________________
પ્રાસ્તાવિક
અભિલેખ એટલે શું ?
અભિલેખ એટલે કોઈ પદાર્થ પર કોતરેલું લખાણ. આવાં લખાણ સામાન્ય રીતે શિલા પર કોતરેલાં હોય છે, તેથી એને “શિલાલેખ” કહેવામાં આવે છે. પરંતુ કેટલાંક લખાણ તામ્રપત્રો અને ધાતુપ્રતિમાઓ જેવા બીજા પદાર્થો પર કોતરેલાં હોય છે, તેને “શિલાલેખ” કહેવાય નહિ. કોતરેલા લેખ માટે ગુજરાતીનાં પહેલાં “ઉત્કીર્ણ લેખ’ શબ્દ પ્રયોજાતા, પરંતુ હવે હિંદીમાં તેમ જ ગુજરાતીમાં “અભિલેખ” એવો પારિભાષિક શબ્દ પ્રચલિત થયું છે. આ શબ્દ સર્વ પ્રકારના પદાર્થો પર કોતરેલાં લખાણોને લાગુ પડે છે.
શિલાલેખ એ અભિલેખને એક ઘણો પ્રચલિત પ્રકાર છે. શિલાલેખ એટલે શિલા (પથ્થર) પર કોતરેલું લખાણ. ભારતમાં તેમ જ અન્ય દેશોમાં ઘણા અભિલેખ શિલા પર કોતરેલા હોય છે. મંદિરો, મસ્જિદો, વાવો વગેરે ઈમારતોમાં પથ્થરની તકતી પર કોતરેલા લેખ જોવા મળે છે. હાલ પણ વિદ્યાલય, ગ્રંથાલ, રાલયે, સ્મારકો વગેરે સાર્વજનિક ઇમારતોમાં લખાણ કોતરેલી તકતી મૂકવામાં આવે છે. અગાઉ ક્યારેક પર્વતની મોટી મોટી શિલા જેને ખડક કે શિલ કહેવામાં આવે છે, તેના પર લેખ કોતરાતા. એને “ખડક લેખ” કે “શલાલેખ” કહે છે. ડુંગરમાં કેચેલી ગુફાની દીવાલ પર કોતરેલા લેખને
ગુફા-લેખ” કહે છે. પથ્થરના સ્તંભ પર કોતરેલા લેખને “શિલાતંભ લેખ” કહેવામાં આવે છે. પથ્થરની ઊભી લાટ પર કોઈના મરણને લગતો લેખ કોતર્યો હોય છે તેને “પાળિય” કહે છે. આ બધા અભિલેખ શિલાલેખના પ્રકાર છે.
કેટલીક વાર માટીના પદાર્થો પર, તે છેડા ભીના હોય ત્યારે, લેખ કોતરવામાં આવે છે ને સુકાયા પછી તેને ઘણી વાર પકવવામાં આવે છે. ઇટ ભા. ૧
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org