________________
અધ્યાત્મ સાર.
ભાવાર્થ-જેઓ આ સંસારરૂપી અટવમાં ધર્મ રૂપી દ્રવ્યના થોડા અંશની ભિક્ષા માંડમાંડ મેળવી પ્રયાણ કરતા તેવા લોકેને, સુંદર નેત્રવાળી સ્ત્રીના સ્તન રૂપ વિષમ દુર્ગમાં સ્થિતિ કરીને રહેલા કામદેવ રૂપી બળવાન લુંટારે લુંટે છે, તે અટવામાં સહાય વગર ગમન કરવું ઉચિત નથી. ૬
વિશેષાર્થ–આ શ્લોકથી ગ્રંથકારે આ સંસારને અટવીનું રૂપક આપી તેમાં રહેલા કામદેવને એક લુંટારા તરીકે વર્ણચે છે. જેમ કેઈ ભયંકર અટવીમાં લુંટારો કેઈ ગહન સ્થાનમાં રહી ત્યાંથી દ્રવ્ય લઈ પસાર થતા લોકોને લુંટે છે, તેમ આ સંસાર રૂપી અટવીમાં રહેલો કામદેવ રૂપી લુંટારે લેકેને લુંટે છે. અને ટવીમાં જેમ લોકોની પાસે દ્રવ્ય લુંટાય છે, તેમ આ સંસાર રૂપી અટવીમાં લેકે માંડમાંડ ધર્મના એક અંશ રૂપ દ્રવ્યને લઈ પ્રયાણ કરતા હોય, તેવામાં તેમને તે કામ લુંટારે લુંટી લે છે. ધર્મને અંશ કહેવાનું કારણ એ છે કે, જે પૂર્ણ રીતે ધર્મની પ્રાપ્તિ થઈ હેય તે, તેની પાસેથી કામદેવ લુંટી શક્તા નથી. ધર્મના પૂર્ણ બેધથી પ્રાણી કામના સ્વરૂપને સમજે છે, એટલે તે તેને વિશ્વાસ કરતા નથી. જેમ અટવીમાં લુંટારાઓ કે ગહન ભાગમાં છુપાઈ રહે છે, તેમ અહિં કામ દેવ રૂપી લુંટારે સ્ત્રીઓના સ્તન રૂપી વિષમ કિલ્લામાં છુપાઈ રહે છે. કારણ કે, કામની સ્થિતિ સ્ત્રીઓના
સ્તનાદિ અંગમાં રહેલી છે. છેવટે ગ્રંથકાર જણાવે છે કે, જે સંસાર અટવીમાં કામદેવ જેવો જબ લુંટારે રહે છે, તેમાં પ્રયાણ કરનારે કેઈની સહાય વગર જવું ન જોઈએ. કહેવાનો આશય એ છે કે, તે અટવીમાં જનારે ધર્મની સહાય લેવી જોઈએ. આ સંસારમાં સ્ત્રીના અંગમાં રહેલે કામદેવ બહુ વિષમ છે, તેથી ભવી આ ભાએ તેનાથી દૂર રહેવું જોઈએ, એ ઉપદેશ છે. ૬