
ભાષારહસ્ય પ્રકરણ ભાગ-૧ | તબક-૧ | ગાથા-૧
વચનગત બહુવિધને નહીં જાણતો વચનવિભક્તિમાં અકુશલ જો કે કાંઈ બોલતો નથી અને વચનગુપ્તતાને પ્રાપ્ત નથી જ.” (દશવૈકાલિકસૂત્ર અધ્યયન-૭, નિર્યુક્તિ ગાથા-૨૯૦)
ત્તિ’ ઉદ્ધરણની સમાપ્તિ માટે છે. પ્રત્યુત-વચનવિભક્તિમાં અકુશલને મૌનમાત્રથી વાગૃપ્તિની સિદ્ધિ તો નથી પરંતુ, અવાસ્ ગુપ્ત એવા તેને વાગુપ્તિત્વના અભિમાન આદિથી દોષ જ છેઃકર્મબંધની પ્રાપ્તિ જ છે.
તે આ વાગુપ્તિમાં અકુશલ મૌન ગ્રહણ કરે તેનાથી દોષ છે તે આ, ઉક્ત ગાથાની પાલિકામાં દશવૈકાલિકલિથુક્તિની અવતરણિકામાં, ચૂણિકારશ્રી કહે છે –
“શંકા કરે છે – જો બોલનારને દોષો છે તો મૌન કરવું જોઈએ. આચાર્ય કહે છે – મૌન પણ અનુપાયથી કરનારને દોષ થાય છે." (દશવૈકાલિકસૂત્ર જિનદાસગણીકૃત ચૂર્ણિ, પૃ. ૨૪૨) ‘ત્તિ’ ઉદ્ધરણની સમાપ્તિ માટે છે.
વળી વિશુદ્ધિથી લાંબો સમય ભાષમાનને પણ ધર્મદાનાદિથી ગુણ જ થાય છે. તે આ કહેવાયું છેઃવચનશુદ્ધિથી બોલનારને ગુણ થાય છે એમ પૂર્વમાં કહ્યું તે આ દશવૈકાલિકનિર્યુક્તિ ગાથામાં કહેવાયું છે –
“વચનપ્રયોગમાં કુશલ, વચનગત બહુવિધને જાણતો દિવસ પણ બોલતો છે=આખો દિવસ બોલતો છે, તોપણ વચનગુપ્તતાને પ્રાપ્ત છે.” (દશવૈકાલિકસૂત્ર અધ્યયન-૭, નિર્યુક્તિ ગાથા-૨૯૧)
તેથી=મોક્ષના અર્થીને ભાષા શુદ્ધિ અવશ્ય આદેય છે એમ અત્યાર સુધી સ્થાપન કર્યું તેથી, ભાષાવિશુદ્ધિ માટે રહસ્યપદથી અંકિતપણારૂપે ચિકીષ કરાયેલ ૧૦૮ ગ્રંથ અંતર્ગત પ્રમારહસ્ય, નયરહસ્ય, સ્યાદ્વાદરહસ્ય આદિની સાથે સજાતીય એવા આ પ્રકરણનો આરંભ કરાય છેeગ્રંથકારશ્રી વડે આરંભ કરાય છે, અને તેની=ભાષારહસ્યલી, આ પ્રથમ ગાથા છે – ભાવાર્થ :
સાધુ મોક્ષના અર્થી હોય છે, મોક્ષનો ઉપાય ચારિત્ર છે, ચારિત્રનું અંગ વાસમિતિ, વાગૃપ્તિ છે. વાક્સમિતિ અને વાગુપ્તિ ભાષાની વિશુદ્ધિથી થાય છે. માટે સાધુને ભાષાની વિશુદ્ધિનું જ્ઞાન આવશ્યક છે તેથી ગ્રંથકારશ્રીએ ભાષારહસ્ય ગ્રંથ રચ્યો છે.
અહીં પ્રશ્ન થાય કે કોઈ સાધુ ભાષાના પ્રયોગવિષય કુશલ ન હોય તો મૌન ધારણ કરીને વાગુપ્તિ દ્વારા સંયમની પ્રાપ્તિ કરી શકશે. તેને ગ્રંથકારશ્રી કહે છે –
સાધુ સર્વથા મૌન ધારણ કરે તો સંયમના ઉચિત વ્યવહારનો ઉચ્છેદ થાય, વળી માત્ર મૌનધારણથી વાગૃતિ આવતી નથી પરંતુ આત્માનો વીતરાગગામી ઉપયોગ થાય તે પ્રકારે મન-વચન-કાયાને દૃઢ પ્રવર્તાવવાથી ગુપ્તિની પ્રાપ્તિ થાય છે. જેઓને કઈ રીતે મન-વચન-કાયને વીતરાગગામી પ્રવર્તાવી શકાય ? તેનો સૂક્ષ્મબોધ નથી તેઓ ગુપ્તિના અધિકારી છે, તેથી તેઓ મૌન ધારણ કરે તો પણ તેઓને ચારિત્રની