________________
૬
ભારતીય અભિલેખવિદ્યા
અન્વેષણ કરી નિબંધ રજૂ કરવા લાગ્યા. એ લેખા ૧૭૮૮માં Asiatic Researches ગ્રંથમાળામાં પ્રગટ થવા લાગ્યા.
૧૭૮૧માં ચાર્લ્સ વિલ્કિન્સે મેાંઘીર( બિહાર )માંથી મળેલું બંગાળાના પાલ વંશના રાજા દેવપાલ(૯મી સદી )નું તામ્રપત્ર વાંચેલું. એ પછી ૧૭૮૫માં વિકિન્સે ( પૂર્વ ) બંગાળાના દીનાજપુર જિલ્લાના બહાલ ગામ પાસેના સ્તંભ પર કાતરાયેલા પાલ વંશના રાજા નારાયણપાલ(૯મી સદી)ને લેખ વાંચ્યા તેમ જ પડિત રાધાકાંત શર્માએ દિલ્હીના ટાપરાવાળા સ્તંભ પર કેતરાયેલા લેખા પૈકી અજમેરના ચૌહાણ રાજા વીસલદેવ( ૧૨મી સદી)ના ત્રણ લેખ વાંચ્યા. આ બધા લેખ Asiatic Researchesના ગ્રંથ ૧ (૧૭૮૮ )માં પ્રકાશિત થયા. અર્વાચીન કાલમાં ભારતીય અભિલેખવિદ્યાનાં પગરણ ત્યારે થયાં ગણાય.
આ અભિલેખ નવમી સદી સુધીના હતા, તેથી એ થેાડા ધણા પ્રયત્ને વાંચી શકાતા. પરંતુ એ પહેલાંના લેખાની લિપિના મરેડ વધારે જુદા હાઈ એ બરાબર વાંચી શકાતા નહિ. અનેક વિદ્વાને એ જૂની વણ માલા ઉકેલવા પ્રયત્નશીલ રહ્યા. આખરે ૧૮૩૪-૦૯ દરમ્યાન ભારતના પ્રાચીન અભિલેખાની લિપિએ ઉકેલવાના પ્રયત્ન સફળ થયા. પહેલાં ગુપ્તકાલ( ૪થી−૬ઠ્ઠી સદી)ની વ માલા બંધ બેઠી. એ પછી છેક અશેક મૌયના સમય (ઈ. પૂ. ૩૭ સદી ) સુધીની વધુ પ્રાચીન વર્ણમાલાના પણ ઉકેલ આવ્યેા. પ્રાચીનકાલમાં આ લિપિ બ્રાહ્મી’ નામે એળખાતી. એ સમયે ઉત્તર-પશ્ચિમ ભારતમાં વળી એક બીજી લિપિ વપરાતી, જેમાં લખાણની લીટીએ જમણી બાજુથી ડાબી બાજુ લખાતી. ટ્રૅલિપિક અભિલેખેાના તુલનાત્મક અભ્યાસ પરથી આખરે એ લિપિની વ માલા પણ બંધ બેસાડી શકાઈ. એ લિપિ ખરેાછી ’નામે ઓળખાતી. પ્રાચીન ઐતિહાસિક કાલની સવ લિપિઓના ઉકેલ દ્વારા આમ ભારતીય પ્રાચીનલિપિવિદ્યાનું મંડાણ થયું.
(
અત્યાર સુધી પુરાતત્ત્વનું બધું અન્વેષણ વિદ્વાનેા પેાતાના અંગત શાખથી કરતા. ઈસ્ટ ઇન્ડિયા ક ંપનીની સરકાર તરફથી એ માટે કોઈ ખાસ પ્રબંધ કરવામાં આવ્યા નહોતા. ૧૮૫૮માં બ્રિટિશ તાજનું રાજ્ય સ્થપાતાં હિંદના પ્રથમ વાઈસરૉય લેાડ કેનિગે હિંદનાં પ્રાચીન સ્મારકાની સમીક્ષા માટે Archaeological Survey of India નામે કામચલાઉ ખાતું ખાલવાનુ મજૂર કયુ ને એ વિષયમાં ઊડે રસ ધરાવતા ઇજનેર કનલ કનિ ંગહમને
Jain Education International
'
For Personal & Private Use Only
www.jainelibrary.org