________________
ભારતીય અભિલેખવિદ્યા ઓઝાના પુસ્તકની સુધારાવધારા સાથેની આવૃત્તિ બહાર પડી. ૧૯પરમાં ડો. રા. બ. પાંડેયના Indian Paleographyને ભાગ ૧લો પ્રકાશિત થયે, છે પરંતુ કોઇકોને લગતો ભાગ જે અપ્રકાશિત રહ્યો. ૧૯૬૩માં ડો. દાનીનું Indian Paleography પ્રકાશિત થયું.
આમ ૧૭૮૧માં ભારતીય અભિલેખવિદ્યાનાં પગરણ થયેલાં ને ૧૮૩૪–૩૯ દરમ્યાન પ્રાચીન લિપિઓના ઉકેલ દ્વારા અને ૧૮૮૩માં ભારતીય પુરાવસ્તુ સર્વેક્ષણમાં અભિલેખવિદના પ્રબંધ દ્વારા એ વિદ્યાનો વિકાસ થયો. વીસમી સદીમાં તો સંખ્યાબંધ અભિલેખોના તથા અભિલેખસંગ્રહોના પ્રકાશન દ્વારા ભારતીય ઇતિહાસના સંશોધનમાં ઘણી વિપુલ તથા મહત્ત્વની માહિતી પ્રાપ્ત થતી રહી છે.
ભારતીય અભિલેખનું પ્રકાશન
પ્રાચીન અભિલેખના સંપાદન તથા પ્રકાશન માટે પહેલાં એ લેખનું વર્તમાન લિપિમાં લિવ્યંતર તૈયાર કરવામાં આવે છે. આ લિસ્વંતર કેટલીક વાર મૂળ અભિલેખના પ્રત્યક્ષ વાચન પરથી કરવામાં આવે છે, તો કેટલીક વાર એની છાપ કે છબી પરથી કરવામાં આવે છે. લિવ્યંતરના પ્રકાશનની સાથે બને ત્યાં સુધી એની છાપ કે છબી પ્રકાશિત કરવી અપેક્ષિત છે, જેથી એના અભ્યાસીઓ લિવ્યંતરના સંદિગ્ધ પાઠોને મૂળ લખાણ સાથે સરખાવી શકે તે બને તો કોઈ અક્ષરના વાચન માટે વધુ એગ્ય પાઠ સૂચવી શકે.
અભિલેખના શીર્ષકમાં અંગ્રેજીમાં સામાન્ય રીતે પહેલાં એનું પ્રાપ્તિસ્થાન અને / અથવા સ્થિતિસ્થાન, પછી એનો પ્રકાર, પછી એ લેખ લખાવનાર કે એ સમયે રાજ્ય કરતા રાજાનું નામ મળતું હોય તો તે અને છેલ્લે, એમાં વર્ષ આપેલું હોય તો તે જણાવવામાં આવે છે, જેમકે Sarnath Pillar Edict of Asoka, Junnar Cave Inscription of the time of Nahapāna - (Saka) Year 46, Junagadh Rock Inscription of Rudradāman I - ( saka ) Year 72, Allahabad StonePillar Incription of Samadragupta, Sanchi Stone Inscription of the time of Chandragupta II -- Gupta Year 93, Gondal Copper-Plate Inscription of Siladitya V-( Valabhi ) Year 403, Adalaj Step-well Inscription of the time of Mahmud Shah I (Begado)-V. S. 1555. ગુજરાતીમાં
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org