________________
પ્રાસ્તાવિક
દિલ્હીમાં “ફીરોઝશાહ કોટલા’માં અને મેરઠ (ઉત્તર પ્રદેશ)માંથી એવો એક બીજે શિલાતંભ ખસેડાવી દિલ્હીમાં “કુશ્ક શિકાર” પાસે ઊભું કરાવેલો. આ બંને સ્તંભ પર લેખ કોતરેલા છે. એ લેખમાં આવેલી હકીકત જાણવા માટે સુલતાને ઘણા પંડિતોને એકઠા કર્યા. પણ અતિપ્રાચીન લિપિમાં કોતરાયેલા એ લેખ કોઈ પંડિતથી વાંચી શકાયા નહિ. સોળમી સદીમાં મુઘલ બાદશાહ અકબરે પણ એ લેખોમાંની હકીકત જાણવા કોશિશ કરેલી, પરંતુ એના સમયના કઈ પંડિત એની એ જિજ્ઞાસાને પાર પાડી શક્યા નહિ.
પ્રાચીન લિપિ-મરોડોની જાણકારી લુપ્ત થતાં જૂના શિલાલેખો તથા તામ્રપત્ર-લેખો લોકોને મન રહસ્યમય બની જાય છે ને એથી તેઓ એમાંનાં લખાણો વિશે જાતજાતના તર્કવિતર્ક કરતા થાય છે. કોઈ એને સિદ્ધિદાયક યંત્ર ધારી લે છે, કોઈ એને દેવી મંત્ર માની લે છે, તો કોઈ એને જમીનમાં દાટેલા ગુપ્ત ખજાનાની ગૂઢ નોંધ સમજી લે છે! દિલ્હીના પેલા બે શિલાર્તાભોને લોકો ભીમની ગદા માનતા ને એના પર કોતરેલા લેખોમાં શ્રીકૃષ્ણ પાંડવોને આપેલી ગુપ્ત સૂચનાઓ પૈશાચી ભાષામાં લખાયેલી હોવાનું ધારતા ! આ અજ્ઞાન અને ઉપેક્ષાને લઈને ભારતના અનેક પ્રાચીન અભિલેખ તથા હસ્તલિખિત ગ્રંથોની અમૂલ્ય સામગ્રી નષ્ટ થતી થઈ.
ઈ. સ. ૧૭૫૭–૧૭૭૪ દરમ્યાન અંગ્રેજોની ઇસ્ટ ઇન્ડિયા કંપનીએ ભારતમાં વહીવટી તથા રાજકીય અધિકાર પ્રાપ્ત કરવા માંડ્યા ત્યારે તેઓને અહીંના વર્તમાન રીતરિવાજોની પશ્ચાદ્ભુમિરૂપે ભારતનાં પ્રાચીન ધર્મશાસ્ત્ર જાણવાની જરૂર પડી. એ ધર્મશાસ્ત્ર સંસ્કૃત ભાષામાં હતાં ને ભારતના રૂઢિચુસ્ત પંડિતો યુરોપીને “બ્લેછ” ગણી તેઓને ગીર્વાણ-ભાષા શીખવવા તૈયાર નહોતા ! છતાં ચાર્લ્સ વિલિયમ વિકિન્સ અને સર વિલિયમ જોન્સ જેવા અંગ્રેજ અધિકારીઓએ પંડિતોને રીઝવીને તેમના મિજાજને અનુકૂળ થઈને સંસ્કૃત જેવી પ્રાચીન કઠિન ભાષાનું જ્ઞાન પ્રાપ્ત કર્યું. પછી તેઓએ “મનુસ્મૃતિ” અને “અભિજ્ઞાનશાકુન્તલ' જેવી સંસ્કૃત કૃતિઓના અંગ્રેજી અનુવાદ કરી પ્રકાશિત કર્યા ને એ પ્રકાશનોએ યુરોપીય વિદ્વાનોમાં ભારતીય પ્રાચીન સંસ્કૃતિ તથા સભ્યતા વિશે ઘણી જિજ્ઞાસા ઉત્પન્ન કરી. પરિણામે ગવર્નર-જનરલ વોરન હેસ્ટિંગ્સના પ્રોત્સાહનથી સર વિલિયમ જેસે એશિયાનાં ઈતિહાસ, પુરાતત્ત્વ, કલા, વિજ્ઞાન અને સાહિત્યની શોધખોળ કરવા માટે ૧૭૮૪માં કલકત્તામાં “એશિયાટિક સોસાયટી” નામે સંસ્થા સ્થાપી. પશ્ચિમના તથા ભારતના વિદ્વાને આ સંસ્થાના ઉપક્રમે પોતપોતાની રુચિ અનુસાર ભિન્ન ભિન્ન વિપયામાં
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org