________________
અનુભવાધિકાર.
૬૧૩
અભ્યાસ દશામાં ચિત્ત નિર્દોષ હોય છે. वचनानुष्ठानगतं यातायातं च सातिचार मपि । चेतोऽभ्यासदशायां गजांकुशन्यायतोऽदुष्टम् ॥ १२॥ ભાવાર્થ–વચનના અનુષ્ઠાનમાં રહેલું, જતું આવતું અને અતિચાર સહિત એવું, પણ ચિત અભ્યાસ દશામાં હસ્તી અંકુર શના ન્યાયથી અદુષ્ટ છે. ૧૨
વિશેષાર્થ જે ચિત્ત વચનના અનુષ્ઠાનમાં રહેતું હોય, અને જ્યાં ત્યાં જતું આવતું હોય, તેવું ચિત્ત જેમ હાથી અંકુશથી વશ થાય છે, તેમ અભ્યાસ દશામાં નિર્દોષ થઈ વશ થાય છે. ૧૨
ચિત્તને ગ્રાહ શી રીતે કરવો? ज्ञान विचाराभिमुखं यथा यथा भवति किमपि सानंदम् । अर्थैः प्रलोभ्य बाबैरनुग्रहणीयात्तथा चेतः ॥१३ ॥
ભાવાર્થ-જ્ઞાનના વિચારની સન્મુખ થયેલું ચિત્ત જેમ જેમ આનંદવાળું થાય છે, તેમ તેમ બાહરના અર્થોથી તે ચિત્તને લેભાવીને તેને અનુગ્રહ-ચાહ કરે. ૧૩
વિશેષાર્થ—-જ્યારે ચિત્ત જ્ઞાનના વિચારની સન્મુખ થાય છે, ત્યારે તે આનંદવાળું થાય છે, તે આનંદવાળું ચિત્ત થાય ત્યારે, તેને બાહરના પદાર્થોથી ભાવવું, અને પછી તેને ગ્રહણ કરી લેવુંવશ કરી લેવું. ૧૩