________________
ભાસ્તીય અભિલેખવિદ્યા અભિલેખોના અભ્યાસ માટે તે તે સમયની લિપિની જેમ તે તે સમયની ભાષાનું જ્ઞાન પણ અનિવાર્ય છે. અભિલેખો સામાન્ય રીતે તે તે કાલની પ્રશિષ્ટ ભાષામાં લખાતાં હોઈ આ ભાષાઓનો પરિચય મેળવવો પ્રમાણમાં સહેલે છે. ભાષાના પરિચયમાં વ્યાકરણ અને શબ્દભંડોળ ઉપરાંત કેટલીક વાર છંદોના જ્ઞાનની પણ જરૂર પડે છે.
લિપિ તથા ભાષાના પરિચય દ્વારા અભિલેખને વાંચીને એને પાઠ તૈયાર કરવામાં આવે છે. આ પાઠ હાલની લિપિમાં એનું લિવ્યંતર (transliteration) કરીને મૂળ ભાષામાં આપવામાં આવે છે, સાથે સાથે એનું ભાષાંતર કે એનો સાર પણ આપવામાં આવે છે. વળી મૂળ અભિલેખની છાપ કે છબી પણ આપવામાં આવે છે.
મૂળ અભિલેખની ભાષા તથા લિપિ પરથી તે તે કાલની પ્રચલિત ભાષા તથા લિપિ જાણવા મળે છે. પરંતુ ઈતિહાસ-સંશોધન માટે ખરી ઉપયોગિતા તો એ અભિલેખની અંદર નોંધેલી હકીકતની હોય છે. અભિલેખમાં મોટે ભાગે તે તે કાલના રાજાને તથા તે તે સમયનો નિર્દેશ આવતો હોય છે. આ પરથી તે તે કાલના રાજકીય ઇતિહાસ તથા તેની સાલવારી માટે ઉપયોગી માહિતી મળે છે. વળી એમાં આવેલી બીજી વિવિધ હકીકત પરથી તે તે કાલના ધમ, સમાજ, અર્થ, રાજ્યતંત્ર, સ્થાપત્ય, શિલ્પ ઇત્યાદિ અનેક સાંસ્કૃતિક બાબતો વિશે પણ ઉપયોગી માહિતી તારવી શકાય છે. પ્રાચીન અભિલેખોમાં જણાવેલા રાજાઓ, સ્થળો, વર્ષો વગેરેનો નિર્ણય કરે એ અભિલેખોના અર્થઘટનનું મહત્ત્વનું અંગ છે. રાજકીય તથા સાંસ્કૃતિક ઇતિહાસના અનવેષણ, સંશોધન અને નિરૂપણ માટે આમ અભિલેખવિદ્યા એક મહત્ત્વનું સાધન નીવડે છે; ને વાચન અને અર્થઘટન એ આ વિદ્યાનાં બે મુખ્ય પાસાં છે. ભારતીય અભિલેખવિદ્યાનાં પગરણ
ઐતિહાસિક ચરિતો કે વૃત્તાંત નિરૂપનાર પ્રાચીન લેખકો પિતાની નજીકના ભૂતકાળના અભિલેખો વાંચી એમાંની હકીકતને લાભ લેતા હશે, પરંતુ વધુ પ્રાચીન અભિલેખોના લિપિમરોડની જાણકારી લુપ્ત થતી જતી હતી. અર્વાચીન પંડિતો તથા લહિયાઓ વધુમાં વધુ સાતમી સદી સુધીનાં જૂનાં લખાણ મહામહેનતે વાંચી શકતા, પરંતુ એની પહેલાંનાં લખાણના મરોડ ઉકેલી શકાતા નહિ. ઈ. સ. ૧૩૫૬માં દિલ્હીના સુલતાન ફિરોઝશાહ તઘલખે ટોપરા( જિ. અંબાલા, પૂર્વ પંજાબ)માંથી એક જૂનો શિલાતંભ ઘણી જહેમતથી ખસેડાવી
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org