Book Title: Agam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Sar
Author(s): Gopaldas Jivabhai Patel
Publisher: Jain Sahitya Prakashan Mandir
View full book text
________________
૨૨
શ્રીભગવતીસાર મો-– હે ગૌતમ! ઉપર જણાવેલ હિંસાદિ અઢાર પાપસ્થાનેને સાકાથી જીવ શીધ્ર હલકાપણું પ્રાપ્ત કરે છે.
એ જ રીતે હિંસાદિ અઢાર પાપસ્થાને ન ત્યાગનારનો સંસાર વધે છે, લાંબો થાય છે, તથા તે સંસારમાં ભમ્યા કરે છે; પરંતુ તેમાંથી નિવૃત્ત થનારનો સંસાર ઘટે છે, ટૂંક થાય છે, અને તે સંસારને ઓળંગી જાય છે.
હળવાપણું, સંસારને ઘટાડે, સંસારને ટૂંક કરે, અને સંસારને ઓળંગ એ ચાર પ્રશસ્ત છે; તથા ભારેપણું, સંસારને વધારવો, સંસારને લાંબો કરો અને સંસારમાં ભમવું એ અપ્રશસ્ત છે.
– શતક ૧, ઉદે ૯
તમ– હે ભગવન !
જીવવાના કારણભૂત કર્મ કેવી રીતે બાંધે છે?
મ– હે ગૌતમ! ત્રણ સ્થાનો વડે જીવો થોડું જીવવાનું કારણભૂત કર્મ બાંધે છે: હિંસા વડે, અસત્ય વાણી વડે, તથા શ્રમણ-બ્રાહ્મણને સજીવ તથા સદોષ અન્નપાનાદિ આપવા વડે.
ગૌત્ર – હે ભગવન્! છેવો લાંબો કાળ જીવવાના કારણુભૂતિ કર્મ કેવી રીતે બાંધે છે ? . મા – હે ગૌતમ ! ત્રણ સ્થાનો વડે જીવો લાંબો કાળ જીવવાના કારણભૂત કર્મ બાંધે છે: અહિંસા વડે, સત્ય વાણી
૧. “અકથ્ય, ન ખપે તેવું.
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org