________________
ભારતીય અભિલેખવિદ્યા
પર કોતરેલા લેખને “ઈષ્ટિકોલેખ” કહે છે. માટીના વાસણ પર કોતરેલા લખાણને “મૃત્પાત્ર લેખ” કે “મૃદ્ભાસ્ક લેખ' કહે છે.
લાકડું, શંખ, છીપ, હાથીદાંત વગેરે ઇતર પદાર્થ પર કોતરેલા લખાણને તે તે પદાર્થના નામે ઓળખવામાં આવે છે.
ભૂમિદાનને લગતાં રાજશાસન તાંબાના પતરાં પર કોતરવામાં આવતાં. આ પ્રકારના અભિલેખ “તામ્રપત્ર” તરીકે ઓળખાય છે. ક્યારેક સોનાનાં કે ચાંદીનાં પતરાં પર ધાર્મિક લખાણ કોતરાતું. એને અનુક્રમે “સુવર્ણપત્ર” કે “રજપત્ર” કહે છે. લોખંડના સ્તંભ પર કોતરેલા લેખને “લેહ-સ્તંભ લેખ” કહે છે. ઓજાર, હથિયારો, વાસણો વગેરે પદાર્થો પર પણ ક્યારેક લખાણ કરવામાં આવે છે, ખાસ કરીને તે તે પદાર્થના દાતા કે માલિકના નામને લગતું. - પાષાણ કે ધાતુની પ્રતિમાની બેસણી કે પીઠ પર કોતરેલા લખાણને
પ્રતિમા લેખ” કહેવામાં આવે છે. કોઈ વાર પાષાણ કે ધાતુના દાબડામાં કે પેટીમાં કોઈ વિદેહ વ્યક્તિના દેહાવશેષ (ધાતુ) રાખ્યા હોય છે ને એના પર એને લગતું લખાણ કોતર્યું હોય છે. દાબડા પરના લખાણને “સમુક લેખ” અને પેટી પરના લખાણને “મંજૂષા લેખ” કહે છે.
આમ પદાર્થના દ્રવ્ય તથા આકાર પ્રમાણે અભિલેખો જુદા જુદા નામે ઓળખાય છે.
સિક્કાઓ તથા મુદ્રાંકો પર જે લખાણ જોવામાં આવે છે તે ખરી રીતે ‘કતરેલાં” હોતાં નથી, પરંતુ બીબાની છાપ લગાવીને ઉપસાવેલાં હોય છે. અલબત્ત એ બીબામાં એ લખાણના અક્ષર ઊલટા મરેડમાં કતરેલા હોય છે. મુદ્રાંક માટીનાં, સેલખડીનાં, હાથીદાંતનાં કે ધાતુનાં હોય છે; સિક્કા ચાંદી, તાંબુ, સોનું, સીસું વગેરે ધાતુઓના હોય છે. છતાં સિક્કાઓ તથા મુદ્રાંક પર અંકિત કરેલાં લખાણોને પણ અભિલેખ ગણવામાં આવે છે.૧
કેટલીક વાર, ખાસ કરીને અરબી, ફારસી અભિલેખોમાં અક્ષરોને કોતરવાને બદલે એની આસપાસના ભાગને કોતરી કાઢીને અક્ષરને ઉપસાવેલા રાખવામાં આવે છે. છતાં આ લેખને પણ અભિલેખ ગણવામાં આવે છે.
ગુફાઓની દીવાલ પર ચીતરેલા લખાણને તથા લાકડાની પટ્ટી પર શાહીથી લખેલા લખાણને પણું, કોતરેલાં ન હોવા છતાં, અભિલેખ ગણવામાં આવે છે૩
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org