________________
૨૯૦
અધ્યાત્મ સાર,
આશ્રીને રહેલાં છે, તેમ સત્યાદિ વ્રતે મેક્ષને આશ્રીને રહેલાં છે, તેથી સર્વથા અહિંસા આદરણીય છે. ૪૫ અહિંસાનો સંભવ અને તેના અનુબંધાદિ
પ્રકારની શુદ્ધિ દર્શાવે છે. अहिंसा संभवश्वेत्यं दृश्यतेऽत्रैव शासने । अनुबंधादि संशुचि रप्यत्रैवास्ति वास्तव ॥ ४६॥
ભાવાર્થ–એવી રીતે આ જૈન શાસનમાં અહિંસાને સંભવ જણાય છે, અને એની અંદર અનુબંધ વગેરે હિંસાની શુદ્ધિ પણ વાસ્તવિક રીતે રહેલી છે. ૪૬
વિશેષાર્થ –આ જૈન શાસનમાં અહિંસાને સંભવ જણાય છે, એટલે જીવદયા અહિંસકપણામાં રહેલી છે, એમ પ્રતીત થાય છે. હિંસાના ત્રણ પ્રકાર છે અનુબંધહિંસા, હેતુહિંસા અને સ્વરૂપહિંસા, એ ત્રણ પ્રકારની હિંસાની શુદ્ધિ પણ જૈન શાસનમાં જ રહેલ છે, અને તે વાસ્તવિક છે ૪૬ જ્ઞાનયોગથી સમ્યગૂ દષ્ટિને લાગેલી હિંસા,
હિંસા ગણાતી નથી. हिंसाया ज्ञान योगेन सम्यग्दृष्टे महात्मनः । तप्तलादेपदन्यास तुल्याया नानुबंधनम् ॥ ४७ ॥